________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૬૩
મારી નાંખ્યો. તેવામાં એક ગાય શીંગડું મારવા આવી તેને પણ ત્યાંને ત્યાં જ પૂરી કરી. પેલા બ્રાહ્મણની સ્ત્રી દોડતી આવી. તે સગર્ભાને પણ ત્યાંને ત્યાં જ ચીરી નાંખી. ને તેનો ગર્ભ પણ તરફડીને મરી ગયો. આ ચાર હત્યા જોઈ દઢપ્રહારીનું મન ડગમગવા લાગ્યું. “અરે ! આ બિચારાનાં બાળકોનો આધાર શો ? મારું શું ? આ ઘોર પાપથી મારો નિસ્તાર શી રીતે થશે ?” તેના સંસ્કાર જાગ્રત થવા લાગ્યા. ત્યાંથી દોડીને જંગલમાં જતાં એક શાંત મુનિ મળ્યા, તેને પ્રણામ કરી પોતાની દશા ગદ્ગદ કંઠે કહી સંભળાવી, ને દીક્ષા આપવા માંગણી કરી. મુનિરાજે તેને યોગ્ય જાણી દીક્ષા આપી. તેણે અભિગ્રહ કર્યો કે-જે દિવસે મને મારું આ પાપ યાદ આવશે, તે દિવસે હું ઉપવાસ કરીશ.” ત્યાંથી કુશસ્થલ તરફ જ તેણે વિહાર કર્યો. ભિક્ષા માટે જતા લોકો પેલી વાત યાદ કરી તેને તિરસ્કારે ને મારવા આવે. ત્યારે આ કેવળ પોતાના આત્માની જ નિંદા કરે. ચારેય દરવાજે કાઉસ્સગ્ગ ધ્યાન ધર્યું ને કર્મનિર્જરા કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, અંતે મોક્ષમાં ગયા.
૫૪. શ્રેયાંસકુમાર : હસ્તિનાગપુરમાં બાહુબલીના પુત્ર સોમયશાના પુત્ર શ્રેયાંસકુમારને એવું સ્વપ્ન આવ્યું કે-“મેલા મેરુને અમૃતથી ધોઈ ઉજ્જવળ કર્યો.” સોમયશા રાજાને પણ સ્વપ્ન આવ્યું કે-“શત્રથી હાર પામતા સુભટને શ્રેયાંસ કુમારની મદદથી જય મળ્યો.” તે નગરના શેઠને પણ સ્વપ્ન આવ્યું કે-“સૂર્ય મંડળમાંથી કિરણો વર્ષ્યા, તે શ્રેયાંસ કુમારે ત્યાં જ પાછા સ્થિર કર્યા. પ્રભાતે મળીને સર્વેએ એમ વિચાર્યું કે-“શ્રેયાંસ કુમારને આજે કંઈક લાભ થશે,” તેવામાં વરસીતપનું પારણું કરવા તે નગરમાં યુગાદિ દેવ આદીશ્વર પ્રભુ પધાર્યા. કોઈ કન્યા, કોઈ સોનું, મણિ, મોતી, માણેક વગેરે લઈ આપવા માંડ્યા. પ્રભુ કાંઈ લે નહીં. શ્રેયાંસકુમાર પ્રભુ સામે જોઈ રહ્યા. તેને વિચાર કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે પૂર્વભવ જોયો. સંયમની આરાધના સૌ સાથે કરેલી તે સર્વ તેને યાદ આવ્યું. નીચે ઊતરી પ્રભુને વંદન કર્યું. તેવામાં કોઈએ આવીને શ્રેયાંસ કુમારને શેરડીના રસના ઘડા ભેટમાં આપ્યા. તે વહોરાવી પ્રભુને પારણું કરાવ્યું. દેવતાઓએ સાડા બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ કરી શ્રેયાંસ કુમાર મોક્ષ યોગ્ય સામગ્રી પ્રાપ્ત કરી, અંતે મોક્ષમાં ગયા.
૫૫. દૂરઘટમુનિ : ધર્મઘોષ નામના આચાર્ય મહારાજ લક્ષ્મીપુરમાં પધાર્યા ત્યારે તેમણે ધર્મદેશના આપી. તે સાંભળીને ધનદ શેઠના નાના પુત્ર ક્રૂર ઘટે દીક્ષા લીધી. ક્ષમા એ તેનો મુખ્ય ગુણ હતો. આચાર્ય મહારાજ શ્રીપુર નગરે ગયા. સાધુઓ ચોમાસામાં તપશ્ચર્યા કરે, તેની દૂરઘટ મુનિ ગોચરી લાવીને વેયાવચ્ચ કરે. પોતે તપશ્ચર્યા કરી શકે નહીં, એટલે તેને ભિક્ષા લાવી વાપરવું પડે. એક દિવસે વેયાવચ્ચ કર્યા વિના જ ગોચરી લાવીને સવારમાં જ તે વાપરવા બેઠા. તેવામાં માસના ઉપવાસી સાધુ આવીને કહેવા લાગ્યા, “મેં તારી પાસે થંકવાનું વાસણ માંગ્યું, તે આપ્યા વિના ખાવા બેસી ગયો ? તું ક્ષમાવંત શાનો ? તારા ભોજનમાં આ બળખો નાખું છું. ખા, પછી કેવોક ખાય છે ?” એમ કહી સાચેસાચ ભોજનમાં બળખો નાંખ્યો.
મુનિ બોલ્યા, “મહાત્મન્ હું બાળક છું, હું ભૂલી ગયો ! પરંતુ મારા ધનભાગ્ય કે-આપના જેવા તપસ્વીનો બળખો મારા ભોજનમાં પડ્યો.” એમ કહી તે પોતાના દોષોનો વિચાર કરતાં બળખા સહિત તે ભોજન વાપરતાં કેવળજ્ઞાન પામ્યા અને દેવોએ આવીને તેના કેવળ જ્ઞાનનો મહિમા કર્યો.
Jain Education International
For Private & Personal Use Only *
www.jainelibrary.org