________________
૩૯૮
પંચ પ્રતિકમાણસૂત્રો
વનમાં એક તપસ્વી મહાત્માએ ધર્મોપદેશ આપી પૂર્વભવ કહ્યો કે
કનકરથ નામના રાજાની લક્ષ્મીવતી અને કનકોદરી નામની બે પત્નીઓ હતી. લક્ષ્મીવતી આહંત પ્રતિમાની પૂજા કરતી હતી, તે કનકોદરીએ સંતાડી દીધી. “તે સંતાડવાથી દોષ લાગે” એવી વાત સાધ્વીજી પાસેથી સાંભળીને તેણે પાછી મૂકી દીધી. પછી દીક્ષા લઈ વ્રત પાળી દેવલોકમાં ગઈ, ત્યાંથી ચ્યવીને તું અંજનાસુંદરી થઈ છો. તારાથી દેવલોકથી ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયેલો થોડા વખતમાં આ ભવમાં મોક્ષગામી પુત્ર જન્મશે.” આ સાંભળી અંજનાસુંદરીનું મન સ્વસ્થ થયું. અને ધર્મમાં વધારે ચિત્ત પરોવવા લાગી. ત્યાં વનમાં પર્વતની એક ગુફામાં તેને પુત્ર જન્મ્યો. તે વખતે અંજનાસુંદરીનું રુદન સાંભળી પ્રતિસૂર્ય નામનો વિદ્યાધર તેને બહેન ગણી વિમાનમાં બેસાડી પોતાના હનુરૂહ નગરે લઈ ગયો. રસ્તામાં વજ જેવો તે બાળક ખોળામાંથી પડ્યો, તે જે પર્વત ઉપર પડ્યો. જ્યાં પડયો, તે ભાગમાં પર્વતનું ચૂર્ણ કરી નાંખ્યું. અનુક્રમે હનુરુહનગરે પહોંચી તેનું હનુમાન એવું નામ પાડયું.
આ તરફ પવનજય આવી અંજના સુંદરીને મળવા ગયો. પરંતુ તેનો ક્યાંય પત્તો ન લાગવાથી અગ્નિમાં પડીને મરવાની તૈયારી કરી, તેના પિતાએ શોધ કરી, પણ પત્તો ન લાગવાથી જોવામાં તે અગ્નિમાં પડવા તૈયાર થયો, તેવામાં પ્રતિસૂર્ય વિદ્યાધર માતા પુત્રને લઈને હાજર થયો. સૌને હર્ષ થયો. ત્યાંથી સર્વ હનુરૂહ નગરે ગયા. ફરીથી વરુણ સાથેની લડાઈમાં પવનનું પરાક્રમ જોઈ રાવણ તેના પર પ્રસન્ન થયો હતો. પછી સૌ સ્વનગરે આવ્યા. તે વખતે સીતાનું હરણ થવાથી રામને તે મેળવી આપવા હનુમાન કુમારે ઘણી મદદ કરેલી છે, જે વિસ્તારથી જૈન રામાયણમાંથી વાંચી લેવી.
છેવટે હનુમાનને રાજ્ય સોંપી પવનજય દીક્ષા લઈ કર્મ ખપાવી મોક્ષમાં ગયાં. અંજના સુંદરી પણ શ્રી ચંદ્રસૂરિ પાસે દીક્ષા લઈ મોક્ષમાં ગયાં. અને હનુમાન પણ પોતાના પુત્રને રાજ્ય આપી શ્રી દેવસૂરિ પાસે દીક્ષા લઈ શ્રી શત્રુંજયગિરિ ઉપર કેવળ જ્ઞાન પામી મોક્ષમાં ગયા.
૧૫. શ્રદિવી : શ્રીપુરના શ્રીધરરાજાની શ્રદવી રાણીને પોતાના પતિ સાથે ઉદ્યાનમાં ક્રીડા કરતાં કમળકેત વિદ્યાધર ઉપાડી ગયો. વિદ્યારે પોતાની સ્ત્રી થવા તેને ઘણી વીનવી, પરંતુ શ્રીદેવીએ પ્રતિબોધ પમાડી, તેને શાંત કર્યો. એટલે તે ઉપકાર માની શ્રીપુર મૂકી ગયો. વળી બીજે દેવ એવી રીતે ઉપાડી ગયો, ત્યાં પણ શ્રદિવીએ પોતાનું શિયળ ત્રિકરણ શુદ્ધ પાળ્યું. દેવ પ્રસન્ન થઈ “મહાસતી" તરીકે જાહેર કરી સ્વસ્થાનકે મૂકી ગયા. ત્યાંથી મૃત્યુ પામી રાણી પાંચમે દેવલોકે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચ્યવી વીરપુર નગરમાં ભદ્રેશ્વર શેઠનો મદન નામે પુત્ર થઈ ધર્મ સાંભળી દીક્ષા લઈ યોગ્ય રીતે પાળી કર્મક્ષીણ થવાથી મોક્ષ પામ્યો.
૧૯. જયેષ્ઠા : પરમાત્મા મહાવીર દેવના મોટા ભાઈ નંદિવર્ધન રાજાની ચેટક રાજાની પુત્રી જયેષ્ઠા પત્નીએ પ્રભુ પાસે બાર વ્રત લીધા હતાં. તેના અડગ શિયળની શકેન્દ્ર સ્તુતિ કરવાથી એક દેવે તેની ઘણી રીતે કદર્થના કરી પરીક્ષા કરી. પરંતુ જ્યારે તે અણિશુદ્ધ પાર ઊતરી ત્યારે દેવ પ્રસન્ન થઈ “મહાસતી જાહેર કરી રાજાને ત્યાં મૂકી ગયો. જયેષ્ઠાએ પ્રભુ પાસે દીક્ષા લઈ કર્મ કપાવી મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org