________________
પંચ પ્રતિક્રમાગસૂત્રો
૩૭૭
એમ કે ? મૂર્ણ થા મા, મૂર્ખ. [જીભ કરડી મૃત્યુ પામે છે.] વસુમતી :- [ગળે વળગી પડી.] અરે ! માતા ! મને તજીને કયાં ગઈ? મારું હવે કોણ ? હું શી
રીતે જીવીશ ! મારું હૃદય કેમ ફાટી જતું નથી ? હું કેવી કઠોર ? પાણી વિના કાદવ જેવી વસ્તુ પણ સુકાઈ જાય છે, ને તેમાં ચીરા પડે છે. સ્નેહી વિના મારા દિલમાં કેમ ચીરા પડતા નથી? હા ! દેવ ! શું કર્યું ? આંસુને બદલે મારી આંખમાંથી લોહીની ધાર કેમ થતી નથી ? ખરેખર, સ્નેહ શી રીતે બતાવું ? માતા ! તારા વિના મારી
શી ગતિ ? [મૂછ પામે છે.] સુભટ :- [ગળગળો થઈ] બાળા ! શા માટે ખેદ કરે છે ? તારું રુદન હવે મારાથી સહન થતું નથી.
શાંત થા. ભાવિભાવ આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. બહેન ! તું હવે શાંત રહે. હું તને હેરાન નહીં કરું. મારી બહેન અને પુત્રી તુલ્ય માનીશ. મારી બીક રાખીશ મા. [આંખો
લૂછે છે.] વસુમતી :- [માતાને વળગીને] ઓ વહાલી માતા ! [ડૂસકે ડૂસકે રડે છે.] સુભટ :- હવે તું ખસી જા. [મડદું રથમાંથી ઉતારી, દાગીના ઘરેણાં લઈ રથ હંકારી જાય છે.]
સુભટ :- જો, આ બાલિકાની સરભરા બરાબર રાખજે. સ્ત્રી :- મને ટાઢ ચડી છે. એને હું ઘરમાં પેસવા નહીં દઉં. ગમે ત્યાં લઈ જાઓ. નહીંતર ચંપા લૂંટીને
પરસ્ત્રી લાવ્યા છો, એ રાજાને કહી દઈશ. [કકળાટ કરી મૂકયો.] સુભટ :- [ધ્રૂજતો ધ્રૂજતો] પરંતુ, તું શાંત તો થા. એ તને હરકત નહીં કરે. સ્ત્રી:- ના, મારે એ કાંઈ સાંભળવું જ નથી. સુભટ :- [વસુમતીને] બહેન ! ચાલ બજારમાં. વસુમતી :- [રોતી રોતી] ચાલો.
સુભટ :- [ધીમેથી] કોઈને આ કન્યારત્ન લેવું છે? હું વેચું છું. લોકો:- [છક થઈને કન્યા સામે જોઈ રહે છે ને અંદર અંદર વાતો કરે છે.] ૧લી વેશ્યા :- અમારી હાજરીમાં એને ખરીદવાની તાકાત કોની છે ? ગમે તેટલા પૈસા થાય તોયે
શું? આવી રૂપવતી કન્યાના કરોડો પણ કુરબાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org