________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૫૩
દેવદત્તા :- મહારાજ ! આપે આને ઓળખ્યો કે ? વિકમરાજ :- એ જ અચળશેઠ આવી પહોંચ્યો છે. [જાય છે.] અચળશેઠ :- [કરિયાણા બતાવતો] જુઓ મહારાજ ! આ મજીઠના કોથળા. આ સૂંઠ. આ ધાણા.
આ ખારેક. વિક્રમરાજ :- શેઠ ! આમ જૂઠાણું ન ચલાવો. તમારી પાસે જે જે કિંમતી ચીજ હોય, તે પણ બતાવી
દો. તમે ન જાણતા હો તો જાણી લેજો કે “આ રાજ્યમાં દાણચોરીની શિક્ષા શિરચ્છેદ
છે.” માટે જે હોય, તે સાચેસાચું બોલી જાઓ, અને બતાવી દો. અચળશેઠ :- મહારાજ ! હું અસત્ય બોલતો નથી. જે છે, તે બધું આપની સેવામાં હાજર કર્યું છે. વિક્રમરાજ:- બસ, તમે જૂઠું બોલો છો. કયાં ગયા રાજસુભટો ? સુભટો :- હાજર, મહારાજ ! વિક્રમરાજ :- આ શેઠને મેથીપાક ચખાડો. તે વિના સાચું બોલશે નહીં. સુભટો :-શેઠ આમ આવો. [કહી શેઠને મારવા પકડીને બાજુએ લઈ ગયા.] વિક્રમરાજ :- [કાનમાં] એમ કરજે. [પ્રગટ] જાઓ. ચખાડો બરાબર મેથીપાક. સુભટો - [પાછા આવી] મહારાજ ! ખૂબ ખોખરો કર્યો, પણ એકનો બે થતો નથી. અચળશેઠ :- મહારાજ ! મારી પાસે બીજું કાંઈ નથી— વિક્રમરાજ :- શેઠ. મને ઓળખો છો ? અચળશેઠ :-મહારાજઆપ મહારાજાધિરાજને કોણ ન ઓળખે?
દિવદત્તા આવે છે] દેવદત્તા :- કેમ શેઠ ! મને ઓળખો છો કે ? અચળશેઠ-[નીચે જોઈ રહે છે.] દેવદત્તા :- આ મૂળદેવ કુમારને તો ઓળખ્યા કે નહીં ? અચળશેઠ :- [સામે જોઈ, ફરીથી નીચે જોઈ જાય છે.] દેવદત્તા :- શેઠ ! નીચે શું જુઓ છો ? તમારા જેવા એ નથી. આ જગતુમાં હજુ સુધી તમો જીવતા
છો, તે તેઓશ્રીની ઉદારતાનો જ પ્રભાવ સમજો. અચળશેઠ :- [રાજાના પગમાં પડી] હું આપનો દાસાનુદાસ છું. મારા અપરાધ ક્ષમા કરો. ઉજયિની
પતિએ મને કાઢી મૂકયો છે, આપ હવે દવા કરશે. વિક્રમરાજ :- શેઠ ! જાઓ. મારા ભલામણ પત્રથી તમને ઉજ્જયિનીમાં પણ પ્રવેશ મળશે. અચળશેઠ :- આપનો મહાન ઉપકાર. [પ્રણામ કરીને જાય છે.] [પ્રતિહારી સાથે શહેરના આગેવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org