________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
આ પ્રમાણે પચ્ચકખાણની દૃષ્ટિથી પણ જૈન ધર્મનું સમગ્ર સ્વરૂપ વિચારી શકાય તેમ છે. શ્રાવકનાં વ્રતો વગેરે પણ પ્રત્યાખ્યાનનાં અંગો કેવી રીતે છે ? તે આ ઉપર જણાવેલી વિચારસરણિથી બરાબર સમજાય તેમ છે. આવશ્યક સૂત્રમાં પણ પ્રત્યાખ્યાન આવશ્યકમાં વ્રત અને અતિચાર આપ્યાં છે. તેથી સાંજે તથા સવારે લેવાનાં પચ્ચકખાણોનું સ્થાન જૈન આચારમાં કયાં છે ? તે પણ બરાબર સમજાશે. ચૌદ પૂર્વમાં પચ્ચકખાણ પ્રવાદ નામનું પર્વ આવે છે, જેમાંથી – જેનું આઠમું અધ્યયન પર્યુષણા કલ્પસૂત્ર છે, - તે દશાશ્રુત સ્કંધ નામનો છેદગ્રંથ શ્રી ભદ્રબાહુ સ્વામીએ રચેલો છે.
પચ્ચખાણોમાં આવતાં મહાવ્રતો અણુવ્રતો, પિંડ વિશુદ્ધિ, વગેરે આચારો, તેનાં પ્રાયશ્ચિત્તો, સ્વરૂપો તેનું દ્રવ્યાનુયોગ દષ્ટિથી વ્યાખ્યાન, સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં બંધ બેસતા કેવી રીતે થાય ? તે સર્વ પ્રકારોનું વિવેચના કરવા જતાં પ્રત્યાખ્યાન પ્રવાદ જેવું મહાન પર્વ રચાય, તેમાં આશ્ચર્ય શું ? અને તેમાંથી ઉઠ્ઠત પિંડ વિશુદ્ધિ વગેરે ગ્રંથો આજે પણ પૂર્વના જ્ઞાનની વાનગી રૂપ હોવાથી તેમના તરફ ભક્તિ બહુમાન રાખી જે બોધ મળે તે લેવા જેવો છે, અને એવા બીજા ઘણા ગ્રંથો છે. તે સર્વનું મૂળ દષ્ટિવાદ ગ્રંથ છે. માટે તે સર્વમાંના વિષયો પ્રમાણભૂત માનવાને હરકત નથી.
પચ્ચખાણ-સાવદ્ય યોગના સામાન્ય તથા તે તે વિશેષ સાવઘયોગના ત્યાગ માટે લઈ શકાય છે. માનવ અનેક પ્રકારના બીજા સાવદ્ય યોગોનો ત્યાગ કરીને કદાચ બેસી શકે, પરંતુ શરીર માત્ર ટકાવવા માટે છેવટે ખાનપાનની તો જરૂર પડે જ છે. ગમે તેવા ત્યાગી મુનિને પણ શરીરમાત્ર ટકાવવા વહેલા મોડો આહાર લેવો જ પડે છે. વળી સર્વ પ્રવૃત્તિ અને સમારંભનું મૂળ તો મુખ્ય ભાગે પ્રાણીની આહાર પ્રવૃત્તિ હોય છે. તેના ત્યાગમાં ઘણી પ્રવૃત્તિનો ત્યાગ થઈ જાય છે. ત્યાગના ઈચ્છુક સૌથી પહેલાં તેના ઉપર અંકુશ મૂકે છે. એટલે લગભગ પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવી જાય છે. આથી આહારને લગતાં પ્રત્યાખ્યાનોમાં વધારે ભાગ ભજવે છે.
પ્રત્યાખ્યાન ગુરુ મહારાજ પાસે ભાવપૂર્વક સ્પષ્ટ પાઠોચ્ચાર અને સમાજ સાથે જાહેરમાં લેવાનું હોય છે. એટલું જ નહીં, પરંતુ તેના પાલનમાં સંપૂર્ણ કાળજી અને તત્પરતા દાખવવાનાં હોય છે. તેને ભારપૂર્વક સંપૂર્ણ કરીને શોભાવવાનું હોય છે. ઉઘાપનાદિકથી તેની કીર્તન કરવાની હોય છે જેથી બીજા જીવો પણ અનુમોદના કરે અને તેની આચરણા કરવા દોરવાય. પ્રત્યાખ્યાન આવશ્યકની આચરણાથી જે કાંઈ આરાધનાનો લાભ મેળવવો જોઈએ, તે મળવો જોઈએ. અને તેમાં ખામી રહી હોય, તો તેનું મિચ્છામિ દુક્કડંથી માંડીને ઘટતું પ્રાયશ્ચિત્ત લઈ પ્રતિક્રમણ કરવું જોઈએ.
અર્થાત્ પ્રત્યાખ્યાનની સ્પર્શના, પાલન, શોભના, તીરાણા, કીર્તના, આરાધના કરવાનાં હોય છે. અને જે કાંઈ આરાધનામાં ખામી રહી હોય, તેનું મિચ્છામિ દુક્કડં દેવાનું હોય છે. કયા પ્રત્યાખ્યાનની સ્પર્શના, કીર્તના વગેરે કેમ કરાય ? તેને માટે પણ શાસ્ત્રોમાં અનેક ચોકકસ પ્રકારો બતાવ્યા હોય છે.
આ પચ્ચખાણમાં આવતા આગારોની સમજ ૧. આણાભોગ=અનાભોગ : વિસ્મરણ, ભૂલી જવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org