________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૮૯
પૂછવા એક ઝાડ નીચે બેઠી, તેવામાં સાર્થના લોકો આવી તેને ધનદેવના સાર્થમાં માનપૂર્વક લઈ ગયા, ને પૂછવાથી પતિ વિયોગની વણિક પુત્રી હોવાનું જણાવ્યું. આગળ ચાલતાં એક ગિરિકુંજમાં પડાવ પડ્યો. ત્યાં રાત્રે સૂવા જતાં નવકાર મંત્ર ગણવાનો અવાજ આવ્યો. તુરત ચમકી ધનદેવને સાથે લઈ પોતાના સાધર્મિકને મળવા આવી, જે તંબુમાંથી અવાજ આવતો હતો, ત્યાં જઈને જોતાં કપડાં ઉપર તીર્થંકર પરમાત્માની મૂર્તિ ચીતરીને એક ગૃહસ્થ ચૈત્યવંદન કરતા હતા, ને દમયંતી આંખમાં અથુ લાવી ઊભી ઊભી અનુમોદના કરતી હતી. ચૈત્યવંદન પૂરું થયે પૂછયું-“ભાઈ ! આ ક્યા અહંતુ પરમાત્માનું બિંબ છે ?” “એ મલ્લિનાથ પ્રભુનું બિંબ છે. કાંચીના રતિવલ્લભ ઉદ્યાનમાં ધર્મગુપ્ત જ્ઞાનિ મુનિ સમોસર્યા હતા, તેમણે મને દેવલોકમાંથી આવીને મિથિલાનો પ્રસન્નચંદ્ર રાજા થઈ મલ્લિનાથના તીર્થમાં તું મોક્ષ પામીશ” એમ સાંભળી પરમાત્માની હું દરરોજ ભકિત કરું છું.” આમ કહી તે શ્રાવકે પૂછયું “બહેન ! તમે કોણ છો ?” ત્યારે સાર્થવાહે પતિવિયોગનો બધો વૃત્તાંત કહ્યો. શ્રાવક ગળગળા થઈ ગયા ને આશ્વાસન આપ્યું કે, “બહેન ! ચિંતા કરશો નહીં. આ ધનદેવ શેઠને પિતા તુલ્ય ગણશો અને મને ભાઈ ગણશો. તમે અહીં સુખેથી રહો.
આગળ ચાલતાં અચલપુરમાં તેને મૂકીને સાથે આગળ ચાલ્યો. પાણી પીવાદમયંતી જળદેવતાની માફક એક વાવમાં ઊતરી ત્યાં તેનો પગ એક ચંદન ઘોએ પકડ્યો. પરંતુ નવકાર મંત્રના સ્મરણથી તે પગ છોડીને નાસી ગઈ. બહાર આવી બેઠી. તે નગરમાં ઋતુપર્ણ રાજાને ચંદ્રયશા રાણી હતી, તે દમયંતીની માશી થતી હતી. તેની દાસીઓ પાણી ભરવા આવેલી તેણે રાણીને વાત કરી, એટલે તેણે દમયંતીને પોતાની પાસે તેડી મંગાવી. અને સાર્થવાહને કહેલી પોતાની વાત કહી એટલે રાણી ચંદ્રાવતી કુમારીની જેમ રાખવાની તેને ખાતરી આપી. ચંદ્રાવતીને કહ્યું, “બેટા ચંદ્રા! મારી બહેનની દીકરી દમયંતી નળરાજાને ત્યાં પરણાવી છે. તેના જેવી જ આ બહેન દેખાય છે. પણ તે તો એકસો ચૂંવાળીસ કોશ છેટે છે. એટલે અહીં કયાંથી હોય? તું અને તારી મોટી બહેન જેવું જ માન આપજે.” ચંદ્રયશા રોજ બહાર દાનશાળામાં દાન આપતી હતી તે કામ દમયંતીએ હાથમાં લીધું. આવનારાઓને પૂછતી કે, “આવો આવો પુરુષ તમે કયાંય જોયો છે ?”
એક વખત દમયંતી દાનશાળામાં દાન આપતી હતી, તેવામાં એક ચોરને વધસ્થાને લઈ જતા હતા અને મરણના ભયથી તે રોતો હતો. તેને દમયંતીએ છોડાવ્યો. તેની હકીકત પૂછી ત્યારે તેણે કહ્યું કે “હું તાપસનગરના વસંત સાર્થવાહનો પિંગળ સેવક છું. ત્યાંથી ચોરી કરીને નાઠો. તેવામાં રસ્તામાં મનેયે ચોરોએ લૂંટી લીધો. અહીં આવી રાજસેવક તરીકે રહી ચંદ્રાવતી કુમારીના રત્નના દાગીનાનો દાબડો ચોર્યો. તે અપરાધે પકડી મને શિક્ષા કરવા લઈ જતા તમે મને છોડાવ્યો. બહેન ! તાપસનગરેથી તમારા ગયા પછી વસંત સાર્થવાહે સાત દિવસ સુધી અન્ન ન લીધું. શ્રી યશોભદ્રસૂરિ વગેરેને સમજાવવાથી આઠમે દિવસે ભોજન લીધું. વસંત શેઠ કુબરરાજને ભેટણા સાથે કોશલા નગરીમાં મળ્યા, તેણે તેને તાપસનગરનું રાજ્ય રાજચિહનો સાથે આપ્યું. અને વસંત શ્રીશેખરની પદવી આપી, શેઠે વાઘ સાથે નગરમાં પ્રવેશ કર્યો અને રાજ્ય કરે છે.” દમયંતીએ કહ્યું કે, તારા પાપકર્મથી છૂટવા દીક્ષા લે, ત્યારે તેણે કહ્યું કે મને યોગ્ય જાણીને ગુરુમહારાજ આપે, તો હું તે લેવા તૈયાર છું. તેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org