SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો ચંદનબાળા :- [તેજ તેજના ભંડારશા તપસ્વીને કાંઈ પણ લીધા વિના પાછા જતા જોઈ, રડી પડે છે.] ઓ ! મહાત્મન્ ! પધારો ! પાછા વળો ! મારા ભાગ્યે અવસરે આવેલા પાછા ન જાઓ. હાય ! મારું કેવું કમભાગ્ય ! ચિંતામણિ રત્નનો લાભ ન લઈ શકી ! [ચોધાર આંસુથી રડે છે.] ઓ મહાત્મન્ ! તપસ્વી મહાત્મા :- [પાછા વળી પાસે આવી હાથ પસારે છે.] ૩૮૧ ચંદના :- [પેલા બાકળા વહોરાવે છે.] [દેવદુંદુભિનો નાદ થયો, આકાશમાંથી પાંચ દિવ્યની સાડાબાર કરોડ સોનૈયા સાથે વૃષ્ટિ થઈ. ચંદનાની બેડીઓ ઘડાઘડ તૂટી ગઈ હતી તેવી માથા ઉપર વેણી પથરાઈ ગઈ.] તપસ્વી :- [તપશ્ચર્યાનું પારણું કરી ચાલ્યા જાય છે.] રાજા શતાનિક :- [સપરિવાર આવીને] શું બહેન ! પરમાત્મા મહાવીર વર્ધમાન સ્વામીને પારણું તમે કરાવ્યું ? ધન્ય બહેન ! ધન્ય ! [મંત્રીને] આ ધન આ બહેનનું જ સમજવાનું છે. તેમાંથી કોઈને એક કોડી પણ લેવા દેવાની નથી. મૃગાવતી :- બહેન નંદા !! મેં, તમે તથા શહેરના તમામ સંભવિત નાગરિકોએ વહોરાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ પ્રભુએ આજ સુધી કાંઈ પણ વહોર્યું નહીં. આજે છ માસમાં પાંચ દિવસ જ ઓછા છે. પ્રભુનું શરીર કૃશ થયું હતું. પરંતુ બહેન ચંદના ! તું ખરેખરી મહાભાગ્યવતી ! નંદા :- હા ! મહારાણી. રાજમંત્રી સુમિત્ર જેવા બુદ્ધિશાળી પણ પ્રભુનો અભિગ્રહ સમજી શકયા જ નહોતા. પ્રભુના પારણાની અમો રોજ ચિંતા કરતા હતા. મૃગાવતી :- બહેન ચંદના ! તારાં માતાપિતાનાં નામ તો કહે. ચંદના :- ચંપાના દધિવાહન પિતા અને ચેટક રાજપુત્રી ધારિણી મારી માતા થાય. મૃગાવતી :- અહો ! બહેન ! તું તો મારી ભાણેજ થાય. ધારિણી મારી સગી બહેન ! તારી આ દશા કેમ થઈ ? બહેન ! ચંદના :- માશીબા ! એ વાત ન પૂછો. જે થયું તે થયું. શેઠ :- [આવીને આ બધું જોઈ આભા બનીને આંસુ સાથે] બેટા ! ચંદના ! તારી માતાએ તને બહુ દુ:ખ આપ્યું. ચંદના :- પિતાજી ! આમ ખેદ ન કરો. મારી માતા મૂળાના પ્રતાપે જ મારે સૌ સારા વાના થયા. ખરેખર, તે મારા મહાન્ ઉપકારી છે. મારા મનોરથોની જે સફ્ળતા કોઈથી નથી કરી શકાઈ, તે મારી માતા મૂળાથી થઈ છે. આપ તેને કાંઈ પણ ન કહેશો. મૂળા :- [આવીને] બેટા ! ચંદના ! માફ કર, મેં તારો બહુ અપરાધ કર્યો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy