________________
૪૦૦
પંચ પ્રતિકમાણસૂત્રો
ચિત્ર શાળામાં, રાણીનો અંગૂઠો બારીમાંથી જોયેલો તે પરથી સર્વાગ રાણીને ચિત્રી કાઢતાં, તેના સાથળ પર તલ ચીતરવાથી રાજાને તે ચિતારા અને રાણી પર શંકા ગઈ અને ક્રોધ ઉત્પન્ન થયો, તેને મારી નાંખવાની તૈયારી કરી, બધા ચિતારાઓના કહેવાથી યક્ષનું વરદાન જાણવા છતાં કુબ્બા દાસીનું મોં બતાવી આખું ચિત્ર ચીતરી આપ્યું, તે જેવા છતાં, તેના પરથી રાજાનો ક્રોધ ન ગયો. ચિતારાએ મનમાં ક્રોધ રાખીને હેરાન કરવા મૃગાવતીનું ચિત્ર ચંડપ્રદ્યોતને બતાવ્યું. ચંડપ્રદ્યોતે રાણીની માંગણી કરી. શતાનિકે નકારી. પ્રદ્યોત લશ્કર લઈ કૌશામ્બી પર ચડી આવ્યો. મોટું લશ્કર જોઈ શતાનિક અપસ્મારના રોગથી મરી ગયો. રાણીએ કહેવરાવ્યું કે-“હાલમાં પાછા જાઓ. રાજકુમાર બાળક છે, તે મોટો થયે, તમારી ઈચ્છા પાર પાડીશ. અને મારા ત્યાં આવ્યા પછી બાળક કુમારને શત્રુઓ હેરાન ન કરે, માટે તેને એક મજબૂત કિલ્લો બંધાવી દેવાની જરૂર છે. તો જે આપ ઉજ્જયિનીથી ઈંટો પૂરી પાડે, તો તે કામ પાર પડે, અને પછી આપનો મનોરથ પણ પાર પડે.
ચંડuદ્યોત આ સમાચારથી અત્યન્ત ખુશ થયો. અને લશ્કર ઉપાડી પોતાને નગરે ગયો. માણસોની એવી ગોઠવણ કરી કે ઉજજયિનીની ઈંટો હાથોહાથ ઠેઠ કૌશામ્બી પહોંચાડી દીધી. રાણીએ શાંતિથી શહેરને મજબૂત કિલ્લાથી સુરક્ષિત બનાવી દીધું. તેવામાં દૂતે આવીને રાણીને ઉજજયિની આવવા માંગણી કરી. રાણીએ કહ્યું કે, “તારા રાજાને કહેજે કે હું મનથી પણ તને ચાહતી નથી, તો કાયાની વાત જ શી ? માત્ર યુક્તિ કરીને અવસર ટાળવા પૂરતી જ મારી ગોઠવણ હતી. હવે મૂર્ખ થાઓ મા. મારી આશા રાખવી નહીં.” આ સાંભળી કાળજાળ પ્રદ્યોત ચડી આવ્યો. પણ કૌશામ્બી નગરીને કિલ્લાથી સુરક્ષિત જોઈ તેનું કાંઈ વળ્યું નહીં
તેવામાં પ્રભુ ત્યાં સમોસર્યા. રાણી દરવાજા ઉઘાડી નાંખી પ્રભુની દેશના સાંભળવા ગઈ. પ્રદ્યોત પણ ત્યાં આવ્યો. પ્રભુની દેશના સાંભળી તથા “જે તે-તે તે” ની હકીકત સાંભળી રાણીને વૈરાગ્ય થવાથી ચંડuદ્યોતનો વિરોધ શમી જવાથી દીક્ષા લીધી. ચંડપ્રદ્યોતે ઉદયનને રાજ્ય પર બેસાડી કાયમ કર્યો.
પોતાના મૂળ વિમાને પ્રભુને વંદન કરવા બીજી પૌરૂષીએ સૂર્ય-ચંદ્ર આવેલા. તેથી પ્રકાશને લીધે રાત્રિ થયેલી ન જાણવાથી સૂર્ય-ચંદ્રગયા પછી વસતીમાં જતાં આર્યાચંદનબાળાએ ઠપકો આપવાથી પશ્ચાત્તાપ કરતાં મૃગાવતીને કેવળ જ્ઞાન થયાની વાત શ્રી ચંદનબાળાની કથામાં આવી ગયેલ છે. અનુક્રમે મૃગાવતી સાધ્વી પણ સર્વ કર્મ ખપાવી મોક્ષ પામ્યા.
૧૯. પ્રભાવતી : ચેટક મહારાજાના પુત્રી અને સિંધુ સૌવીરના ઉદયનરાજર્ષિની રાણી હતી. તેની કથા ઉદયન રાજર્ષિની કથાથી જાણવી.
૨૦. ચિદાણા : ચેટક રાજાની પુત્રી, અને શ્રેણિક રાજાની પટ્ટરાણી હતી. તે શ્રેણિક રાજાની પટ્ટરાણી કેવી રીતે થઈ તે સુલતાના ચરિત્રમાંથી જાણવું. અભયકુમારના પ્રયાસથી બંધાવેલા એક સ્તંભના રાજમહેલમાં રહેતી હતી. એક વખત ઊંઘમાં તેનાથી બોલાઈ જવાયું કે-“તેને કેમ હશે ?” તે પરથી શ્રેણિને તેના ચારિત્ર વિષે શંકા જવાથી અભયકુમારને અંત:પુર સળગાવી દેવાનો હુકમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org