________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૯૭
તરફ ગયો. રસ્તામાં જ્યાં પ્રથમ ઋષિદનાનો સમાગમ થયો હતો, ત્યાં આવી ત્રષિદનાને સંભારી કુમાર બહુ શોકાતુર થયો. તેવામાં એક મુનિ કુમાર તાપસ તેને મળ્યો. તેના પર તેને પ્રીતિ ઉત્પન્ન થઈ. તેને સાથે લઈ આગળ પ્રયાણ કર્યું. ત્યાં ગયા બાદ લગ્ન થયાં. રાત્રે કુમારના ઋષિદના ઉપરના પ્રેમની પ્રશંસા કરી. સુલસા યોગિનીને મોકલી કુમારને પોતે કેવી રીતે પરણી શકી ? તે બધી વાત કરી. કુમારને એકદમ ક્રોધ ચડ્યો, અને અગ્નિમાં પ્રવેશ કરવાની તૈયારી કરી. રાજાની ભલામણથી ઋષિકુમારે ઋષિદત્તાને લાવી આપવાનું વચન આપી કુમારને બચાવ્યો. તે પોતે પડદામાં જઈ ઔષધિથી થયેલું પુરુષ રૂપ ફેરવી, ઋષિદત્તાના રૂપમાં હાજર થયો. પેલી સુલસાને રાજ તરફથી ભયંકર શિક્ષા કરવામાં આવી. ઋષિદનાને જોઈ કુમાર તેમાં તન્મય બની ગયો. છેવટે ઋષિદનાના આગ્રહથી રુકિમણીનો પણ કુમારે સ્વીકાર કર્યો. અનુક્રમે સ્વનગરમાં આવી પિતાએ આપેલું રાજ્ય પાળ્યું. અને હેમરથ રાજા દીક્ષા લઈ કર્મો કપાવી મોક્ષ પામ્યા.
સંધ્યાનાં વાદળાં વેરાતાં જોઈ એક વખત રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. પરંતુ ઋષિદના સાથે જૈન ધર્મની વાતોથી તે રાત્રિ પસાર કરી. સવારમાં શ્રી ભદ્રસૂરિ પધાર્યા. તેમની દેશના સાંભળી દીક્ષા લેવા તત્પર થયા. ઋષિદનાએ પોતાના ઉપર રાક્ષસીનું કલંક આવવાનું કારણ પૂછવાથી જ્ઞાની ગુરુમહારાજાએ જણાવ્યું કે-“ભરત ક્ષેત્રના ગંગાપુરના ગંગદત્ત રાજાની ગંગા નામની રાણીની ગંગાસેના નામની પુત્રીએ ચંદ્રયશા સાથ્વી પાસે દીક્ષા લીધી હતી. તેણે જિનસ્તુતિ-વંદન તથા તપશ્ચર્યામાં લીન નિઃસંગા નામના સાધ્વીની પ્રવર્તિની પાસે થતી સ્તુતિ ન સાંભળી શકવાથી, એવી ખોટી નિંદા કરી કે-“એ તો દિવસે તપ કરે છે, પરંતુ રાત્રે તો રાક્ષસીની પેઠે માંસ ખાય છે, એમાં છે શું ?” આ કલંક તે સાધ્વીએ સહન કર્યું. પરંતુ આલોચ્યા વિના મરીને તારે ઘણા ભવ ભમવું પડ્યું. પછી શ્રી મુનિસુવ્રત સ્વામી પાસે દીક્ષા લઈ વ્રત પાળી તે ગંગસેનાનો જીવ ઈશાન ઈંદ્રની ઈંદ્રાણી થઈ. ત્યાંથી ચ્યવીને તું ઋષિદના થઈ છો.” આ વાત સાંભળતાં ઋવિદત્તાને જાતિસ્મરણ થયું. અને વૈરાગ્ય થવાથી દીક્ષા લેવાની ભાવનાથી બંનેયે સિંહરથ પુત્રને રાજ્ય સોંપી દીક્ષા લીધી અને શ્રી શિતળનાથ પ્રભુની જન્મ નગરીમાં તેઓએ તપશ્ચર્યા કરી. અંતે કર્મ ખપાવી મોક્ષ પામ્યા.
૧૩. પદ્માવતી : આ કથા કરકંડૂ રાજાની કથામાં જોવી.
૧૪. અંજના સુંદરી : આદિત્ય નગરના પ્રહલાદ વિદ્યાધરની કેતુમતી પત્નીથી ઉત્પન્ન થયેલો પવનજય નામનો બહુ વિદ્યાસિદ્ધ પુત્ર, માહેન્દ્રરાજાની હૃદય સુંદરી રાણીથી ઉત્પન્ન થયેલી અંજનાસુંદરી નામની કન્યાને પરણ્યો હતો. પરંતુ તે ગર્વને લીધે તેને ચાહતો નહોતો.
વરુણની સાથે યુદ્ધ કરવા માટે રાવણે તે વિદ્યાધરની મદદ માંગી. પિતાની આજ્ઞા થવાથી કુમાર આકાશ માર્ગે ગયો. પરંતુ પત્ની યાદ આવવાથી એક સરોવર પાસે પડાવ નંખાવી ત્યાંથી રાત્રે પાછો આવ્યો. પતિ આવ્યાની નિશાની માંગવાથી પોતાના નામની વીંટી આપી પાછો ચાલ્યો ગયો. અહીં ગર્ભ વૃદ્ધિ પામવાથી વીંટી જેવા છતાં સાસુ સસરાએ તેને પિયર મોકલી દીધી. ત્યાંથી પણ પુત્રીને પતિત સમજી દાસી સાથે વનમાં મોકલી, પિતાએ પોતાને ઘેર રાખી નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org