________________
૩૮૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
તથા તાપસો સાથે પ્રકાશવાળા પર્વત પર ચઢી તો ત્યાં સિંહકેસરી મુનિને થયેલા કેવળજ્ઞાનનો મહિમા દેવો કરતા હતા. મુનિ પાસે સર્વે બેઠા, તેવામાં તે મુનિના ગુરુ યશોભદ્ર સૂરિ પણ આવ્યા અને કેવળી મુનિને વંદન કર્યું. કેવલી ભગવંતે દેશના આપી. તેવામાં એક મહર્બિક દેવે આવી ભગવંતને વંદના કરી. દમયંતીને કહ્યું-“ભદ્રે આ તપોવનના કુલપતિનો કર્પર નામે તાપસ હું શિષ્ય હતો. હું મારા ધર્મમાં નિષ્ઠ હતો, છતાં આ તાપસો મને ગણકારતા નહીં. તેથી હું તપોવનમાંથી નીકળી જઈ ભટકતો હતો, તેવામાં રાત્રિ પડવાથી એક પર્વતની ખાઈમાં પડવાથી મારા દાંત પડી ગયા, ને તેની પીડામાં સાત રાત હું ત્યાં જ પડ્યો રહ્યો, મારી કોઈએ સંભાળ લીધી નહીં. મને ક્રોધ થયો ને હું એ તાપસાશ્રમમાં જ સર્પ થયો. એક વખત હું તમને કરડવા દોડ્યો, તેવામાં તમે નવકાર મંત્રીથી મને થંભાવ્યો. એટલે પાછો વળી મારા બિલમાં ઉદર દેડકાનો આહાર કરતો ભરાઈ બેઠો. એક દિવસ વરસાદ વરસતો હતો ત્યારે આ તાપસોને તમે જીવદયાનો બોધ આપ્યો તે સાંભળી મને થયું કે, “અરે! મારી શી ગતિ થશે ?” તેથી વિચાર કરતાં મને જાતિસ્મરણ થયું. પછી મેં અનશન વ્રત મનથી લીધું. ત્યાંથી મરીને પ્રથમ દેવલોકના કુસુમસમૃદ્ધ વિમાનમાં કુસુમપ્રભ દેવ થયો છું. અવધિ જ્ઞાનથી તમને અહીં જાણીને તમારો આભાર માનવા હું આવ્યો છું, તાપસો! તમારા પર જે ક્રોધ કરેલો, તેની માફી માંગું છું.” એમ કહી ક્રોધનું ફળ બતાવવા પેલા સર્પનું મડદું લઈને ઝાડે લટકાવ્યું.
તુરત જ ઊઠીને વિમલમતિ નામના તાપસના કુળપતિએ દીક્ષાની માંગણી કરી. ભગવંતે પોતાના ગુરુ પાસે દીક્ષા લેવા આજ્ઞા કરી. ત્યારે કુલપતિએ ભગવંતને તેમની દીક્ષાનું કારણ પૂછયું. ત્યારે સિંહકેસરી કેવળી ભગવંત બોલ્યા- “હું કોશલાના કુબર રાજાનો પુત્ર છું, મારી સ્ત્રીનું નામ બંધુમતી છે. તે સંગા નગરીના કેસરીની પુત્રી છે. તેને પરણીને આવતાં રસ્તામાં મારા ગુરુને મેં જોયા. તેમને વંદન કરી ઉપદેશ સાંભળ્યો. મારું આયુષ્ય પૂછયું, ત્યારે તેમણે પાંચ દિવસનું આયુષ્ય જણાવ્યું. તેથી હું ભય પામી ગભરાટમાં પડ્યો. પરંતુ ગુરુ મહારાજે આશ્વાસન આપ્યું કે, “એક દિવસમાં પણ માણસ આત્મકલ્યાણ સાધી શકે છે.” તેથી તુરત મેં દીક્ષા લીધી ને મને કેવલજ્ઞાન થયું.” એમ કહી તે યોગ નિરોધના ધ્યાનમાં ચઢયા અને મોક્ષમાં ગયા. દેવોએ તેમનો પવિત્ર ક્ષેત્રમાં અગ્નિસંસ્કાર કર્યો.
વિમળપતિએ દીક્ષા દીધી, દમયંતીએ પણ દીક્ષા માટે પ્રાર્થના કરી. સૂરિ મહારાજે “હાલમાં નહીં, કેમ કે તમારે ભોગકર્મ બાકી છે.” સૂરિ તાપસપૂરમાં ગયા. ત્યાં જઈને લોકોને ધર્મમાં દઢ કર્યા. દમયંતી પણ તે પર્વતની ગુફામાં ગરીબી અવસ્થામાં સાત વર્ષ રહી.
એક વખત કોઈ મુસાફરે બૂમ મારી કે, “દમયંતી ! મેં તારા પતિને જોયો છે.” એ સાંભળી દમયંતી તેને શોધવા નીકળી પડી. તેવામાં એક રાક્ષસી મળી. તેણે તેને મારવા કહ્યું, ત્યારે દમયંતીએ કહ્યું કે, “હું નળ વિના બીજાને ન ચાહતી હોઉ, આહત ધર્મ મારા હૃદયમાં વજ લેપ જડાયો હોય, ત્યાગી ગુરુ મેં પૂજ્યા હોય, તો તે હતાશ થઈ જા.” રાક્ષસી શાંત થઈને ચાલી ગઈ. આગળ ચાલતાં સૂકી નદી જોઈ પગ પછાડી પાણીથી વહેતી કરી દીધી, અને તરસ છિપાવી. તાપસપુરનો માર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org