________________
૩૭૮
પંચ પ્રતિકમાણસૂત્રો
રજી વેશ્યા:- હા, મા ! તમારું કહેવું ખરું છે. પૂછો ને કિંમત ? ૧લી વેશ્યા :- અલ્યા એય ! શું લેવું છે ? સુભટ :- [ધીમેથી] પાંચસો સોનામહોરો. રજી વેશ્યા :- મા! આપો, ને જલદી ચાલો. ૧લી વેશ્યા :- લે, આ પાંચસો સોનામહોરો. છોકરી અમારે હવાલે કરી દે. સુભટ :- [ગણી લઈ] બહેન આમની સાથે જા. વસુમતી :- અરે ! તમે કોણ છો ? તમારી નાત-જાત શી છે? ૧લી વેશ્યા :- અમારી નાતજાતનું તારે કામ શું છે ? રાજરાણી કરતાં અમારે ત્યાં અર્બળ સુખ
છે. ચાલ થા આગળ. વસુમતી:- હે, ઓળખી, તમારી જાત ઓળખી. હું એક ડગલું પણ અહીંથી નહીં ખરું. ૧લી વેશ્યા :- ચાલ, ચાલ, ડાહી થઈને ચાલ, હવે વેચાણ થયા પછી શેખી નકામી છે. [હાથ
પકડે છે, ને ખેંચે છે.] વસુમતી :- [રડતાં રડતાં] ઓ ! દેવ મારે માથે આ વીજળીનો ઘા ? વેશ્યા :- [ખેંચતી ખેંચતી] ચાલ, નહીંતર મારવી પડશે. [તેનું નાક તૂટી પડે છે.] હાય રે બાપ !
મારું નાક કપાયું. [નાસી જાય છે.] રજી વેશ્યા :- ઓય ! બાપરે ! ભાગો. માનું નાક કપાયું ને કાળા મેશ થઈ ગયા. મારુંયે કપાશે.
[નાસી જાય છે.] લોકો :- [ખડખડાટ હસે છે.] સુભટ :- અહીં હવે વાત ઉઘાડી પડશે. [બીજી બજારમાં જાય છે.] ધનાવહઃ- [ટોળામાંથી બહાર આવી] કેમ ભાઈ ! તેનું શું મૂલ્ય લેવું છે ? સુભટ :- પાંચસો સોનામહોર જ આપજોને શેઠ! વસુમતી :- ઊભા રહો, એ બધી વાત પછી. [શેઠ સામે જોઈ બોલો ભાઈ ! તમે કોણ છો ?
તમારો કુળાચાર શો છે? મારે શાં શાં કામ કરવાં પડશે ? એ જાણ્યા વિના કાંઈ બનશે
નહીં. ધનાવહ :- જિનદેવની પૂજા, સાધુસેવા, ધર્મશ્રદ્ધા, જીવદયા પાલન, મહામંત્ર નવકાર સ્મરણ, ત્રણ
વખત પાણી ગળવું, શિયળ સાચવવું, તપશ્ચર્યા કરવી, ભાવના ભાવવી, સાત ક્ષેત્રમાં ધન વાપરવું, પરોપકાર કરવો, સતશાસ્ત્રનો અભ્યાસ કરવો, કઠોળ સાથે દહીં ખવાશે નહીં, મધ, માખણ, માંસ, મધનો ઉપયોગ થશે નહીં, વગેરે પાળવું પડશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org