________________
૩૯૦.
પંચ પ્રતિક્રમણ સૂત્રો
બે મુનિરાજને ભિક્ષા માટે આવ્યા અને તેને દમયંતીએ કહ્યું કે, “મહાત્મન્ ! યોગ્ય જણાય, તો આને દીક્ષા આપો.” મુનિરાજોએ દીક્ષા આપી.
વિદર્ભ દેશમાં ભીમરથ રાજાને નળ-દમયંતીના સમાચાર મળ્યા. તેની ચિંતા કરવા લાગ્યા અને હરિમિત્રનામના બ્રાહ્મણને તપાસ કરવા મોકલ્યો. ફરતાં ફરતાં આ નગરની દાનશાળામાં તેણે દમયંતીને ઓળખી કાઢી.
ચંદ્રયશા માશીને પણ ઓળખાણ પાડી. ઋતુપાર્થ રાજાને પણ ઓળખાણ પાડી. તેનું તિલક સાફ કરવામાં આવ્યું અને અંધારામાં પ્રકાશ ફેલાઈ રહ્યો.
દમયંતીને બધો વૃત્તાત પૂછયો ત્યારે તેણે રોતાં રોતાં કહ્યો. પછી રાજાએ ઊચિત આસન આપ્યું. તેવામાં એક દેવ આકાશમાં ઊતરી આવ્યો અને દમયંતીને હાથ જોડી વિનંતિ કરવા લાગ્યો. “બહેન ! હું પિંગલક તમારા પ્રતાપથી દેવ થયો છું. તાપસપુરના સ્મશાનમાં ધ્યાનમાં ઊભો હતો. તેવામાં દાવાનળ સળગ્યો તેથી શુભધ્યાને બળી મરીને દેવ થયો છું. ત્યાંથી તમને મારા ઉપકારી સમજીને તમારો ઉપકાર માનવા આવ્યો છું.” એમ કહી સાત કરોડ સોનૈયાનો વરસાદ વરસાવીને ચાલ્યો ગયો. આથી ઋતુપર્ણ રાજા જૈનધર્મ પામી તેમાં દઢ થયા.
હરિમિત્ર આગ્રહ કરી દમયંતીને પિતાને ત્યાં તેડી ગયો ને તેના પિતાએ નળની શોધ શરૂ રાખી. તે કામ માટે હરિમિત્ર પણ બહાર નીકળી પડ્યો.
આ તરફ નળ રાજાએ અરણ્યમાં ભમતાં એક ઠેકાણે ધુમાડો જોયો અને પાસેના કૂવામાંથી રુદન સંભળાયું. નળ રાજા પાસે ગયા, કે તેને કોઈએ બહાર કાઢવા વિનંતિ કરી. નળે પૂછયું. “તું મારું નામ કયાંથી જાણે ?” “હું મનુષ્ય હતો તે અભ્યાસથી માનુષી ભાષા પ્રાપ્ત થઈ છે. અને અવધિજ્ઞાનથી તમારું નામ જાણું છું. મને બહાર કાઢો. જેવો નળ કાંઠે બેસીને વસ્ત્ર વીંટાળીને જાય કે, તે બળતો સર્પ તેને કરડ્યો : તરત જ તેને પછાડીને જમીન પર ફેંકી દીધો. “અરે ! તે આ શું કર્યું !” તેવામાં તો ઝેર ચડીને શરીર તદન કૂબડું થઈ ગયું. વાળ પીળા-હોઠ લાંબા, હાથ પગ દોરડી, પેટ મોટું, વગેરે થઈ ગયું. “અરે ! આ શું? આ રીતે જિવાય શી રીતે ?” એમ વિચાર કરે છે. તેવામાં પેલો સર્પ દિવ્ય રૂપ ધારણ કરી તેને કહે છે. “હું તારો પિતા નિષધ છું. દીક્ષાના પ્રતાપે હું દેવ થયો છું. તારું દુઃખ જોઈ તારું ભલું કરવા મેં આ તારું રૂપ ફેરવ્યું છે. તે જીતેલા રાજાઓ મનથી તારા શત્રુઓ છે, તારી આ દશામાં તને હેરાન કરે. પરંતુ આ રૂપ કરવાથી તેને કોઈ પણ હરકત કરી શકશે નહીં. તારે હાલમાં દીક્ષા પણ લેવાની નથી. કેમકે તારે હજુ ફરીથી તારું રાજ્ય ભોગવવાનું છે. દીક્ષાનો વખત આવ્યે હું તને સૂચના કરીશ. આ શ્રીફળ અને આભરણનો કરંડિયો લે. જ્યારે તારે તારું રૂપ પાછું પ્રાપ્ત કરવું હોય, ત્યારે શ્રીફળમાંથી બે વસ્ત્રો અને આ આભરણ પહેરીશ, એટલે તારું મૂળ રૂપ પ્રાપ્ત થશે.” દમયંતીના સમાચાર મળે પૂછયા, એટલે તે પણ તેના સતીત્વના પ્રભાવ સાથે કહી બતાવ્યા. અને નળને સુસુમારનગરની નજીક મૂકી દીધો. નળે ત્યાંના વનમાં સિદ્ધાયતનમાં જઈ શ્રી નેમિનાથ પ્રભુની સ્તુતિ કરી. શહેરમાં જઈ રાજાના હાથીને વશ કર્યો. રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org