________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૭૯
વસુમતી :- બસ, ત્યારે હું ત્યાં આવવા તૈયાર છું. [સુભટને ખુશીથી મને અહીં વેચો. સુભટ :- શેઠ લાવો, સોનામહોરો. શેઠ :-લે ભાઈ લે. [ગણી આપે છે.] શેઠ :- મૂળા ! આ બાળાનું સારી રીતે પાલન કરજે. જો કેવી ચંદન જેવી શીતળ બાળિકા છે ?
એને જરાયે દુભવીશ મા હો. આપણે એને ચંદનબાળા કહી બોલાવીશું. મૂળા :- બનતું કરીશ. [મનમાં] આ દુષ્ટ શેઠ હાલમાં દીકરી દીકરી કરે છે, પણ મને વૃદ્ધા થઈ જાણીને
પોતાની દુષ્ટ ભાવના પૂરી કરવા આ સસ્તામાં રાજવંશી છોકરીને બૈરી બનાવવા પાડી લાવ્યા છે. ચંપા લૂંટી શતાનિક રાજાએ અને આ છોકરી મને લૂંટવા આવી છે. પણ ઠીક છે. હમણાં તો શેઠને રાજી રાખું. પછી રાંડનું માથું ભાંગી નાંખીશ, ને મારી નાંખીશ. [શેઠને] આપ કશી વાતે ચિંતા ન રાખશો.
શેઠ:- મૂળા! પાણી લાવો, મારા પગ ધોવા છે. ચંદનબાળા:- બાપુજી ! મારી માતા બહાર ગયાં છે. લો, હું ધોવરાવું. [પાણી લાવી પગ ધૂવે છે.] શેઠ:- અરે! બેટા!ચંદના!તારી વેણી નીચે પાણીમાં પડશે. [કહી વેણી લઈ પોતાના ખોળામાં રાખે છે.] મૂળા :- [બહારથી આવી મનમાં] બસ ! શેઠની દુષ્ટતા હવે પ્રત્યક્ષ થવા લાગી. વેણી ખોળામાં
લીધી. કાંઈ શરમ છે ? ઘડપણ ધૂળમાં મેળવ્યું, સાઠે બુદ્ધિ નાઠી. શોકય કરતાં શૂળી સારી. શૂળીથી તો એક વાર જ મોત પણ શોકયનું દુ:ખ તો જન્મથી મરણ સુધી. શોકય બેન કહેવાય. પણ શત્રુથીયે ભૂંડી. બસ ! આ રાંડનો કુટયડો કાત્યે જ છૂટકો. [શેઠને] જરા
બહાર ગઈ, તેમાં આટલી ઉતાવળ શી આવી ગઈ? શેઠ :- મારે ઉતાવળનું કામ હતું. પરંતુ ચંદના બહેન હતાં, તેથી હરકત ન આવી.
શેઠ:- ચંદના! ઓ ચંદના! કયાં ગઈ? કેમ દેખાતી નથી ? શેઠ :- એ તો શેરીમાં રખડ્યા કરે છે. છોકરીઓ ભેગી રમતી હશે. ઘરમાં ઘડીકેય ક્યાં ટકે છે ?
હું તો કેટલીક સંભાળ રાખું? હમણાં આવશે. આટલા બધા એના વિના ઘા ઘાં થઈને આટલું
ધાંધલ શું મચાવો છો ? શેઠ :- બહાર તો જાય નહીં. તપાસ તો કરો, કયાં છે ? મૂળા :- તપાસ નહીં કરું, ને કયાં જઈશ ? મારે તો ધન દેવું પડ્યું છે, એટલું વ્યાજે મૂકયું હોત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org