________________
૩૮૨
ચંદના :- માતાજી ! માતાજી એમ ન બોલો. તમારો ઉપકાર ભવોભવ નહીં ભૂલું.
મૂળા :- બહેન ! મને માફી આપો. આજથી હવે હું આપની પાસે પરમ શ્રાવિકોનો આચાર શીખીશ, ને મારા આત્માને કૃતાર્થ કરીશ.
( ૬ )
મૃગાવતી :- સ્વામિની ! હવે હું કદી એવું નહીં કરું. મારો પ્રમાદ ક્ષમા કરો. કેવળ જ્ઞાનભાસ્કર પ્રભુને વંદન કરવા મૂળ વિમાનમાંથી આવેલા ભાસ્કર નિશાકરના વ્યાપેલા તેજથી સંધ્યા સમયને અજ્ઞાનથી હું જાણી શકી. [ચરણ ચાંપવા લાગ્યા.] ક્ષમા કરો પ્રવર્તની ! એ અપરાધ ક્ષમા કરો.
પંચ પ્રતિક્રમણસૂત્રો
ચંદનબાળા :- સંયમિની ! આપણે સંયમીઓને પ્રમાદનો લેશ પણ ન હોવો જોઈએ. ગમે તે પરિસ્થિતિમાં અપ્રમત્ત ભાવે સ્વાચારની રક્ષા કરવા સાવધાન રહેવું જોઈએ. [ઊંઘી જાય છે.] મૃગાવતી :- [મનમાં] અહો ! પ્રમાદને લીધે જ આ આત્મા અનાદિકાળથી જન્મ જરા મૃત્યુનાં અનંત દુ:ખો વેઠે છે, આમને આમ પ્રમાદ કરીશ, તો તારા આત્માનો કયારે નિસ્તાર થશે ? મારાં સર્વ પાપોનું, પ્રમાદોનું, અજ્ઞાનોનું મિથ્યા દુષ્કૃત હો. [એકદમ લોકાલોક જુએ છે, ને આર્યા ચંદનબાળા મહા પ્રવર્તનીના સંથારા પાસેથી કાળો સર્પ પસાર થાય છે. તે જોઈ પોતાના પૂજ્ય એ ગુરુણીજીનો હાથ જે સંથારાની બહાર હતો તે લઈને સંથારામાં મૂકે છે.]
ચંદનબાળા :- [જાગૃત થઇ] કેમ ભદ્રે ?
મૃગાવતી :- સ્વામિની ! કાળો સાપ જતો હતો.
ચંદનબાળા :- આ ગાઢ અંધકારમાં શાથી જાણી શકાયો ?
મૃગાવતી :- આપની કૃપાથી.
ચંદનબાળા :- શું કેવળ જ્ઞાન ? અહો ! મેં કેવળી ભગવંતની મહાઆશાતના કરી ! [ઊઠીને મિથ્યા દુષ્કૃત દે છે.] આ દારુણ વિપાકથી કયારે છૂટીશ ? [ધ્યાનમાં લીન થાય છે. એકદમ લોકાલોકના સર્વભાવ જુએ છે.]
૩. સતી મનોરમા : સુદર્શન શેઠની કથામાંથી એ કથા જોઈ લેવી.
૪. મદનરેખા : મિથિલા નગરીના નમિરાજર્ષિનાં માતા, તે આ મદનરેખા સતી. નમિરાજર્ષિના આત્મ- જ્ઞાન અને સંયમની દઢતા વિષે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં નમિરાજર્ષિ અને ઇંદ્રનો સંવાદ આવે છે.
મદનરેખા સતી સુદર્શન નગરના મણિરથ રાજાના નાના ભાઈ યુગબાહુના પત્ની હતા. મણિરથની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org