________________
ભૂમિકા
કરતાં રાષ્ટ્રધર્મ મુખ્ય છે. વર્ક ઈઝ વશપ [પ્રાર્થનામાં વખત ગાળવાને બદલે કામ ધંધા કરો.] ધર્મગુરુઓ નવરા બેસી રહે છે, સેવાનું કામ કરે.” વગેરે હિલચાલોમાં ધાર્મિક ક્રિયાઓનો ગર્ભિત વિરોધ છે. | આજના દેશનેતાયે કોઈપણ ધર્મની રૂઢ ક્રિયા નથી કરતા હોતા, કેમ કે તેમનો કોઈ પણ ધર્મ નથી. અર્થાતું એકેય ધર્મમાં તેઓ નથી. કોઈ વાર ચાંદલા કરાવે છે અને ચોખા ચોડાવે છે, તે તો પોતાના કાર્યની જાહેરાત માટે અને લોકપ્રિયતા મેળવવા માટે હોય છે.] એવી એવી વાતો કરાવીને અહીંની પ્રજાને પોતાને ખરે માર્ગેથી ચલિત કરવા જ પ્રયાસો થઈ રહ્યા છે. “રૂઢિચુસ્ત લોકો પ્રણાલિકાના પથ્થરને જળો માફક ચોંટી રહેલા છે, તેમાંથી પ્રજાને છોડાવવા યુવકોએ યા હોમ કરીને ક્રાંતિ કરવી જોઈએ.' ક્રિાંતિનો ઉપદેશ, પ્રણાલિકાવાદનું નામ આપીને અહીંની સંસ્કૃતિ સામે જ ક્રાંતિના ઉપયોગ માટે છે. કેટલાક યુવકો બિચારા અજ્ઞાન હોવાથી આમ હથિયાર બની જાય છે.] વગેરે આકરા અને નિંદાના શબ્દો કહીને તથા દેશસેવા માટે પ્રાણ આપવાની તૈયારીના લલચામણા શબ્દો કહીને મૂળ રસ્તેથી પ્રજાને ભ્રષ્ટ કરવાના અનેક પ્રયાસો ચાલે છે. છતાં પ્રજાનો મોટો ભાગ હજુ પોતાનું હિત સમજીને પોતાના હિતસ્વી પૂર્વ પુરુષોના ઉપદેશને વળગી રહ્યો છે. વળી, દેશમાંથી ઉત્પન્ન થતા વાર્ષિક આર્થિક ઉત્પન્નનો મોટો ભાગ પરદેશીઓ વહેંચી લે છે. અને આ દેશમાં પણ જેમ બને તેમ નવી સંસ્કૃતિને મદદ કરનારાઓમાં વધુ વહેંચાય છે. જૂની સંસ્કૃતિને મદદ કરનારમાં માંડ માંડ જેવો તેવો ધનનો પ્રવાહ જાય, અથવા જેટલા ધંધાનાં મથકો તેઓના હાથ નથી ગયા, તેમાંથી જૂના ધંધાર્થીઓ કમાઈ ખાય છે, તે સિવાય તેઓમાં બેકારી ફેલાય તેવા સંજોગો દિવસે ને દિવસે ઉત્પન્ન થયે જાય છે કેમ કે, બેકાર થયા વિના જૂનો ચીલો છોડીને નવે ચીલે પ્રજા ચડે જ નહીં. અને નવે ચીલે ચડ્યા પછી તેને માટે અનેક સગવડો આપવામાં હરકત પણ નહીં. આમ છતાં ઘણો
મોટો ભાગ પોતપોતાના ધર્મોમાં મકકમ છે, તે સદ્ભાગ્યની વસ્તુ છે. ૫૭. અહીં એમ કહેવામાં આવે છે કે, “આજે હિંદમાં આ દેશની પ્રજાના માણસો મારફત ચાલતી
સંસ્થાઓ મારફત ચાલતાં રચનાત્મક કાર્યોનું તમે ખંડન કરો છો અને તેની સામે તમો કાંઈ પણ રચનાત્મક માર્ગ તો બતાવતા જ નથી. તમારી પાસે માત્ર ખંડનાત્મક માર્ગ જ છે. રચનાત્મક તો કાંઈ પણ માર્ગ છે જ નહીં”. આવી ઘણા ભાઈઓને ભ્રમણા થાય છે, તે દૂર કરવા જેવી છે. કેમ કે, અમે જેનું ખંડન કરીએ છીએ, તે આપણી પ્રજાકીય મૂળ રચનાનું ખંડન કરનારી રચના છે. એટલે તેનું ખંડન એ મૂળ રચનાનું મંડન છે અને મૂળ રચના જ આપણું રચનાત્મક કાર્ય છે. એમાં જ હવે પછી પણ આપણું હિત છે. કૉંગ્રેસ અને કોમી કૉન્ફરન્સો વગેરે સંસ્થાઓ જે નવી રચનાઓ કરે છે, તે આ જમાનાની રચનાઓના અંગ છે. એટલે વાસ્તવિક રીતે તેઓ અહીંની મૂળ રચનાનું જ ખંડન કરે છે. કેમ કે, ચાલુ જીવનમાં કંઈક નવું ઉત્પન્ન કરવાના પ્રયાસો જૂનાના ખંડન રૂપ જ છે. અને એવી છૂટી છૂટી રચનાઓ છેવટે ગોરી પ્રજાએ કરેલી આજના યુગની મહાન ક્રાંતિમાં સમાય છે. એટલે એ બધા પ્રયાસો મોટા ખંડનાત્મક જ છે. મોટી ક્રાંતિ એકીસાથે એકદમ ન થઈ શકે. પરંતુ આવાં નાનાં નાનાં સાધનો દ્વારા કરાવીને, પછી તેનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org