________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૮૭
સવાર પડતાં દમયંતીએ નળને જોયા નહીં. ઘણી શોધ કરી. અનેક તર્ક-વિતર્ક કર્યા. આખરે પોતાને આવેલું સ્વપ્ન યાદ આવ્યું અને તેમાં “પોતે ઝાડેથી પડી ગઈ,” તેનો ભાવાર્થ એમ સમજી કે, “ખરેખર ! હું નળ રાજાથી વિખૂટી પડી, તેથી હવે મને તેનું દર્શન થશે નહીં.” એમ કરતાં વિયોગથી અસહ્ય વેદનાએ વિલાપ કરવા લાગી પણ ત્યાં કોણ સાંભળે ? વસ્ત્રથી મોં લૂછતાં લોહીથી લખેલું પેલું લખાણ તેના વાંચવામાં આવ્યું-“વિવેકી નારી ! વડની બાજુનો માર્ગ એક તરફ વિદર્ભ તરફ જાય છે. બીજી તરફ કોશલા જાય છે. તને ઠીક પડે ત્યાં જજે. મારે માટે બેમાંથી એકેય માર્ગ ઈષ્ટ નથી.” એ વાંચી તેને પતિનો પોતાની તરશ્નો અનુરાગ પૂરતો જણાયો, અને ગુરુની આજ્ઞા હોય, તે પ્રમાણે વર્તવાનો નિર્ણય કરી નળ રાજાના અક્ષર જોતી જોતી આગળ ચાલી. વન પશુઓ તેનાથી દૂરને દૂર રહેતાં હતાં.
આગળ ચાલતાં એક સાથેનો પડાવ હતો. તેના પર ચોરોએ ધાડ પાડી. પણ દમયંતીના હુંકારાથી ડરીને નાસી ગયા. સાર્થપતિએ તેને પોતાના તંબુમાં લાવી બધી વાત પૂછી, નળ પત્નીને પૂજ્ય માનીને તેની સેવા કરી. ચોથ ભક્ત વગેરે તપશ્ચર્યા શરૂ કરી. વરસાદ ઘટ્ય સાથ છોડી તે એકલી આગળ ચાલી. રસ્તામાં એક ભયંકર રાક્ષસ મળ્યો. “તું ઠીક મને ભૂખ્યાનું ભોજન મળી.” દમયંતીએ કહ્યું-“આહત ધર્મનિષ મને તારી બીક નથી. પણ નળ પત્નીને તું અટકીશ તો મારા તેજથી તારી શી દશા તેનો વિચાર કરી લેજે.” દમયંતીની ધીરજથી તે પ્રસન્ન થયો અને બોલ્યો. “હું તમારા પર પ્રસન્ન થયો છું. માંગો શું જોઈએ ? હું તમને તમારા પિતાને ઘેર હમણાં જ પહોંચાડી દઉં?” “મારે બીજા પુરુષની મદદથી પિતાને ઘેર પહોંચવું નથી. પણ કહે કે, મારા પતિનો યોગ અને કયારે થશે ?” “પ્રવાસના દિવસથી બાર વર્ષે તમારા પિતાને ત્યાં આવીને જ તમને નળ રાજા મળશે. એમ હું મારા અવધિજ્ઞાનથી કહું છું.” આ સાંભળી “પતિ સંયોગના સમાચાર આપનાર તારું કલ્યાણ થાઓ.” કહી તે આગળ ચાલી ને મનમાં અભિગ્રહ ધારણ કર્યો કે “જ્યાં સુધી નળ રાજા નહીં મળે, ત્યાં સુધી રંગીન વસ્ત્રો, તાંબૂલ, આભૂષણો, વિલેપન, અને છ વિગયનો ત્યાગ રાખીશ.” આગળ ચાલતાં વળી વરસાદ શરૂ થયો એટલે એક પર્વતની ગુફામાં શાંતિનાથ પ્રભુની માટીની પ્રતિમા બનાવી તેની પૂજા કરવામાં સમય વિતાવતી હતી. અને તપશ્ચર્યાને પારણે પ્રાસુક ફળાદિથી પારણું કરતી હતી.
આ તરફ સાર્થમાં દમયંતીને તેના આગેવાને ન જોઈ, ત્યારે પગલે પગલે આ ગુફામાં આવ્યો. ત્યાં દમયંતીને પ્રતિમા સામે પ્રભુધ્યાનમાં લીન જોઈ આનંદ પામી ત્યાં બેઠો. દમયંતીએ પૂજા પૂરી કરી. તેની સાથે આનંદથી વાતચીત શરૂ કરી, તે સાંભળી બાજુમાંથી કેટલાક તાપસો ત્યાં આવ્યા. તેવામાં મૂસળધાર વરસાદ શરૂ થયો. પરંતુ દમયંતીએ પોતાના પ્રભાવથી કુંડાળામાં વરસાદ વિના કોરી જમીન રાખી. વસંત સાર્થવાહને જૈન ધર્મનો બોધ આપ્યો. તાપસી પણ બોધ પામ્યા. સાર્થવાહ દમયંતીના ઉપકારમાં જ એક શહેર વસાવ્યું તેનું નામ તાપસપુર પાડ્યું. તેમાં શાંતિનાથ પ્રભુનું દહેરાસર કરાવ્યું.
એક વખત દમયંતીએ પોતાની ગુફાવાળા પર્વત ઉપરથી રાત્રે દૂર પ્રકાશ જોયો. વસંત સાર્થવાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org