SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૮૫ (૧) અષ્ટાપદગિરિ પાસેના સંગર ગામમાં મમ્માણ રાજા અને તેની વીરમતી સ્ત્રી. (૨) સ્વર્ગમાં દેવદેવી. (૩) બહલી દેશના પોતાનપુરમાં ધન્ય કુમાર ને ધમ્મિલ આહેરની રેણુકાથી ઉત્પન્ન થયેલી. ધૂસરા તેની સ્ત્રી. (૪) હિમવંત ક્ષેત્રમાં યુગલપણે પુરુષ-પત્ની. (૫) સ્વર્ગમાં ક્ષીરડિડિર-ક્ષીરડિડિરા. (૬) કોશલ દેશમાં કોશલા નગરીમાં નિષેધ અને સુંદરાના પુત્ર નળ અને વિદર્ભ દેશના ભીમરથની પુષ્પવતી રાણીની પુત્રી દવદંતી અથવા દમયંતી. (૭) સ્વર્ગમાં કુબેરદેવ અને તેની દેવી. (૮) ભરત ક્ષેત્રમાં પેઢાળપુરના હરિશ્ચંદ્ર રાજાની લક્ષ્મીવતી રાણીથી કનકવતી પુત્રી, જે વસુદેવ દશાઈની પત્ની થઈ દીક્ષા લઈ મોક્ષમાં ગયેલ. (૮) કુબેરદેવે ચ્યવીને મનુષ્યપણું પામી મોક્ષ પ્રાપ્ત કરેલ છે. આ પ્રમાણે બન્નેય આઠમે ભવે મોક્ષમાં જાય છે. સાત ભવનો સંબંધ આમ આઠમે ભવે છૂટો પડી જાય છે. તેનું કારણ એમ લાગે છે, કે, દમયંતીનો પુણ્ય પ્રકર્ષ નળ કરતાં વધારે હોવાથી, તેમજ તેને ધર્મપ્રાપ્તિ વહેલી અને અધિક હોવાથી, તથા પ્રકારની પુણ્યશાળી સ્ત્રીને લાયક કુબેર ન હોવાથી અને તે દેવ છતાં વસુદેવ વધારે પુણ્યશાળી હોવાથી તેની સાથે સંયોગ થાય છે. નળના જીવ તથા વસુદેવના જીવ કરતાં પણ કનવતીનો મોક્ષ વહેલો થાય છે. છતાં તત્ત્વ તો બહુ થુતગમ્ય સમજવું. મમ્માણ અને વીરમતીના ભવમાં તેણે એક મુનિરાજને બાર ઘડી સુધી દુઃખ આપ્યું હતું. તેથી બાર વર્ષ સુધી નળ અને દમયંતીને વિયોગ રહ્યો હતો. પરંતુ પાછળથી એ જ મુનિરાજની ચરણસેવાથી ધર્મપ્રાપ્તિ થઈ. ત્યારથી તેઓનો આત્મવિકાસ થતો ગયો છે. વીરમતિએ તો શ્રી અષ્ટાપદગિરિની યાત્રા કરી દરેક તીર્થંકરની ભકિત નિમિત્તે વીસ વીસ આયંબિલનો તપ કર્યો હતો. અને દરેક તીર્થકર પ્રભુની પ્રતિમાને સુવર્ણમય તિલક કરાવીને ચોડાવ્યા હતા. તેથી દમયંતીના ભવમાં તેના કપાળમાં સૂર્ય જેવું પ્રકાશમાન કુદરતી તિલક હતું. ધન્યના ભવમાં તેણે ચોમાસામાં વરસાદથી પીડાતા મુનિની સેવા કરી દૂધ વહોરાવી પુણ્ય ઉપાર્જિત કર્યું હતું. તથા બન્નેયે ચારિત્ર પાળ્યું હતું. તેથી નળના ભવમાં પણ તેનો યશ ખૂબ ફેલાયો હતો. નળના ભાવમાં પણ તેના પિતા નિષધદેવના ઉપદેશથી બનેયે ચારિત્ર પાળ્યું હતું. પાછળથી નળ મુનિને દમયંતી યાદ આવવાથી તેની સાથે ભોગ ભોગવવાની ઈચ્છા થઈ હતી. આચાર્ય મહારાજે ગચ્છ બહાર કર્યા. પરંતુ પિતા નિષધદેવના પ્રતિબોધથી મન વાળીને અણશણ કર્યું હતું. દમયંતીએ પણ એ સાંભળીને અણશણ કર્યું. એ પુણ્યથી બન્ને કુબેરદેવ-દેવી થયા. પરંતુ દમયંતી શુદ્ધ સાધ્વી હોવાથી તેનો પુણ્ય પ્રભાવ વધી ગયેલો અને મોક્ષ નજીક હોવાથી કનકવતીના ભાવમાં વસુદેવની પત્ની તરીકે બાકીના ભોગકર્મ ભોગવી મોક્ષમાં ગઈ. નળના જીવનો મોક્ષ પછી થયો. જો કે કનકવતીના ભાવમાં પણ વસુદેવ સાથે કનકવતીને પરણાવવામાં કુબેરદેવે ઘણી જ સહાય કરી હતી. પ્રથમ તો કનકવતીને પોતાની સાથે પરણાવવા માટે માંગણી કરવા દૂત તરીકે વસુદેવને જ મોકલ્યા હતા. અને વસુદેવે પણ પોતાનો પરસ્પરનો અનુરાગ પ્રથમથી બંધાયા છતાં દૂત તરીકે તટસ્થતાથી કુબેરને પરણવા કનકવતીને સમજાવી. પરંતુ “હું માનુષી દેવને ન પરણી શકું. જો કે મારા પૂર્વભવનો પ્રેમ છે, છતાં” એ સંદેશાથી કુર્બરે પણ પોતાનું મન દઢ કરી વસુદેવ સાથે પરણાવવામાં સહાય કરી. કનકવતીનો આ ભવમાં મોક્ષ થવાની વગેરે વાત તો ઇંદ્ર સાથે મહાવિદેહમાં વિમળનાથ પ્રભુને વંદન કરવા ગયેલ ત્યાંથી કુબેર જાણી હતી. છતાં પૂર્વના પ્રેમને લીધે પરીક્ષા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy