________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
દધિપર્ણ પ્રસન્ન થયો ને પાસે બેસાડ્યો. પાંચસો ગામો તથા વસ્ત્રાલંકારો આપ્યાં. ગામો વિના તેણે બધું લીધું. રાજાએ તેની ગજ શિક્ષાની પ્રશંસા કરી, “આ સિવાય બીજી કોઈ કળા જાણે છે ?” ‘‘હા, હું સૂર્યપાક રસોઈ જાણું છું. નળ રાજાનો હું હુંડિક રસોઇયો છું. તેની પાસેથી શીખ્યો છું. નળ રાજા જુગારમાં હારી જવાથી સ્ત્રી સાથે રખડતા રખડતા મરી ગયા ને હું નોકરી શોધતો અહીં આવ્યો, ‘પરંતુ નળ સિવાય બીજો કોઈ સૂર્યપાક જાણતો નથી, તો તું નળ છો ? ના, ના, તું નળ કયાંથી હો. કેમકે તેનું રૂપ તો દેવ અને વિદ્યાધરોના રૂપને પણ હરાવે તેવું છે. ઠીક, તારે બીજું કાંઈ જોઈએ છે.'' ''હા, તમારા રાજ્યમાં શિકાર અને મદિરાપાન બંધ કરાવો.” રાજાએ તેમ કરાવ્યું. અને નળ રાજાના મરણના સમાચારથી શોક પામીને તેની મરણક્રિયા ઊજવી, તે કૂબડે મનમાં હસતાં હસતાં જોયા કરી.
કોઈ કામ પ્રસંગે ભીમરથ રાજા પાસે દધિપર્ણનો દૂત ગયેલો, તેની પાસેથી તેના સૂર્યપાક રસોઈ કરનાર કૂબડાની વાત સાંભળવામાં આવતાં દમયંતીના આગ્રહથી કુશલ બ્રાહ્મણને તેની તપાસ કરવા મોકલ્યો. તેણે સુસુમારનગરમાં આવ્યા પછી બધી બાતમી મેળવી. કૂબડાને મળતાં તે નિરાશ થયો. અને નળની નિંદાના દમયંતી હેરાન કરવા સંબંધના બે શ્લોક બોલ્યો. નળની આંખમાંથી આંસુની ધાર ચાલી. તેના કારણના જવાબમાં “પોતાના ભૂતપૂર્વ માલિકની દશા યાદ આવી’’ જણાવી કુશલના મનનું સમાધાન કરી તેનો સત્કાર કર્યો. ને ઇનામમાં મળેલા દાગીના સોનૈયા વગેરે દમયંતીના સમાચાર લાવનાર તે કુશલને આપી વિદાય કર્યો, તેણે દમયંતીને વાત કરી. દમયંતીએ પિતાને કહ્યું કે, ‘‘પિતાજી ! કહો કે ન કહો. પણ તે નળ રાજા જ છે. તેના વિના આટલી કળાઓ કોઈ જાણતું નથી. જ્ઞાની મહાત્માનું વચન છે કે, સૂર્યપાક તો તેના વિના કોઈ જાણતું જ નથી. તેનું રૂપ બેડોળ થવામાં કોઈ ગૂઢ કારણ હશે.’’ ભીમરથ રાજાએ નળના મરણથી દમયંતીનો સ્વયંવર મંડપ ફરી રચવાની તાત્કાલિક કંકોત્રી કાઢી. દધિપર્ણને તે મળી. તે દમયંતીને પહેલાથી જ ઇચ્છતો હતો, પણ નળને વરી એટલે તેનું કાંઈ ચાલેલું નહીં. હવે તેને મેળવવાની સુલભતાથી તે દમયંતીને મેળવવા અધીરો થયો; પણ છ પહોરમાં પહોંચાય શી રીતે ? આ વાતની જાણ કૂબડાને થતાં તેણે હિંમત આપી ને રથ જોડી ચાલ્યા. રસ્તામાં રાજાનું ઉત્તરીય વસ્ત્ર પડ્યું, તે લેવાની માંગણી કરી, પરંતુ કૂબડે જણાવ્યું કે “ત્યાંથી તો આપણે ૨૫ કોશ દૂર આવી ગયા છીએ, તેવામાં એક બહેડાના ઝાડનાં ફળ અઢાર હજાર હોવાનું રાજાએ જણાવ્યું, કહ્યું કે, “વળતાં હું તને ગણીને ખાતરી કરી આપીશ,” કૂબડે કહ્યું-‘“એમ શા માટે ? હું બધાં ફળ મૂઠીથી પાડી દઉં. ગણીને આગળ ચાલીએ. વખતસર પહોંચવાની બાબતમાં ચિંતા કરશો નહીં. આ સેવક જ્યાં સુધી છે, ત્યાં સુધી તમને કશી વાતે હરકત આવવા દઈશ નહીં.’’ તેમ કરતાં બરાબર અઢાર હજાર ફળ થયાં. રસ્તે ચાલતા કૂબડે એ સંખ્યાવિદ્યા તેની પાસેથી લીધી અને તેને અશ્વવિદ્યા આપી. સવારે કુંડિનપુર પહોંચી ગયા.
૩૯૧
ભીમરથ સામા આવ્યા અને પહેલાં માંગણી સૂર્યપાકની કરી. કૂબડે સૂર્યપાક બનાવી સૌને જમાડ્યા. દમયંતી પણ થાળી મંગાવી જમી ને સંતોષ પામી, પછી પોતાના પિતાને કહ્યું કે, “પિતાજી ! એ જરૃર નળ રાજા જ છે. તેની બીજી એક પરીક્ષા છે કે, તે તિલક કરવાના બહાનાથી મને સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org