________________
૪૦૨
પંચ પ્રતિકમાણસૂત્રો
અને મદ્રક રાજાએ માદ્રી પુત્રી પણ તેની સાથે પરણાવી. સુબલ રાજાએ ગાંધારી વગેરે આઠ કન્યાઓ ધૃતરાને પરણાવી. કુંતીને-યુધિષ્ઠિર ભીમ અને અર્જુન એ ત્રણ પુત્રો થયા. માદ્રીને નકુલ અને સહદેવ એ બે પુત્રો થયા. ગાંધારીને દુર્યોધન વગેરે સો પુત્રો થયા. કુંતીએ યુધિષ્ઠિર પાસે નાસિક પાસે ચંદ્રપ્રભ સ્વામીનું ચંદ્રરત્નમય દહેરાસર કરાવ્યું. પાંડુ રાજા, યુધિષ્ઠિરને રાજ્ય આપી દીક્ષા લઈ સ્વર્ગે ગયા. યુધિષ્ઠિરે માતા સહિત શ્રી શત્રુંજયગિરિની યાત્રા કરી અને આ તીર્થનો ઉદ્ધાર કર્યો. કુંતીએ શ્રીને મીશ્વર પ્રભુ પાસે ધર્મ શ્રવણ કરી ધર્મમાં દઢ થયા.
પછી પાંડવોનો વનવાસ, કૌરવો સાથે યુદ્ધ વગેરે પ્રસિદ્ધ હોવાથી લખતા નથી. છેવટે પાંડવોએ પુત્રોને રાજ્ય સોંપી માતા તથા પત્નીઓ સહિત દીક્ષા લીધી ને મોક્ષે ગયા. દ્રૌપદી પાંચમે દેવલોક
ગઈ.
૨૬. શિવા : વિશાળા નગરીના ચેટક રાજાની પુત્રી શિવાનું લગ્ન ઉજજયિનીના ચંડપ્રદ્યોત સાથે થયું હતું. દેવે આપેલા કષ્ટથી તે પોતાના સતીત્વથી લેશ માત્ર ચલિત થઈ ન હતી. ઉજ્જયિની ઘણી વખત આગ લાગતી હતી. તે શાંત કરવા અભયકુમારની સલાહથી શિવાદેવી સતીના હાથે દરેક ઘેર પાણી છંટાવ્યું, ને અગ્નિ લાગવો બંધ થયો. છેવટે શ્રીવીર પરમાત્મા પાસે દીક્ષા લઈ તપશ્ચર્યા કરી શિવાદેવીએ મોક્ષ પ્રાપ્ત કર્યો.
૨૭. જયંતી : સહસ્ત્રાનીક રાજાની પુત્રી, શતાનિક રાજાની બહેન, મૃગાવતી રાણીની નણંદ અને ઉદયન રાજાની ફઈ, જયંતી શ્રાવિકા ઘણી વિદુષી અને પ્રભુ મહાવીર દેવની પરમ શ્રાવિકા હતી. તેણે પ્રભુને ઘણા પ્રશ્નો પૂછીને ખુલાસા મેળવ્યા છે. અને છેવટે દીક્ષા લઈ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. આ પ્રશ્નો શ્રી ભગવતી સૂત્રમાં વિસ્તારથી આવે છે.
૨૮. દેવકી : વિદેશમાં ફરતા કૃતિકાવતી નગરીમાં જઈ ચડેલા વસુદેવ સાથે કંસના પિતરાઈ દેવક રાજાએ પોતાની દેવકી પુત્રી પરણાવી. અને નંદ નામને એક ક્રોડ ગાય સહિત દશ ગોકુળનો નાયક ગોવાળ ભેટ આપ્યો. ચાલતે વિવાહ ઉત્સવે કંસના ભાઈ અતિમુક્તક મુનિ પારણા માટે આવ્યા. ત્યારે કંસની પત્ની અને જરાસંઘની પુત્રી જીવયશા દારૂ પીને મદોન્મત્ત થઈ મુનિને પોતાની સાથે નાચવા આમંત્રણ આપવા લાગી. મુનિએ કહ્યું કે “આ દેવકીનો છોકરો તારા ધણી અને તારા બાપને મારશે.” એ સાંભળતાં જ તેનો મદ ઊતરી ગયો કે કંસને વાત કરી. કંસે વસુદેવ સાથે મૈત્રી કરી, “ગુપ્તપણે બાળકો ઉછેરવામાં આવે, તો પોતે બચે, એમ દેવે સ્વપ્નમાં કહ્યું છે, માટે મને તમારાં બાળકો આપતા રહેજો.” વસુદેવ અને દેવકીએ કબૂલ કર્યું, પરંતુ હરિણગમેલી દેવે વચ્ચેથી જ છે બાળકો ઉપાડીને ભદિલપુરના નાગ શેઠને ત્યાં મૂક્યાં અને તેની પત્ની સુલસીના છ મૃત પુત્રો કંસના હાથમાં મૂક્યા. તે તેઓને પથ્થર પર પછાડીને મારી નાંખે, દેવકીના છ પુત્રોનાં નામ અનીયશ, નભ, સેન, વર્જિતસેન, નિહારિ, દેવયશા, શત્રુસેન.
સાતમો ગર્ભ ન આપતાં તેને નંદને ત્યાં મૂકો અને નંદની પત્ની યશોદાથી થયેલો કંસને આપ્યો. વારંવાર બહાનાં કાઢીને નંદને ત્યાં જઈ દેવકીપુત્રને મળી આવે. અનુક્રમે દેવકીએ પ્રભુ નેમિનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org