________________
૩૬૨
પંચ પ્રતિમાગસૂત્રો
કરવાની હોય કે ?” શ્રીમતીએ કહ્યું કે, “બેટા તારા પિતા દીક્ષા લેવાના છે, પછી તો આપણે આપણા દિવસો આમ જ વિતાવવા પડશે.” આ સાંભળી બાળકે કહ્યું કે “હું દીક્ષા લેવા નહીં દઉં.” એમ કહી ત્રાક ઉપરથી સૂતરનો દોરો લઈ આદ્રકુમાર સૂતા હતા, તેના પગ ઉપર વીંટી દીધા ને કૂદકા મારી મારી બોલવા લાગ્યો કે “બસ! બાંધી દીધા, હવે શી રીતે જશે બા ?” આ પ્રેમાળ વાણીથી આર્દ્રકુમારનું હૃદય પીગળ્યું અને તેણે તાંતણા ગણીને નિર્ણય કર્યો કે-“તાંતણા બાર છે. તો હજુ હું બાર વર્ષ સુધી દીક્ષા લઈ શકીશ નહીં.”
બાર વર્ષ પસાર થઈ ગયા બાદ એક દિવસે રાત્રે તેને ચિંતા થઈ કે “પૂર્વ ભવે વ્રતભંગ કરવાથી અનાર્ય થયો. આ ભવમાં પણ વ્રતખંડન કર્યું છે. મારી શી દશા થશે ?” વગેરે વિચારી સ્ત્રી તથા પુત્રને સમજાવી ફરીથી દીક્ષા લીધી.
રાજગૃહી તરફ જતાં પેલા પાંચસો નોકરો ચોરીનો ધંધો કરીને ગુજરાન ચલાવતાં સામે મળ્યા. તેને પ્રતિબોધીને શિષ્યો કર્યા. પ્રભુ મહાવીર સ્વામીને વંદન કરવા માટે રાજગૃહી નજીક વચમાં એક ઉદ્યાનમાં તાપસ આશ્રમમાં હાથીને મારીને તેનું માંસ ખાઈ પોતાને જીવદયા પ્રેમી ગણાવતા. તે તાપસોએ દલીલ કરી કે “અન્નના ઘણા દાણા ખાવામાં ઘણા જીવોની હિંસા છે. તો અમો તો ઘણા વચ્ચે એક જ જીવની હિંસા કરીએ છીએ. માટે અમે દયાળુ કે તમે ?” આ વાત ચાલતી હતી, તેવામાં તેઓએ ઝાડ સાથે તાણી બાંધેલો એક હાથી તોડાવીને આદ્રકુમાર મુનિને વંદન કરવા દોડતો આવ્યો. વંદન કર્યું, મુનિએ તેને મિષ્ટ વચનથી અનશન કરાવ્યું, તે તેણે કર્યું. તાપસી પણ દયા મૂળ જૈન ધર્મની ખૂબી જોઈ બોધ પામી જૈન થયા. (આ બૌદ્ધ વિહાર હોવો જોઈએ.) આ વાતની રાજા શ્રેણિને ખબર પડી એટલે અભયકુમાર સાથે ત્યાં આવ્યા, અને વંદન કર્યું. ધર્મ દેશના પછી રાજાએ પૂછયું કે, “આપને જોઈ આ હાથીએ લોહમય બેડીઓ શી રીતે તોડી નાંખી ?” આદ્રકુમાર મુનિએ કહ્યું કે-“મહાનુભાવ ! એ બેડીઓ તોડવામાં કશી મુશ્કેલી નથી. પરંતુ સૂતરના તાંતણા તોડવા ઘણા મુશ્કેલ હતા. “રાજાએ તે હકીકત પૂછી ત્યારે તેમણે પોતાનો બધો વૃત્તાન્ત કહી સંભળાવ્યો.
આ સાંભળી બન્નેયે તેમને ઓળખ્યા અને અભયકુમારે પણ દીક્ષા લેવા રજા માગી, પરંતુ શ્રેણિકે ના પાડી કે, “તારા વિના અમારા પ્રાણ ટકશે નહિ. માટે હું જ્યારે તેને જવાનું કહ્યું ત્યારે તારે દીક્ષા લેવી.” પછી ત્રણેય પ્રભુના સમસરણમાં સપરિવાર ગયા. ત્યાં ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુને વંદન કરી સારી રીતે સંયમની આરાધનામાં તત્પર થયા અને અંતે મોક્ષમાં ગયા.
૫૩. દઢપહારી : જીર્ણદત્ત બ્રાહ્મણનો યજ્ઞદત્ત નામનો ઉદ્ધત પુત્ર મામાના મરણ પછી શિકારમાં હોશિયાર થયો, અને ચોર લોકોના સહવાસમાં રહી પલ્લીના અપુત્ર ભીમ પલ્લીપતિના પુત્ર તરીકે રહ્યો. તેના ઘા ઘણા જોરદાર હોવાથી, તેનું નામ દઢપ્રહારી તરીકે પ્રસિદ્ધ થયું.
એક દિવસે કુશસ્થળ ગામમાં તેણે ધાડ પાડી. ત્યાં બનાવ એવો બનેલ કે-દેવશર્મા બ્રાહ્મણે દૂધને તાંબૂલ માંગી લાવી, પોતાની સ્ત્રીને આપી જંગલ ગયો. તેવામાં તેના જ ઘરમાં તેઓએ લૂંટ ચલાવી, વાત તેના બાળકે બ્રાહ્મણને કહી. બ્રાહ્મણ લાકડી લઈને સામે આવ્યો. તેને દઢપ્રહારીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org