________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૯૯
પ્રાપ્ત કર્યો.
૧૭. સુજવેકા : ચેટક રાજાની આ પુત્રીને પરણવા આવેલ શ્રેણિક રાજા તેની બહેન શેલણાને લઈ ગયો અને પરણ્યો તે વાત સુલસા સતીની કથામાં આવી છે. આથી સુઝાએ વૈરાગ્યથી શ્રી ચંદનબાળા પ્રવર્તિની પાસે દીક્ષા લીધી. સુજ્યુઝા સાધ્વી અગાસીમાં આતાપના લઈ તપશ્ચર્યા કરતા હતા. તેવામાં વિદ્યાસિદ્ધ પેઢાળ નામના વિદ્યાધરે તેને જોઈ મોહ પામી ભમરાનું રૂપ કરી યોનિ પ્રવેશ કરી પોતાનું શુક્ર તેમાં તેના અજાણતાં જ મૂકવાથી ગર્ભ રહ્યો. લોકોમાં “હા..હા..કાર” વર્તાઈ ગયો. પરંતુ જ્ઞાની મહાત્માએ બધી હકીકત કહેવાથી સુજયેષ્ઠા ઉપરની શંકા દૂર થઈ. તેના પુત્રનું નામ સત્યકિ પાડ્યું. તેણે કાળસંદીપન નામના વિદ્યાધરને માર્યો હતો. તેમજ પૂર્વભવથી સિદ્ધિ થવી અધૂરી રહેલી રોહિણીવિદ્યાની આ ભવમાં સિદ્ધિ કરી હતી. રોહિણીએ તેના કપાળમાંથી તેના શરીરમાં પ્રવેશ કરેલો તેથી તેને કપાળમાં તેજસ્વી ત્રીજું નેત્ર થયું. તેથી તે ત્રિનેત્રી કહેવાયો. કાળસંદીપને પોતાનાં ત્રણ શહેરોની વચમાં રક્ષણ મેળવીને રહેલો હતો. તે નગરોનો નાશ કર્યો. ત્યાંથી સમુદ્રમાં નાઠો તો ત્યાંથી પકડીને માર્યો, તેથી તેનું બીજું નામ ત્રિપુરારિ પણ પડ્યું. - સત્યકિ એટલો બધો વિષયલોલુપ થયો કે, તાપસોની પત્નીઓ અને રાજરાણીઓને પણ છોડતો નહીં. આકાશમાર્ગે નંદી નંદીશ્વર વિદ્યાધર મિત્રની મદદથી તે ઘણો જ દુન્ત થયો. જે તેની સામે થાય, તેને બાળીને ભસ્મ કરી નાંખે. શિવા દેવી સિવાય ઉજ્જયિનીના ચંપ્રદ્યોત રાજાની દરેક રાણીઓને તેણે શિયળથી ભ્રષ્ટ કરી મૂકી. આથી ક્રોધમાં આવીને રાજાએ તેને મારી નાંખનારની શોધ કરવા માંડી, પરંતુ તે કામ ઉમા નામની વેશ્યાએ ઉપાડ્યું.
બારીએ ઊભેલી ઉમાને જોઈ સત્યકિ પોતાના પુષ્પકેતન વિમાનમાં બેસારીને લઈ ગયો. અને તેની સાથે વિષયસુખ ભોગવ્યું, ને ઉમાપતિ તરીકે જાહેર થયો. ઉમાએ વિશ્વાસમાં લઈ તેના મરણનું કારણ-“વિષય ભોગવતાં વિદ્યાને બાજુમાં તલવારમાં સ્થાપન કરું છું. તે વખતે હું તદ્દન વિદ્યાના બળ વગરનો હોઉ છું.” એ જાણી લીધું. રાજાને કહેવાથી રાજાએ પત્રછેદ કુશળ નોકરને તેને મારવા મૂકયો. સત્યકિએ વિદ્યાને ખગમાં મૂકી ઉમા સાથે કામક્રીડા શરૂ કરી, કે પેલાએ ઉમા ન મરે તેમ સત્યકિને ખેંચીને મારી નાંખ્યો. નંદીશ્વરે રાજાને ધમકી આપી કે, “મારા મિત્રને મરાવી નાંખનાર તારું શહેર શિલાથી ચૂર્ણ કરી નાંખીશ.” રાજાએ કહ્યું કે, “તું શી રીતે પ્રસન્ન થાય ?' ત્યારે તેણે કહ્યું કે, “મારા મિત્રને જે સ્થિતિમાં મારવામાં આવ્યો છે, તે જ સ્થિતિમાં ગામે ગામ તેની પૂજા કરાવો.” આ ઉપરથી ઉજ્જયિનીને બ્રાહ્મણ ચંડપ્રદ્યોત રાજાએ ગામે ગામ મંદિરો બંધાવી તેમાં તેની પૂજા શરૂ કરાવી, જે આજે પણ ચાલુ છે. સત્યકિ અગિયાર રુદ્રમાંનો છેલ્લો રુદ્ર ગણાય છે.
સુકા તીવ્ર તપશ્ચર્યા કરી કર્મ ખપાવી મોક્ષ પામ્યાં.
૧૮. મૃગાવતી : ચેટક રાજાની આ પુત્રી કૌશામ્બીના શતાનિક રાજાની પત્ની હતી અને ઉજ્જયિનીના ચંડપ્રદ્યોતની વાસવદત્તાને પરણનાર પ્રસિદ્ધ ઉદયનની માતા હતી. એક અંગ ઉપરથી સર્વાગ સુંદર ચિત્ર ચીતરી શકવાની શક્તિનું યક્ષ પાસેથી વરદાન પામેલા પરદેશી ચિતારાએ રાજાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org