SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિકમાણસૂત્રો ૩૫૫ ૧ લો પુરુષ :- કેમ મારી સાથે આવવું છે કે નહીં ? કાપડિક :- તૈયાર છું, સરદાર! [બન્નેય જાય છે.] ૧ લે પુરુષ :- [કાપડિક સાથે શેઠના ઘરમાં ઘૂસી, સારવસ્તુઓનો ગાંસડો બાંધી] એય ! ઉપાડ, ને ચાલ, આગળ. કાપડિક :- જેવો હુકમ, નામદાર ! [ઉપાડીને આગળ ચાલે છે.] ૧ લો પુરુષ :- [જુદા બગીચામાં ગુફાની અંદર જઈ) ઉતાર, અહીં. કાપડિક :- ઉતારું, મહેરબાન ! [ઉતારીને મૂકે છે.] ૧ લો પુરુષ :- [પોતાની બહેનને] રૂપસુંદરી ! જે, મારા સાથીદારના હાથપગ ધોઈ સત્કાર કરી સારી રીતે જમાડજે. હું કામે બહાર જઈને હમણાં આવું છું. [જાય છે.] રૂપસુંદરી :- [આવીને કાપડિકને] પધારો મહાશય, કૂવા પર જ, ત્યાં જ ઠીક પડશે. કાપડિક :- વારુ! [જઈને કૂવા ઉપર બેસે છે.] રૂપસુંદરી :- [પાણી લઈ પગ ધોતાં શુભ ચિહનો જોઈ] મહાભાગ ! કૂવામાં નાંખી દેવાનો મારા ભાઈ ચોર શિરોમણિનો આ સંકેત છે. એમાં કંઈક ડૂબી મૂા છે. પરંતુ તમને મહાપુરુષ જાણી છોડી દઉ છું. મારા પર કૃપા કરશો. કાપડિક :- તું ચિંતા ન કરીશ. હું તારું પ્રિય કરીશ. [ઊઠીને નાસી જાય છે.] રૂપસુંદરી :- ઓ ભાઈ! દોડો દોડો પેલો મજૂર મારા હાથમાંથી છટકી ગયો. ચોર :- આવીને] કયાં ગયો ? રૂપસુંદરી:-[બતાવીને] ઓ નાસે પકડો. ચોર:- [તલવાર લઈ પાછળ દોડી] ઊભો રહે, બદમાસ ! કાપડિક :- (દોડતાં દોડતાં મનમાં પેલા થાંભલા પાછળ ગોઠવાઈ ઘા ચુકાવી તેને થાપ આપી દઉં. તેમ કરે છે.] ચાર :- [માણસ સમજી થાંભલા પર ઘા કરી] બસ ! મૂઓ પામર. [પાછો ચાલ્યો જાય છે.] . કાપડિક :- (મનમાં] ગયો મૂર્ખ ! પરંતુ તેને બરાબર ઓળખી લેવો જોઈએ. [ઓળખી લઈ બીજી તરફ જાય છે.] રાહક :- (દુકાન ઉપર બેસીને | શેઠ મને ઉત્તમ વસ્ત્રો આપો. મારે ગ્રામાન્તરે જવું છે. માટે જલદી આપો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy