________________
૩૫૪
પંચ પ્રતિકમાગસૂત્રો
ગૃહસ્થો પ્રવેશ કરે છે.] સર્વે:- [પ્રણામ કરી] જય થાઓ મહારાજનો ! વિકમરાજ :- આજે શા કાજે પ્રજાજનો અત્રે પધાર્યા છે ? સર્વે:- હિાથ જોડી] મહારાજ મરી ગયા. અમારા દુ:ખનો પાર નથી. વિકમરાજ :- હું શું કહો છો. મારા રાજ્યમાં પ્રજાજનોને દુ:ખ ? બોલો, જલદી બોલો. શું દુઃખ છે? સર્વે :- હાથ જોડી] મહારાજ ! એક જબ્બર ચોર અમારી ગુપ્તમાં ગુપ્ત રાખેલી સારી વસ્તુઓ
ચોરી જાય છે ! તે સમજાતું નથી. વિક્રમરાજ :- [મંત્રીને પ્રજાજનોને આશ્વાસન આપો. મંત્રી :- [પ્રજાજનો મહારાજાધિરાજની ઈચ્છા છે કે-“એ મુશ્કેલીનો ટૂક વખતમાં જ રાજ્ય અંત
લાવશે.' સર્વે:- જય પામી મહારાજ ! [સર્વે જાય છે.] મંત્રી :- મહારાજ ! એ ચોરને પકડવામાં ચાલાકમાં ચાલક દુર્ગપાળો અને બીજા અનેક પ્રયત્નો
નિષફળ નીવડ્યા છે. વિક્રમરાજ :- એમ જ કહો ને કે-“આપણે સર્વે પ્રજા ઉપર ભારંભૂત થઈ રહ્યા છીએ.” મંત્રી :- ના, મહરાજ, આપ મહાનુભાવ રાજાધિરાજને કશું અશકય નથી. વિક્રમરાજ:- ઠીક છે, તમે તમારાં કાયોમાં સાવધાન રહો. હવે પછીની એ બાબતની આગળ તજવીજ
અમો જાતે જ કરીશું. [સ જાય છે.]
૧લ પુર:- બિહારથી મંદિરનું બારણું ખખડાવી.) એય ! અંદર કોણ છે ? ઉઘાડો. ૨ જો પુરુષ :- (અંદરથી એ તો હું ગરીબ કાપડિક મુસાફર છું. ૧ લો પુરુષ :- [બહારથી જોરથી ખખડાવી] ઉઘાડ, ઉઘાડ, જલદી ઉધાડ. કાપડિક:- (અંદરથી] થાકયો પાક્યો સૂવા દો ને બાપુ! માંડ સૂતો છે ને ? ૧ લો પુરુષ :- ઊઠ, ઊઠ, તું કાપડી છો કે કોણ ? જોઉ તો ખરો. કાપડિક :- [ઉઘાડી] શા માટે હેરાન કરો છો ? મહેરબાન ! ૧ લો પરપ :- અલ્યા ! તું યે લાગે છે તો મારા જેવી. તારે પૈસાદાર થવું છે ને ? ચાલ મારી
સાથે. કાપડિક :- તે ખાતર તો દેશ-પરદેશ રખડી રહ્યો છું. તોયે નસીબ તો બે ડગલાં આગળનું આગળ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org