________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૪૦૧
આપી મહાવીર પ્રભુ પાસે જઈને પોતાના અંત:પુરના સતીત્વ વિષે ખુલાસો પૂછયો. પ્રભુએ કહ્યું-“તારી દરેક સ્ત્રી પવિત્ર છે. ચિલ્લણા માટે તને વહેમ પડ્યો છે. તેનું કારણ-ગઈ કાલે તેણે એક સાધુને નદી કાંઠે કાયોત્સર્ગમાં ઊભા રહેલા જોયેલા. રાતમાં પોતાનો હાથ બહાર રહેવાથી ઠંડીમાં ઠરી ગયો. તે પરથી પેલા મુનિ તેને યાદ આવ્યા. તેની તેને ચિંતા થઈ.” આ ઉપરથી “તે ધર્માનુરાગી અને સતી છે.” એમ ખાતરી થતાં શંકા દૂર થવાથી અભયકુમારે યુક્તિ કરી શહેરની અંદર હસ્તિશાળાના ઘાસ વગેરે સળગાવેલા, અંત:પુર સળગાવ્યું માની તેના પર ક્રોધ કરી “મોં ન બતાવવા.” કહ્યું. અભયકુમારે સીધા જઈ પ્રભુ પાસે દીક્ષા લીધી.
ચિલણાએ પણ અનુક્રમે પ્રભુ પાસે દીક્ષા લઈ મોક્ષ પ્રાપ્ત કર્યો.
૨૧-૨૨. બ્રાહ્મી અને સુંદરી : ઋષભદેવ પ્રભુની આ બન્નેય પુત્રીઓ હતી. બ્રાહ્મીને પ્રભુએ અઢાર લિપિ શીખવી હતી. સુંદરીને ગણિત શીખવ્યું હતું. પ્રભુને કેવળજ્ઞાન થયા પછી અનુક્રમે ભારતના પાંચસો પુત્રોએ અને પૌત્રોએ દીક્ષા લીધી. તે વખતે બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી. પરંતુ ભારતના આગ્રહથી સુંદરીએ દીક્ષા ન લીધી. છતાં સાઠ હજાર વર્ષ સુધી આયંબિલ તપ કરી ઘણાં કર્મો ખપાવી નાંખ્યાં. તેવામાં પ્રભુ તે તરફ પધાર્યા. ભરતે સુંદરીની ક્ષમા માંગી તેને દીક્ષા લેવાની સમ્મતિ આપી. એ બન્નેય બેનો બાહુબળીજીને પ્રતિબોધ આપવા ગયા હતા. અનુક્રમે કેવળજ્ઞાન પામી બન્ને બહેનો અષ્ટાપદ પર્વત ઉપર મોક્ષમાં ગયાં.
૨૩. રુકિમણી : આ મિાગી કૃષણના પટરાણી ન હોવા જોઈએ. કેમ કે તેનું નામ આગળ ૧૧ મી ગાથામાં આવે છે. તેથી આ રુકિમણી કોઈ બીજ હોવાં જોઈએ. પરંતુ ભરતેશ્વર બાહુબળી વૃત્તિમાં તે વિષે જુદી કથા ન હોવાથી અમે આપી શક્યા નથી.
૨૪. રેવતી : પ્રભુ મહાવીર પ્રભુ પર શ્રાવસ્તીમાં ગોશાળાએ મૂકેલી તેજોલેશ્યાને લીધે, પ્રભુ લોહીના અતિસારથી છ માસ સુધી પીડાયા બાદ મુનિઓની વિજ્ઞપ્તિથી અને એક વૈદ્યની સૂચનાથી સિંહ મુનિએ રેવતી શ્રાવિકાને ત્યાંથી નિર્દોષ કોળાપાક લાવી પ્રભુને વપરાવ્યો, અને રોગ શાંત થયો. રેવતીનું એ ઔષધ પ્રભુના ઉપયોગમાં આવવાનું હોવાથી તેણે એટલા બધા ભાવપૂર્વક વહોરાવ્યું કે તેણે તીર્થકર નામ કર્મ બાંધ્યું, તેથી આવની ચોવીસીમાં સત્તરમાં સમાધિ નામના તીર્થંકર થઈ મોક્ષમાં જશે.
૨૫. કુંતી : આ શૌરીપુરના અંધકવૃષ્ણિ રાજાના દશ દશાહે પુત્રોની બહેન હતી. તેને પાંડવોના પિતા પાંડુરાજા પરણ્યા હતા. અનિલગતિ વિદ્યાધરને મદદ કરવાથી તેને પાસેથી મેળવેલી મુદ્રિકા અને કામુક ઔષધિ વડે, પાંડુરાજાના ચિત્રથી મોહ પામેલી પાંડુરાજા ન મળવાથી ગળે ફાંસો ખાતી કુંતીને બચાવી, સખીઓના આગ્રહથી ગાંધર્વ વિવાહથી રાજા પરણ્યા ને ગર્ભ રહ્યો. પુત્રનો જન્મ થયો, તેને છૂપી રીતે પેટીમાં મૂકીને ગંગામાં વહેવડાવ્યો. તે પેટી હસ્તિનાપુરે ગઈ. ત્યાં સુત નામના સારથિએ લઈ ઘેર લઈ જઈ, કાન પાસે હાથ રાખીને સૂતેલા બાળકને બહાર કાઢી તેની પત્નીને આપ્યું, અને તેનું નામ કર્ણ પાડ્યું. પછી અંધકવૃષ્ણિએ પુત્રીની હકીકત જાણીને પાંડુ સાથે પરણાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org