________________
૪૦૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
જાણ થઈ. અનાબૂટ સાથે આવીને લડાઈ કરી પરંતુ પછી કૃષગની ઓળખાણ આપવાથી તેની સાથે પરણાવી. દુષ્ણસહ પણ બહેન પાસે દ્વારકા આવીને બહેનને મોટો દાય આપી ગયો.
૩૯. સત્યભામા : આ મથુરાના ઉગ્રસેન રાજાની પુત્રી અને રાજુલની મોટી બહેન હતી. અને કૃણ તેને પરણ્યા હતા.
૪૦. રુકિમણી : વિદર્ભ દેશમાં ડિનપુર નગરના ભેવક રાજાની વિદ્યુન્મતી રાણીથી જન્મેલા રુકિમકુમાર અને રુકિમણી કન્યા હતાં. એ વાતની કૃષ્ણને નારદે ખબર આપી, અને એ જ રીતે રુકિમણીને કૃષ્ણના ગુણો સંભળાવ્યા. બન્નેયને પરસ્પર અનુરાગી કર્યા. પરંતુ રુકિમણીનું શિશુપાલના દમઘોષની સાથે સગપણ કર્યું. રુકિમણીની ફઈએ કહ્યું કે, “રુક્મિણી ! બાળપણમાં અતિમુક્તક મુનિએ કહ્યું હતું કે-“રુકિમણી વાસુદેવની મુખ્ય પટ્ટરાણી થશે. તે યાદ છે કે ? તું ડરીશ નહીં. કૃષણ વાસુદેવ શિશુપાલ અને જરાસંધને પણ મારશે. એવી વાત ચાલે છે અને તને પરણશે. કહે તો બોલાવું?”
ફઈબા ! તમે મારા હિતસ્વી છો ! તમને ઠીક પડે તેમ કરો.” - કૃષ્ણને કાગળ લખી દ્વારકાથી તેડાવ્યા. અને નાગમંદિરમાં પૂજા નિમિત્તે મળવાનો સંકેત ગોઠવ્યો. કૃષ્ણ આવી નાગમંદિરમાંથી રુક્મિણીનું હરણ કરી ના મંદિરના ગભરાયેલા રક્ષકોને જે રુકિમ કુમારને સમાચાર આપવા મોકલ્યા. રુક્તિ લડવા આવ્યો. રુકિમના પરાક્રમથી ભય પામતી રુક્મિાગીને પોતાના બળની- વજ જેવો હીરો ચપટીમાં ચોળીને અને સાત ઝાડને એક ઝપાટે વીંધી નાંખીને- કૃષ્ણ ખાતરી કરાવી. પોતે રુકિમણી સહિત એક બાજુએ રહી, બળભદ્રને રુક્તિ સામે લડવા ઊભા રાખ્યા. રુકિમાણીની વિજ્ઞપ્તિથી રુકિમને અભય આપી લડતાં તેને હરાવ્યો, અને ડાબા હાથનો અંગૂઠો કાપ્યો. તે લડતો બંધ પડ્યો. પરંતુ બહેનને પાછા લાવ્યા વિના શહેરમાં પ્રવેશ ન કરવાની પ્રતિજ્ઞા કરેલી હોવાથી બીજું ભોજકૃત નામનું નગર વસાવ્યું. રુકિમાણીને આ બાબતની ખબર કરવામાં આવી. આગળ ચાલીને દ્વારકામાં જતાં પહેલાં સારી ભૂમિમાં કૃષણ રહ્યા અને ત્યાં વિવાહ કરવાનો વિચાર રાખ્યો. સિદ્ધાર્થ સારથિને આજ્ઞા આપી. પરંતુ નગરવાસીઓના આવ્યા પહેલાં યક્ષોએ આવીને વિવાહ-મહોત્સવ પૂરો કર્યો. ત્યાં એક મંદિરમાંથી લક્ષ્મીદેવીની મૂર્તિને ઠેકાણે રુકિમણીની મૂર્તિ બેસાડી અને તેને પટરાણી કરવાનું વચન આપ્યું, મૂર્તિથી સૌ વિસ્મય પામ્યા. છેવટે દ્વારિકામાં જઈ વડીલોની સમ્મતિ મેળવી રુક્મિાણીને પોતાના ભવનથી વાયવ્ય દિશાના મહેલમાં રાખી. એવામાં સત્યભામાએ નવવધૂને જોવા માંગણી કરી. એટલે કૃષ્ણ “લક્ષ્મીના ઉદ્યાનમાં મૂકી આવ્યો છું.” એમ કહ્યું. એટલે પરિવાર સહિત સત્યભામાં ત્યાં ગયા. અને લક્ષ્મીને બદલે ગોઠવેલી રુક્મિણીને લક્ષ્મી સમજીને તેને પ્રણામ કર્યા, ને સર્વ સ્ત્રીઓ કરતાં વધારે સૌભાગ્ય માગ્યું. રુકિમણીએ "તથાસ્તુ” કહ્યું. તેવામાં કૃષ્ણ બધો ભેદ ભાંગ્યો. અને સત્યભામાને ખોટું લાગ્યું. એમ ચાલ્યા કર્યું. પ્રદ્યુમ્ન ચરિત્રમાં વિશેષ હકીકત જેવી.
અનુક્રમે રુક્મિણી વગેરે પટ્ટરાણીઓએ શ્રી નેમીશ્વર પ્રભુ પાસે ધર્મ સાંભળી દીક્ષા લઈ મોક્ષ પ્રાપ્ત કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org