SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ પંચ પ્રતિકમાગસૂત્રો તો આજે બમણું થઈ ગયું હોત? [જાય છે.] શેઠ :- [ચારે તરફ તપાસ કરે છે.] ધરડી દાસી :- શેઠ ! ઓ શેઠ ! આમ શું ગમારની જેમ ફાંફાં મારો છો ? તમારી ચંદના તો પરલોક પહોંચી ગઈ હશે. આજ ત્રણ દિવસ થયા. પગમાં બેડીઓ ઘાલી માથું મૂંડાવી પેલા ઓરડાના ભોંયરામાં શેઠાણીએ ઘાલી છે. શાની જીવતી હોય હવે ? ભાઈ સાહેબ ! મારું નામ દેશો મા હો. હું ગરીબ માણસ. મેં છેટેથી એ બધો તાલ જોયો છે. શેઠાણીથી તો ત્રાસ પામી ગયા બા ! શેઠ :- તારું ભલું થશે બહેન ! [દોડીને ઓરડો ઉઘાડી ભોંયરામાં ઊતરી, દીવો કરતાં કરતાં] ચંદના ! ઓ ચંદના ! બેટા ! ઓ ચંદન ! બેટા ! કયાં છો ? બેટા ! ઓ ચંદના ! બોલ તું કયાં છો ? [દૂર ખૂણામાં કાંઈ પડેલું જોઈ] અહો બેટા ! તું અહીં બેઠી છો ! શી આ તારી દિશા? ચંદના :- પિતાજી ! મને કશું દુઃખ નથી. મારાથી અહીં એકાંતમાં સારી રીતે પ્રભુનું ધ્યાન ધરી શકાયું. રાજપુત્રી, સુભટના હાથે વેચાણ, અને મંડેલે માથે ભોંયરામાં એ બધા પૂર્વકર્મના વિપાકનો ખૂબ સારી રીતે વિચાર કરી આત્માને પવિત્ર કરવાની મને મારી માતાએ બહુ જ સારી સગવડ આપી છે, તેનો આભાર માનું છું. શેઠ :- ધન્ય બેટા ! તારા આત્માની પવિત્રતાને ! તું ખરેખર કોઈ મહાપુણ્યવતી દેવી છો. પરંતુ બેટા ! ચાલ. તું ત્રણ દિવસની ભૂખી છો. કાંઈ ખાઈ લે. હું લુહારને બોલાવી લાવી બેડીઓ ભંગાવું. ચંદના :- પિતાજી ! મેં તો અમનું પચ્ચખાણ કર્યું હતું. આજે પારણું છે, સુખેથી પારણું કરીશ. [ઊભી થઈને ચાલવા પ્રયત્ન કરે છે પણ બેડીને લીધે પડી જાય છે.] શેઠ :- Tધીમેથી બેડીઓ સહિત ઉપાડીને બારણામાં મૂકે છે.] દીકરી ! બેસ. હું કંઈ ખાવાનું લાવું. [ઘરમાં જાય છે. દરેક ઠેકાણે તાળાં જોઈ] અરે મૂળા તાળાં મારીને કયાં ગઈ હશે ? ઘરડી દાસી :- શેઠ ! મારા ઘરમાં આ બાકળા છે. કામ આવે, તો લો. શેઠ :- લાવ, લાવ. બાકળા તો બાકળા. [સૂપડામાં નાંખીને બેટા ! ચંદના ! આ ખાતી થા. ત્યાં હું લુહારને તેડી લાવું. [એકદમ દોડી જાય છે.] ચંદના :- [ખૂણામાં બાકળા મૂકેલું સૂપડું લઈને ઉબરામાં પગ મૂકી બેઠા બેઠા મનમાં વિચાર કરે છે.] અહો ! કોઈ તપસ્વી મહાત્મા આવી ચડે, તો તેઓને વહોરાવીને પારણું થાય, તો કરેલો મારો તપ સફળ થાય !! એવાં ભાગ્ય કયાંથી ? ખરેખરાં ભાગ્ય હોય તો જ એવો જોગ મળી શકે છે. તપસ્વી:- [આવીને ચંદનબાળા સામે જોઈ, મૌનપણે જ પાછા જ ચાલ્યા જાય છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy