________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪૦૫
પછી અવસરે અમીતતેજ મુનિરાજને હાથ કપાવાનું કારણ પૂછયું. મુનિરાજે જણાવ્યું કે, “મહાવિદેહમાં મહેન્દ્રપુરના નરવિક્રમ રાજાની લીલાવતી પત્નીથી સુલોચના પુત્રી જન્મી હતી. તેને કોઈએ આવીને એક વિલક્ષણ પોપટ ભેટ આપ્યો. પોપટ સીમંધર સ્વામીના મંદિરમાં પ્રભુ પ્રતિમા જોઈને જાતિસ્મરણ પામ્યો. “પૂર્વભવમાં સાધુપણામાં જ્ઞાન ખૂબ મેળવેલું. પરંતુ આચારની શિથિલતાથી જ્ઞાન છતાં રાજપોપટ તિર્યંચ થયો છું. માટે હવેથી પ્રભુનાં દર્શન કરીને જ ખોરાક લેવો, એવો નિયમ કર્યો.” સુલોચના સાથે ખોરાક લેતાં પહેલાં તેને આ નિયમ યાદ આવવાથી દર્શન કરવા ઊડી ગયો. ત્યાંથી પાછો આવીને ઝાડ ઉપર આવી બેઠો. રાજસેવકો સુલોચનાની અધીરાઈથી શોધ કરવા નીકળી પડ્યા. પોપટને પકડ્યો ને રાજકુમારીને સોંપ્યો. ફરીથી પોપટનો વિયોગ ન થાય માટે તેની પાંખો કાપી નાંખી પોપટે અનશન કર્યું તે પહેલા દેવલોકમાં ઉત્પન્ન થયો. સુલોચના પણ તેની દેવી થઈ. ત્યાંથી પોપટ શંખ, અને સુલોચના કલાવતી થઈ. પાંખો કાપવાથી હાથ કપાયા. કર્મવિપાક કોઈને છોડતો નથી.” મુનિરાજની આ વાત ઉપરથી બન્નેય જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. પુણ્યકલશ પુત્રને રાજ્ય આપી દીક્ષા લીધી. ચારિત્ર પાળી સ્વર્ગમાં ગયા. ત્યાંથી મનુષ્યભવ પામી મોક્ષમાં જશે.
૩૨. પુષ્પચૂલા : અર્ણિકાપુત્રની કથામાં આ કથા જોઈ લેવી.
૩૩. પદ્માવતી : રિટનગરના રૂધિર રાજાની શ્રી પત્નીની પુત્રી પદ્માવતી હતી. તેના સ્વયંવર મંડપ વખતે જઈને કૃષણ તેનું અપહરણ કરી લાવી પરણ્યા હતા. પાછળથી તેના પિતાએ પણ સમ્મતિ આપી. દાસીઓ વગેરે મોકલી આપ્યું હતું.
૩૪. ગૌરી: સિંધના વીતભવ નગરના મેરુ રાજાની ચંદ્રમતી રાણીથી ગૌરી નામની પુત્રી ઉત્પન્ન થઈ હતી. તેના પિતાએ રાજીખુશીથી પ્રધાન પુરુષો મોકલાવી કૃષ્ણ સાથે પરણાવી હતી.
૩૫. ગાંધારી : ગંધર દેશની પુકલાવતી નગરીના નગ્નતિ રાજાની મમતી રાણીને ગાંધારી પુત્રી હતી. વિશ્વસેન પુત્ર હતો. તેના ભાઈની સમ્મતિથી બલભદ્ર સાથે જઈને કૃષણ તેને દ્વારકા લાવીને પરણ્યા હતા.
૩૬. લક્ષ્મણા: સિંહલદ્વીપના હિરણ્યસેન રાજાની સુકુમાલ રાણીથી લક્ષ્મણા કન્યા અને દ્રુમસેન પુત્ર જન્મ્યાં હતાં. કૃષ્ણ દૂત મોકલીને તેની માંગણી કરી, પરંતુ તેનો ભાઈ તેને દક્ષિણ સમુદ્ર તરફ લઈ જઈ રક્ષણ કરતો હતો. બલભદ્ર અને કૃષણે ત્યાં જઈ તેની સાથે યુકિત કરી, લાવીને કૃષણ લક્ષ્માગાને પરણ્યા.
૩૭. સુસીમા : સુરપુરી નગરીના રાષ્ટ્રવર્ધન રાજાની વિનયવતી રાણીથી નમુચિ પુત્ર અને સુસીમા જન્મ્યાં હતાં. તે ભાઈ-બહેન પ્રભાસ તીર્થમાં સ્નાન કરવા ગયાં. તેની કૃષણને જાણ થતાં નમુચિ સાથે લડાઈ કરી સુસીમાને પરણ્યા.
- ૩૮. જંબૂવતી : ગગનનંદન નગરના જંબૂવત વિદ્યાધર રાજાની શ્રીમતી રાણીથી દુuસહ કુમાર અને જંબૂવતી કન્યા જમ્યાં હતાં. ચારણ મુનિએ કહ્યું કે, “આ કન્યા ભરતાર્થના સ્વામીની ગૃહિણી થશે.” એ ઉપરથી તેના પિતા ગંગા કિનારે રહ્યા. જંબૂવતી ગંગામાં સ્નાન કરે છે. તેની કૃષ્ણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org