________________
૪૦૪
પંચ પ્રતિકમાગસૂત્રો
મથુરા સિવાયનું બધું રાજ્ય લઈ લીધું. કૃષ્ણ દ્વારિકામાં આવ્યા. એક વખત શ્રી નેમિનાથ પ્રભુને મથુરામાં કુંતી સપરિવાર વંદન કરવા ગઈ. ત્યાં પાંચ પાંડવો અને સાસુ-વહુએ બાર વ્રત લીધા. છેવટે પાંડવો પુત્રોને રાજ્ય સોંપી દીક્ષા લઈ મોક્ષમાં ગયા. દ્રૌપદી અને કુંતીએ પણ દીક્ષા લીધી. દ્રોપદી બહુ તપ કરી શ્રી શત્રુંજય જઈ આયુ:ક્ષયે પાંચમે દેવલોકે ગઈ. ત્યાંથી મોક્ષ પામશે.
૩૦. ધારિણી : ચંદનબાલાની કથામાં આ કથા આવી ગઈ છે.
બીજી ધારિણી : ઉજજયિનીના ચંડપ્રદ્યોતના ગોપાળ અને પાલક એ બે ભાઈ હતા. ગોપાળે ધર્મઘોષસૂરિ પાસે દીક્ષા લીધી. પાલકને દંતિવર્ધન અને રાષ્ટ્રવર્ધન નામે બે પુત્ર હતા. પાલકે પણ દંતિવર્ધનને રાજ્ય અને રાષ્ટ્રવર્ધનને યૌવરાજ્ય આપી દીક્ષા લીધી. રાષ્ટ્રવર્ધનની સ્ત્રીનું નામ ધારિણી હતું. તેને અવંતીસેન નામનો પુત્ર થયો હતો. તેના પર આસકત મોટા ભાઈએ નાના ભાઈને મારી નાખ્યો. સગર્ભા ધારિરી નાસીને કૌશાંબી ગઈ અને ત્યાં દીક્ષા લીધી. ગર્ભ વધ્યો. ગુરુણીએ હાક મારીને કારણ પૂછ્યું. ત્યારે ધારિણીએ “દીક્ષા આપો નહીં, માટે જ ગર્ભ છપાવ્યો હતો.” પુત્રનો જન્મ થયો, તેને રાજ્યના આંગણામાં મૂકી આવી. ત્યાંના અવંતીસેન રાજાએ પુત્ર તરીકે ઉછેર્યો ને નામ મણિપ્રભ પાડ્યું. રાજાના મરણ પછી તે રાજા થયો. આ તરફ ભાઈના ઘાતથી દંતવર્ધિનને પસ્તાવો થયો. અવંતીસેનને ગાદી આપી દીક્ષા લીધી. અવંતીસેને દંડ લેવા કૌશામ્બીને ઘેરો ઘાલ્યો. પણ સાધ્વીએ આવી બન્નેય ભાઈઓને ઓળખાવ્યા. બન્નેય ઉજ્જયિની આવ્યા અને ઉપદેશથી બાર વ્રત લીધા. ધારિણી ચારિત્ર પાળી મોક્ષમાં ગયા.
૩૧. કલાવતી: દેવશાળ નગરના રાજા વિજયસેનની શ્રીમતી પત્નીથી ઉત્પન્ન થયેલ જયસેનની આ બહેન, ગજ શેઠના પુત્ર દત્તે બતાવેલા ચિત્ર ઉપરથી મંગલદેશના શંખપૂરના શંબરાને “દેવ કોણ ? ગુરુ કોણ ? તત્ત્વ શું ? સત્વ શું ?” એ ચાર પ્રશ્નના સરસ્વતીના પ્રભાવથી રાજાએ પૂતળી ઉપર હાથ મૂકવાથી જવાબ મેળવી પરણી હતી.
એક વખત સ્વપ્નમાં કલાવતીએ અમૃતકુંભ જોયો. તે ઉપરથી તેને ઉત્તમ પુત્ર થવાની રાજાએ આગાહી કરી. આઠ માસ ને વીસ દિવસ થયે તેનો ભાઈ તેડવા આવ્યો, પણ રાજાએ મોકલી નહીં. ત્યારે બે બેરખા અને વસ્ત્ર આપીને સ્વદેશ ગયો. ગોખમાં બેઠા બેઠા સખીઓ સાથે બેરખા મોકલનાર પિતાના પ્રેમની વાત નીચે ચાલ્યા જતા રાજાએ સાંભળી. રાણીના ચારિત્ર ઉપર વહેમ પડવાથી તેના હાથ કાપવાનો ચંડાળોને હુકમ આપ્યો. ચંડાળોએ વનમાં લઈ જઈ હાથ કાપી નાંખ્યા. પતિનો આ હુકમ આનંદથી તેણે માન્ય કર્યો. વનમાં રાણીને પુત્ર પ્રસવ્યો. નદીનું પૂર આવ્યું. શિયળના પ્રભાવથી હાથ નવા ઊગી નીકળ્યા. ત્યાંથી તે તાપસના આશ્રમમાં રહી.
આ તરફ કાપેલા હાથ પરના બેરખા ઉપર જયસેન નામ વાંચી સખીઓથી ખુલાસો મેળવી રાજા પશ્ચાત્તાપ કરવા લાગ્યો, ને અગ્નિમાં પડવા તૈયાર થયો. પરંતુ ગજ શેઠ તથા અમીતતેજ મુનિરાજાના ઉપદેશથી વનમાં જઈ જિન પૂજા કરી મન શાંત કરવા પ્રયત્ન કરવા લાગ્યો. અને કલાવતીને શોધવા દત્તને મોકલ્યો. દત્ત તાપસાશ્રમમાંથી પુત્ર સહિત લાવ્યો અને રાજાને સોંપી. રાજાએ ક્ષમા માગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org