________________
૪૨
પંચ પ્રતિક્રમણસૂત્રો
એક સમૂહ થાય છે. અને અમુક પ્રમાણમાં હિંદુની મૂળ રચના તોડ્યે જ જાય છે. જેટલા પ્રમાણમાં મૂળ રચના તૂટે તેટલા પ્રમાણમાં ડેમોક્રસીના નામ નીચે ચલાવેલી નવી રચના સ્થાન પામી શકે છે. પછી ડેમોક્રસીના અંગ તરીકે અને તે ધોરણે રચાયેલ કોઈ પણ સંસ્થા હોય, તે અહીંની સર્વના મતોને સમતોલપણે વજન આપનારી સર્વાનુમતવાદની સંસ્થાઓની બનેલી સંસ્કૃતિને તોડે જ.
સારાંશ કે, હિંદની સંસ્કૃતિની હજારો વર્ષની રચનાત્મકતા જે કંઈ રહી છે, તે જ અમારી રચનાત્મકતા છે. તેનું ખંડન કરનારાં તત્ત્વો જાહેર કરી, તેમાં અહિત બતાવવું, એટલે જ ખરી રચનાનો બચાવ કરવો, અને પ્રજાને તેને વળગી રહેવાની ભલામણ કરવી તેમાં જ અમારી સર્વ રચનાત્મકતા આવી જાય છે કેમ કે, બીજા જંગલી દેશોની પ્રજા અને આ દેશની પ્રજામાં એ મોટો તફાવત છે કે, આ દેશ પાસે જીવનનાં દરેક અંગો વિકસાવવાની દરેક પ્રકારની જબ્બર રચના છે જ. તેનું ખંડન ન થવા દઈએ, એટલે પ્રજા પાસે રચના ઊભી જ રહે છે. પછી નવી રચના કરવાની રહે છે કયાં ? અને પૂર્ણ નવી રચના કરવાની તાકાત કોની છે ? લાખો કરોડો વર્ષોથી થયેલી રચનાને ટાળીને નવી રચના કરવી શકય જ કઈ રીતે છે ? માત્ર તેના ખંડન માટે આજે કેળવાયેલો વર્ગ નવી રચનામાં અજ્ઞાનતાથી જે ભાગ લઈ રહ્યો છે, તે સજ્ઞાન થઈ જાય, તો તે ખંડન અટકે અને પછી જે કાંઈ ગાબડાં મૂળ રચનામાં પડ્યાં હોય, તે પૂરવા પ્રયત્ન કરે, એટલે આપણી રચના પૂરી થાય છે. અને આપણે આપણી રચનાને વળગ્યા, એટલે હાલની નવી રચનાને ઉત્તેજન મળતું અટકે, એટલે તેનો વેગ પણ ઓછો થાય. એટલે તે પણ ઠરીને ઠામ બેસે અને જગત્માં શાંતિ થાય, સમતોલપણું સ્થપાય, પ્રજાઓની હરીફાઈ મટે. કાં તો હિંદની સંસ્કૃતિનો નાશ અને કાં તો હિંદની સંસ્કૃતિનો મજબૂત ટકાવ, એ બે જ માર્ગ જગતમાં શાંતિ સ્થાપવાના આજે નવી રચના એ આપણી રચના જ નથી. તે તો બીજાઓની છે, તેને આપણી નવી કહીને આપણે તેને પોષણ આપીએ છીએ. અને પગમાં કુહાડો મારીએ છીએ. ‘એક માણસે પોતાની ભેંસને બદલે ભૂલથી બીજાની ભેંસને ખીલે બાંધીને કપાસિયા સારી રીતે ખવડાવ્યા. આ બધું તે ભેંસના ખરા માલિકે દૂરથી મૂંગાં મૂંગાં જોયા કર્યું. પરંતુ જ્યારે તે માણસ દોહવાનું વાસણ લઈ ભેંસ દોહવા બેઠો, ત્યારે તરત જ પેલા માલિકે આવી ને બૂમ મારી કે-“અરે ! ભલા માણસ ! તું કોની ભેંસ દોહવા બેઠો ?” તેને ખાતરી થઈ કે “આ ભેંસ પોતાની નથી.’' પેલો માણસ ભેંસ છોડીને ચાલતો થયો. એટલે બધી મહેનત અને ખર્ચ નકામા ગયાનો પસ્તાવો કરતો એમ ને એમ જોતો ઊભો રહ્યો.' આજની પ્રગતિની દોડધામ બધી આવી પારકા ખાતર છે.
સારાંશ કે, અમારાં વિધાનોમાં ભારોભાર રચના ભરેલી પડી છે, તેમજ હજુ બસો વર્ષ પછી આજની સંસ્કૃતિ ોરમાં રહ્યા કરે, તો આપણી સંસ્કૃતિને કેટલું નુકસાન કરે ? અને દેશનો ઉદય થવા છતાં આર્ય પ્રજાનો કેટલો બધો વિનાશ થાય ? તેનો અંદાજ બાંધીને જ આજના નવયુગના દેખાતા ગમે તેટલા લાભોમાં ન લલચાતાં ભાવિ ભયંકર નુકસાનમાંથી બચવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org