________________
ભૂમિકા
માટેની અમારી આ ભલામણ તદ્દન નવયુગના વિચારની હોવાને લીધે, તેને સમજદાર લોકો ૧૪ મી કે ૧૮મી સદીની હોવાનો અમારો અભિપ્રાય સમજ્યા પછી કહી શકે તેમ નથી. પરંતુ કદાચ બાવીસમી સદીની વિચારણા કહેવા લલચાય. આજના યુવકોને જેટલી આજની સંસ્કૃતિની રચનાત્મકતા મોટા પાયા પર સમજાય છે, તેટલી જ અહીંની ખામીઓ મોટા પાયા ઉપર સમજાવાય છે. એટલે બેવડું તેવડું અજ્ઞાન તેઓમાં અહીંની સંસ્કૃતિ વિષે ફેલાય છે. આજના દેશનેતાઓ જેઓ શબ્દથી અહીંની સંસ્કૃતિનાં વખાણ કરે છે, પરંતુ વાસ્તવિક રીતે નવી રચનાની રચનાત્મકતાના અને અહીંની ખંડાત્મકતાના તેઓ જ આગેવાનો છે.
૪૩
વળી કાશીમાં હિંદુ મહાસભામાં નામદાર ગાયકવાડ સરકાર તરફ્થી વંચાયેલા એક ભાષણમાં નવી-જૂની સંસ્કૃતિના મિશ્રણમાં આપણને લાભ શા આશયથી સમજાવવામાં આવ્યો હશે તે સમજી શકાતું નથી. આજે આપણે મિશ્રણ સ્વીકારીએ, ને પછી ઓટલો આપ્યા પછી આપણને ધકેલી ન દે, તેની શી ખાતરી ? આ બાબતનો વિચાર તેઓ નામદારે કર્યો હશે કે નહીં ? જો કે હિંદુ મહાસભા પણ આપણને પાશ્ચાત્ય સંસ્કૃતિનો અત્યારે અર્ધ સ્વીકાર કરાવવા માટે જ છે, એટલે તેના ઉપર પણ વિશ્વાસ કરવા જેવું નથી. ભલે તેણે શ્રી મહાવીર પરમાત્માની જયંતી વિષે ઠરાવ કર્યો હોય. અથવા આવા ઠરાવો જ તેની અવિશ્વાસ્થતા સાબિત કરે છે તે ખરી હિંદુ મહાસભા નથી. આજની હિંદુ મહાસભા બ્રિટિશ પાર્લમેન્ટના કે જગત્ની ગોરી પ્રજાની પ્રગતિની સાધનાનાં અનેક અંગોમાંનું એક અંગ જણાય છે. એ જ પરિણામ વર્ણાશ્રમસંઘનું છે. એ બન્નેય હિંદના બંધારણથી ચાલતી સંસ્થાથી વિરોધી ડેમોક્રસીના તત્ત્વ ઉપર મૂકવામાં આવી છે, તેની પાછળ યુરોપીય મુત્સદ્દીઓનો મજબૂત ટેકો છે. જો કે આ ગહન કોયડો છે. એકાએક ન સમજાય તેવો છે. [વિશેષ રચના સમજવા સેનપ્રશ્નનો ઉપોદ્ઘાત વાંચો.]
૫૮. પરંતુ આખર તો આધ્યાત્મિક સંસ્કૃતિનો સદા વિજય છે. આજે નહિ તો કાલે, આ લખતી વખતે એવા એક વૃદ્ધ તપસ્વી મહાત્માને જોયા કે, જેઓએ આખી જિંદગી તપશ્ચર્યામાં જ ગાળી છે. લગભગ ૩૦ વર્ષમાં ૫૦૦૦) જેટલા ઉપવાસો થયા હશે. એક ઉપવાસથી, બે ઉપવાસથી, ત્રણ ઉપવાસથી પૂરી કરી હવે એકીસાથે આઠ ઉપવાસ [અઠ્ઠાઈ]થી વીશસ્થાનક તપની આરાધના કરે છે. ૨૦ x ૨૦ x ૮ = ૩ર૦૦ ઉપવાસે એટલે ૪૦૦ અઠ્ઠાઈઓએ આરાધના પૂરી થાય. તેમાંનાં ૪ પદોની આરાધના ૮૦ અઠ્ઠાઈથી = ૬૪૦ ઉપવાસોથી પૂરી થયેલ છે. સિવાય ચાલુ પર્વતિથિઓની તપશ્ચર્યાઓ ચાલુ જ હોય છે. વ્યાખ્યાન હૃદયસ્પર્શી ખુલ્લા હૃદયથી સારી રીતે વાંચી શકે છે. ચશ્માની મદદથી વાંચી શકે છે. ધાર્મિક દરેક ક્રિયાઓ અપ્રમત્ત ભાવે ઊભા ઊભા કરે છે. પગે વિહાર કરે છે. શાંત અને સ્પષ્ટ વાતચીત કરે છે. ગુરુભકત ખાતર ગુરુની સેવા પણ તપશ્ચર્યા ચાલુ છતાં એવા જ સતત પ્રયાસથી કરી હતી. તપશ્ચર્યાનું અજીર્ણ ક્રોધ છે, પણ આ મહાત્માની શાંતિ અને ધીરજ પણ એવી જ અજબ છે. ૭૦ વર્ષની ઉમ્મરે પણ દાંત સારા છે. મોટે ભાગે કોઈ પણ તપને પારણે આયંબિલ [ઘી, દૂધ, તેલ, ગોળ, ખાંડ, દહીં, છાશ, તળેલી ચીજ, મરચાં, ખટાઈ, લીલાં કે સુકવણીનાં શાક વગેરે વગરનો ખોરાક] હોય છે. અને આયંબિલ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org