________________
૩૮૬
વસુદેવને દૂત તરીકે મોકલ્યા હતા.]
વિદ્યાભ્યાસ પછી દમયંતીના પુણ્યથી આકર્ષાઈને નિવૃત્તિ દેવીએ સુવર્ણની શાંતિનાથ પ્રભુની પ્રતિમા પૂજા કરવા માટે આપી હતી. અને કહ્યું હતું કે, “આથી તારા ભવનો છેડો આવશે.'' ઘર દેરાસરમાં તેની સ્થાપના કરી. નિષેધ રાજ સાથે નલ અને કુબર કુમારે આવીને સ્વયંવર મંડપમાં દમયંતીને નલ પરણ્યા, ને રાજાઓ સામા થયા તેને પરાક્રમ બતાવી નળે પોતાનો પ્રભાવ સિદ્ધ કર્યો. ત્યાંથી નીકળીને પોતાના દેશ તરફ જતાં રસ્તામાં અટવીમાં રાત પડવાથી ઊંઘી ગયેલી દમયંતીને જગાડી નળ તેના તિલકના તેજથી રસ્તો કાપી આગળ ચાલ્યા. રસ્તામાં પ્રકાશથી કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા મુનિરાજને બન્નેયે દીઠા. તેના અંગ સાથે હાથી અંગની ખૂજલી મટાડવા પોતાનાં અંગ ઘસતો હતો. તેને વંદન કરીને સૌ આગળ ચાલ્યા અને પોતાના કોશલ દેશમાં કોશલા નગરીએ આવી પહોંચ્યા.
પંચ પ્રતિક્રમણસૂત્રો
દમયંતીએ પ્રથમ તો તે શહેરનાં દરેક ચૈત્યોને વંદન કર્યું. પછી બન્નેય સુખે રહેવા લાગ્યા. નિષધ રાજાએ દીક્ષા લીધી. નલ રાજા થયા, ને રાજ્ય વધાર્યું. કુબર યુવરાજ થયા. તક્ષશિલાના કદંબરાજાને યુદ્ધમાં હરાવ્યો, પરંતુ તેણે તુરત જ દીક્ષા લીધી. એટલે તેના પુત્ર જયશક્તિને પિતાની ગાદીએ બેસાડ્યો. રાજધાનીમાં આવ્યા બાદ બન્નેય ભાઈઓ જૂગટું રમ્યા. તેમાં દમયંતી તથા મંત્રીઓ દરેકની ના છતાં નળરાજા ચડસમાં ને ચડસમાં રમતા ગયા. તેમ તેમ સર્વસ્વ હારી બેઠા. કુબર રાજ્યનો અધિપતિ થયો. બન્ને પતિ-પત્ની વનમાં નીકળી પડ્યાં. પ્રજાએ આંસુ સાર્યાં. મંત્રીઓ અને કર્મચારીઓ ગળગળા થયા. શહેરની સ્ત્રીઓ આંસુથી નાહી રહી. મંત્રીઓના આગ્રહથી શહેરોમાંથી નીકળતા એક રથમાં બેસીને નીકળ્યા. દમયંતી આંસુથી રથને ભીંજવે છે. બજારમાંથી જતાં પાંચસો હાથ ઊંચો થાંભલો જોઈને નળે તેને ખેંચી કાઢી પાછો બેસાડી દીધો. આ જોઈ લોકો વિચારવા લાગ્યા કે, “નળ નાના હતા ત્યારે એક મુનિએ કહ્યું હતું કે, “નલ ભરતાર્ધનો રાજા થશે પાંચસો હાથનો થાંભલો ઉખેડશે અને તેના જીવતા કોશલાનો બીજો રાજા થશે નહીં.” પરંતુ આ ત્રણ વાતમાં બે તો મળતી આવી. કદાચ ત્રીજી પણ મળતી આવશે. મુનિનાં વાકય ખોટાં હોય નહીં.
વનમાં જઈ દમયંતીના આગ્રહથી રથ વિદર્ભ તરફ હંકરાવ્યો. પરંતુ વનમાં ભીલો સામા થયા. તેને શિક્ષા આપવા નળે તલવાર ખેંચી. તેમ કરતાં દમયંતીએ અટકાવ્યા. પણ દમયંતીના હુંકારાથી તેઓ ભાગ્યા, એટલે આ બન્નેય તેઓની પાછળ પડ્યા. એટલામાં ભીલો રથ લઈ ગયા. પછી પગે રખડતા રખડતા એક ઝાડ નીચે બેઠા. પગમાં કાંટા વાગેલા તેને પટકૂળ ફાડી પાટા બાંધ્યા, ત્યાં દમયંતી પરમેષ્ઠીનું સ્મરણ કરી સૂઈ ગઈ, પાંદડાની પથારી કરી આપી, તેના ઉપર પોતાનું અરધું વસ્ત્ર પાથર્યું હતું. તે અરધું એમને એમ રહેવા દઈ અરધું કાપીને છેડે કંઈક લખીને નળરાજા તેને છોડીને ચાલતા થયા. છોડીને જતાં તેનો જીવ ચાલતો નથી. વારંવાર આવીને તેનું મુખ જોઈ જાય છે. સવાર પડતા સુધી દૂર જતાં પણ જ્યાં સુધી નજર પહોંચી ત્યાં સુધી તેણે દમયંતી સામે જોયા જ કર્યું. સસરાના ઘેર જવું તેમને પસંદ નહોતું. દમયંતી આગ્રહ કરીને લઈ જાત. દમયંતી સતી હોવાથી તેની રક્ષા માટે તેને ખાસ ચિંતા નહોતી. માત્ર સ્નેહથી તેને છોડી શકતા નહીં. પરંતુ તેમ કર્યા વિના તેનો ઉપાય નહોતો. એટલે છોડીને ચાલતા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org