________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૮૩
દાનત મહાસતી ઉપર બગડેલી હોવાથી નાના ભાઈને મારી નાંખવા વિચાર કર્યો હતો. શુભ સ્વપ્ન સૂચિત ગર્ભવતી મદનરેખાનો દોહદ પૂર્ણ કરવા યુગબાહ કુમાર વસંત ઋતુમાં લતામંડપમાં સૂતો હતો. ત્યાં જઈ મણિરથે તેને તલવારના ઝટકાથી માર્યા. મદરેખાની ચીસથી રક્ષકો દોડી આવ્યા. તેનો ચંદ્રયશા પુત્ર પણ દોડી આવ્યો. પરંતુ યુગબાહુની મનાઈથી કોઈએ કાંઈપણ તેને કર્યું નહીં. પરંતુ મહેલમાં જતાં તેને સર્પ કરડ્યો, પરસ્ત્રીની તથા ભાઈના ઘાતની બુદ્ધિથી મરીને તે ચોથી નરકમાં ઉત્પન્ન થયો. આ તરફ રાણી મદનરેખાએ પોતાના પતિને મિત્ર-શત્રુ દરેક ઉપર સમભાવ રાખવાનું કહી અપૂર્વ આરાધના કરાવી. તે મરણ પામ્યો. મદનરેખા મણિરથથી શિયળ બચાવવા ત્યાંથી નાસી છૂટીને એક જંગલમાં કદલી મંડપમાં સૂતી, ત્યાં સાત દિવસ રહી, ને પુત્રનો જન્મ થયો. તેને હાથે યુગબાહના નામની વીંટી પહેરાવી રત્નકંબલમાં વીંટી ઝાડના થડ પાસે મૂકી તળાવે કપડાં ધોવા ગઈ, તો ત્યાં એક જળહસ્તિએ સૂંઢમાં પકડી આકાશમાં ઉછાળી કે, નંદીશ્વરદ્વીપ તરફ જતા વિદ્યાધરે પોતાના વિમાનમાં તેને નીચે પડતા ઝીલી લીધી, ને તે વિદ્યાધર તેને વૈતાઢય ઉપર લઈ ગયો. સતી રોવા લાગી. કારણ પૂછતાં પુત્રને મળવાની ઈચ્છા બતાવી. વિદ્યાધરે કહ્યું કે “પ્રજ્ઞપ્તિ વિદ્યાની મદદથી તારા પુત્રને મિથિલાનો રાજા પારથ ઘોડાથી ખેંચાઈ આવીને લઈ ગયો છે, અને પોતાની પુષ્પમાલા રાણીને સોંપ્યો છે. તે ત્યાં સુખી છે. તું મારી સાથે લગ્ન કર. મારા પિતાએ દીક્ષા લીધી છે, તેને વંદન કરવા નંદીશ્વર દીપે જતો હતો. વચમાં તું મળી. વૈતાઢયની ઉત્તર શ્રેણિમાં રત્નાવહ નગરનો મણિર્ડ વિદ્વાધરનો હું મણિપ્રભ નામે પુત્ર છું. તું દરેક વિદ્યાધરોની સ્વામિની થા.”
રાણીએ શિયળ રક્ષા કરવા બહાના કાઢવાના ઈરાદાથી કહ્યું કે, “હમણાં તો મને શ્રી નંદીશ્વરદ્વીપની યાત્રા કરાવો. પછી વાત.” આ ઉપરથી વિદ્યાધરે તેમ કર્યું, રાણીએ મજેથી નંદીશ્વર દ્વીપની દુર્લભ યાત્રા કરી. અને પછી બન્નેય મણિચંડ મુનીશ્વર પાસે ધર્મોપદેશ સાંભળવા ગયા. મુનિરાજે પુત્રનો ભાવ જાણીને એવો ઉપદેશ આપ્યો કે, મણિપ્રભે ઊભા થઈને પોતાની ભૂલ કબૂલ કરી અને મદરેખાને બહેન ગણીને તેની ક્ષમા માગી. તેવામાં આકાશમાંથી દેદીપ્યમાન વિમાન સાથે ઊતરીને દેવે મદનરેખાને ત્રણ પ્રદક્ષિણા દઈ મુનિરાજને વંદન કર્યું. મણિપ્રભ વગેરે દેવની આ વિપરીત ક્રિયા જોઈને વિચારમાં પડી ગયા. મુનિરાજે ખુલાસો કર્યો કે, આ દેવ યુગબાહુ કુમારનો જીવ છે. પોતાની પત્ની મદનરેખાએ તેને અંતકાળે મહાઆરાધના કરાવી, તેથી તે તેને ધર્માચાર્ય માને છે, તેથી પોતાના ઉપકારીને તેણે પહેલા પ્રણામ કર્યા, તે ઉચિત છે.” હવે વિદ્યાધરે મદનરેખાને પૂછયું-“હે બહેન ! કહો, હવે તમારે શી ઈચ્છા છે ?” મદરેખાએ પુત્રમુખ જોવાની ઈચ્છા બતાવી. વિદ્યાધર તેને મિથિલા લઈ ગયો. પણ પ્રથમ તો તેણે શહેરનાં ચૈત્યોને વંદન કરી સાધ્વીજીને વંદન કર્યું. સાધ્વીજીએ તેને અસાર સંસારનો ઉપદેશ આપ્યો. સતીને પુત્રમોહ ન રહ્યો ને ત્યાં જ દીક્ષા લીધી.
પદારથ રાજાને પુત્રના પ્રભાવથી અનેક સંપત્તિઓ મળી, તેથી તેણે નમિકુમારને રાજ્ય આપી દીક્ષા લીધી. નમિરાજનો પ્રધાન-હાથી થંભ ભાંગીને નાઠો તેને ચંદ્રયશાએ પોતાના રાજ્યમાં રાખ્યો. બન્નેયને યુદ્ધ થયું. સાધ્વીજીએ આવીને બન્નેને ભાઈઓ તરીકે ઓળખાવી યુદ્ધ શાંત કર્યું અને પ્રેમથી મેળવ્યા. પછી તો ચંદ્રયશાએ પણ નાના ભાઈને રાજ્ય સોંપીને દીક્ષા લીધી. પરંતુ છ માસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org