________________
૩૫૬
પંચ પ્રતિકમાણસૂત્રો
વેપારી :- ભાઈ ઉતાવળો ન થા. હમણાં દરરોજ મહારાજા પોતે બજારની મુલાકાત લેવા પધારે છે.
તેથી તેના સત્કારાદિ માટે અમારે પ્રબંધ કરવો જોઈએ. તો પણ બેસો, હમણાં જ તમને આપું છું.
[રાજા આવે છે. ગ્રાહકને જોઈ.] વિક્રમરાજ:- અહો ! ભાઈ ! આપ તો પરદેશી જણાઓ છો. ગ્રાહક :- [પ્રણામ કરી] હા, મહારાજ ! પરદેશી છું. વિક્રમરાજ :- અમારા વેપારીઓ પરદેશીઓને છેતરાતા નથી ને ? રાહક :- ના, મહારાજ ! આપના રાજ્યમાં ન્યાય, નીતિ, પ્રમાણિકતાનું પાલન બરાબર થતું જોવામાં
આવે છે. વિક્રમરાજ :- આપ જેવા અતિથિસત્કાર આજે રાજ્ય તરફથી કરવાની અમારી ઇચ્છા છે. આવો
લાભ કદી ન મળે. માટે આપ જરૂર પધારો. [સેવકોને એ મહાનુભાવને માનસત્કાર
સાથે રાજમહેલે તેડી જજે. સેવકો :- જેવો હુકમ આપ રાજાધિરાજનો. વિક્રમરાજ :- આપ પછી અવકાશે ખરીદ કરશો તો પણ ઠીક રહેશે. [જાય છે.] સેવકો:- [અતિથિને તેડી જઈ રાજમહેલમાં રાજા પાસે જઈ] [પ્રણામ કરી] મહારાજ ! રાજ મહેમાન
આવી પહોંચ્યા છે. વિક્રમરાજ:- પધારો, પધારો. અતિથિદેવ ! આ આસન. બિરાજે. અતિથિ :- [આસન ઉપર બેસી] ખરેખર ! આપ જેવા રાજરાજેશ્વરનો પણ વિનય આશ્ચર્યકારક છે. વિકમરાજ :- કયાં અમે ? અને કયાં પૂર્વના સર્વગુણસંપન્ન રાજર્ષિઓ ! આપ કયાંના વતની ?
આપનું પવિત્ર નામ શું? શા કાર્ય પ્રસંગે આપ શ્રીમાને પ્રવાસ પ્રયત્ન સેવ્યો છે ? અતિથિ :- મહારાજ ! હું દેવદત્ત નામે શ્રીપુરનો વતની મારી બહેન કમળાના વેવિશાળ માટે બાજુના
શહેરમાં જવા ધારું છું. વિક્રમરાજ :- બહુ સારું ! બહુ સારું ! પરંતુ મહાશય ! આપ આપના શ્રીમતી બહેનને માટે આ
નગરીમાં કોઈ વર પસંદ કરી શકો તેમ નથી ? અતિથિ :- પરંતુ! અમે આ શહેરના અજાણ્યા શી રીતે તે સમજી શકીએ ? વિક્રમરાજ :- તમારી પોતાની અને આપના શ્રીમતી બહેનની ઈચ્છા હોય, તો એ સંબંધ માટે ખુદ
રાજકુટુંબની પણ તમને હું ભલામણ કરી શકું. અતિથિ :- એ તો “સોનું ને સુગંધ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org