________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪૦૭
૪૧-૪૨-૪૩-૪૪-૪૫-૪૬-૪૭. યક્ષા, યક્ષદિન્ના, ભૂતા, ભૂતદિન્ના, સણા, વણા, રાણા : સ્થૂલભદ્રની સાત બહેનો હતી. તેઓને અનુક્રમે એક વાર, બે વાર, ત્રણ વાર એમ સાત વાર સાંભળવાથી જે સાંભળે, તે યાદ રહી જતું હતું.
પર્યુષણ પર્વમાં પોતાના ભાઈ શ્રીયકમુનિને સમજાવીને ઉપવાસનું પ્રત્યાખ્યાન કરાવવાથી તેનું મૃત્યુ થતાં ખેદ થવાથી કાઉસ્સગ્ન કરી શાસનદેવની આરાધના કરી. શ્રી સીમંધર સ્વામી પાસે જઈ, શ્રીયકના મરણનો ખુલાસો મેળવી આશ્વાસન મેળવ્યું હતું. તે વખતે પરમાત્માએ ચાર ચૂલિકાઓ આપી હતી. તે આવીને શ્રી સંઘને અર્પણ કરી. સંઘના અગ્રણી પુરુષોએ બે દશવૈકાલિકને અંતે અને બે આચારાંગને અંતે સ્થાપી.
સ્થૂલભદ્ર મુનિને વંદન કરવા માટે તે સાતેય બહેનોએ આચાર્ય મહારાજની આજ્ઞા માંગી, ત્યાં ગયા. તેવામાં ત્યાં સિંહ જોવાથી પાછા આવ્યા. આચાર્યશ્રીએ ફરીથી મોકલ્યા ત્યારે મૂળ સ્વરૂપમાં સ્થૂલભદ્ર મુનિને વંદન કરી પાછા વળ્યા. વગેરે હકીકત શ્રી સ્થૂલભદ્ર સ્વામીના ચરિત્રમાંથી જોઈ લેવી. અનુક્રમે તપશ્ચર્યા કરી સાતેય બહેનો આરાધક થઈ સ્વર્ગમાં ગઈ.
- —* * *અહીં કથાઓ પૂરી થાય છે. પરંતુ ઇચ્ચાઈ- ઈત્યાદિ એ શબ્દથી ટીકાકાર આચાર્ય મહારાજશ્રીએ શીલવતી, નંદન્તી, રોહિણી, રતિસુંદરી અને શ્રીમતી એ પાંચ સતીઓની કથાઓ અધિક આપી છે, તે નીચે પ્રમાણે ટૂંકમાં આપીએ છીએ.
૪૮. શીલવતી : જંબૂદ્વીપના દક્ષિણ ભરતખંડમાં નંદપુર નગરના અમર્દન રાજાના રાજ્યમાં રત્નાકર નામના શેઠની શ્રી નામની પત્નીથી અજિતસેન નામનો પુત્ર અજિતબળા નામની દેવીની આરાધનાથી જન્મ્યો હતો. તે મંગળપુરીના જિનદત્ત શેઠની શીલવતી પુત્રીને પરણ્યો હતો.
એક દિવસે રાતમાં ઊઠીને શિયાળનો શબ્દ સાંભળી શીલવતી ઘડો લઈ નદીએ ગઈ ને થોડી વારે પાછી આવી. ઘડો બાજુએ મૂકી સૂઈ ગઈ. સસરો આ જોઈ શંકાશીલ થયો. પોતાની પત્નીને તથા પુત્રને પણ ટૂંકમાં આ વાત સમજાવી. તેના પિતાને ઘેરથી શીલવતીને બોલાવવાના સમાચારનું બહાનું બતાવીને રથમાં બેસાડી આગળ ચાલ્યા.
રસ્તામાં નદી આવી ને પગમાંથી પગરક્ષક ઉતારીને ઊતરવાનું કહ્યું. આ શીલવતી તે સહિત ઊતરી. શેઠે વિચાર્યું કે-“કેવી વિવેક વગરની છે ? આવી વહુને શું કરે ?” આગળ ચાલતાં મગનું ક્ષેત્ર આવ્યું. શેઠે કહ્યું “વાહ! ખેતરવાળો ન્યાલ થઈ જશે.” વહુએ કહ્યું - “કોઈ ખાઈ જશે નહીં તો, નહીંતર નહીં.” “અરે ! આ વહુ તો અવળચંડી પણ લાગે છે.”
આગળ ચાલતાં સમૃદ્ધ શહેર આવ્યું, ત્યારે સસરાએ કહ્યું-“બહુ સરસ નગર.” વહુએ કહ્યું: “ઉજ્જડ હોત તો વધારે સારું થાત.” સસરે વિચાર્યું કે “આ તો મકરીખોર છે.” આગળ ચાલતાં એક શસ્ત્ર-પ્રહારોથી પડેલા સુભયને જોઈ તેના પરાક્રમના સસરાએ વખાણ કર્યાં. વહુએ કહ્યું “એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org