________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
પ્રકારના આહારો ઠરાવેલા પ્રકારે લેવાય છે, પરંતુ પછી તિવિહારનું અને પછી પાણાહારનું પચ્ચક્ખાણ કરવાનું હોય છે. અથવા ઠામ ચોવિહાર પણ કરી શકાય છે. ઉપવાસમાં તિવિહારનું ચોવિહારનું એમ બન્નેય પચ્ચક્ખાણ કરી શકાય છે. તિવિહાર વાળાને સાંજે પાણહારનું પચ્ચક્ખાણ લેવાનું હોય છે. અને ચોવિહારવાળાને સાંજે પુન:સ્મરણ કરવાનું હોય છે.
પચ્ચક્ખાણ સ્વરૂપ જૈન ધર્મ
પચ્ચક્ખાણનો અર્થ ત્યાગ છે, તે પણ સામાયિકનું એક સ્વરૂપ છે, સામાયિક રૂપ પણ તે હોય છે અને સામાયિકનું અંગ પણ છે. છ આવશ્યકમાંનું એક આવશ્યક છે અથવા જૈન ધર્મનું એક પ્રકારનું એ પણ એક સ્વરૂપ છે.
વિશેષ હકીકત પચ્ચક્ખાણ ભાષ્ય વગેરે ગ્રંથોમાંથી જાણી લેવા પ્રયત્ન કરવો.
૪૧૯
પચ્ચક્ખાણના વિવેચનની મુખ્યતાએ વિવેચન કરતાં પણ સમગ્ર જૈન ધર્મનું વિવેચન તેમાં આવી જાય છે, અને એ દૃષ્ટિથી પચ્ચક્ખાણનું પદ્ધતિસર વિવેચન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે.
મૂળ પચ્ચક્ખાણ-ઉત્તર પચ્ચક્ખાણ. મૂળના બે ભેદ-સર્વથી અને દેશથી, સર્વથી મુનિને પંચમહાવ્રત રૂપ અને દેશથી શ્રાવકને પાંચ અણુવ્રત રૂપ.
ઉત્તર ગુણ પચ્ચક્ખાણના બે ભેદ – સર્વથી અને દેશથી. સર્વથી-પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, બાર ભાવના, બાર પ્રકારનાં તપ, બાર પ્રતિમા અને અભિગ્રહ એ મુનિઓને સર્વેથી હોય છે. અને ચાર શિક્ષાવ્રત, ત્રણ ગુણવ્રત વગેરે શ્રાવકોને દેશથી ઉત્તર ગુણ પચ્ચક્ખાણ હોય છે.
તથા સાધુ તથા શ્રાવકને અનાગતાદિ દશ પ્રકારનું દેશથી ઉત્તરગુણ પચ્ચક્ખાણ હોય છે.
અનાગત, અતિકાન્ત, કોટિસહિત; નિયંત્રિત, સાકાર, અનાકાર, પરિમાણકૃત, નિરવશેષ સાંકેતિક, અબ્રા એ દશ દેશથી ઉત્તર ગુણ પચ્ચક્ખાણ થાય છે.
સાંકેતિકના આઠ ભેદ-અંગુઠ્ઠસહિઅ, મુઠ્ઠિસહિઅ, ગંડ સહિઅ, ઘરસહિઅ, પ્રસ્વેદસહિઅ, ઉસ્સાસસહિઅ, ચિબુકસહિઅ, જોઈસસહિઅ.
સાંકેતિક પ્રત્યાખ્યાનો નમુક્કાર સહિઅ વગેરેની સાથે પણ લઈ શકાય છે. કેમ કે તેથી વખત પૂરો થવા છતાં પચ્ચક્ખાણ ચાલુ રહી શકે છે.
અને અભિગ્રહ પચ્ચક્ખાણ તરીકે છૂટા પણ લઈ શકાય છે જેથી વિરતિનો અભ્યાસ ચાલુ રાખી શકાય છે. સાંકેતિક વિના પણ નમુક્કાર સહિઅ વગેરે લેવાય, ત્યારે મહત્તરા અને સવ્વસમાહિ૦ એ બે આગાર લેતા નથી.
અદ્ધા પચ્ચક્ખાણના ૧૦ ભેદ - નમુકકાર સહિઅ, પોરિસી, પુરિમડ્જ, એકાસણ, એકલઠાણ, આયંબિલ-નીવિ, અભકતાર્થ [ઉપવાસ], ચરિમ, અભિગ્રહ, વિગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org