SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણ સૂત્રો ૩૫૭ સેવક :- [આવીને પ્રણામ કરી.] દેવ ! સર્વ ભોજનસામગ્રી તૈયાર છે, પધારો. વિકમરાજ :- [અતિથિને] હા, પધારો [બન્નેય જાય છે.] અતિથિ :- [ જમતાં જમતાં] આશા છે કે આપ મને જલદી છૂટો કરશો. જેથી મારાં બહેનને અહીં તેડી લાવી આપની સાથેનાં લગ્નની તૈયારી વેળાસર કરી શકું. વિકમરાજ :- આપ શ્રીમાને કશી ઉતાવળ કરવાની જરૂર નથી. આપની લાયકી જોઈ પ્રથમ મારી ઈચ્છા રાજ્યમાં લાયક મંત્રીની ખામી આપથી જ પૂરી લેવાની છે. પછી નિરાંતે બધો ઘટતો બંદોબસ્ત કરી શકશો. અતિથિ :- આપની કૃપા અપરંપાર છે. [જમવા માંડે છે.] (૮) કમળા:- [પ્રણામ કરી] મહારાજ ! હવે તો ત્યાં ફૂટી કોડીએ નથી રહી. વિક્રમરાજ:- બસ ખલાસ ? પરંતુ તે આટલો બધો બેદરકાર કેમ બન્યો છે ? કમળા :- આપ તરફની રોજ નવી નવી નવાજેશથી તે તૃપ્ત થઈ ગયો છે. વિકમરાજ :- મારી ઇચ્છા આજે પણ તેને મોટું ઈનામ આપવાની છે. [સેવકોને જા, જલદી નવા મંત્રીશ્વરને તેડી લાવ. સેવક :- જી ! હજૂર [કહી જઈને તેડી લાવી] મહારાજ ! મંત્રીરાજ આ પધાર્યા. વિક્રમરાજ :- પધારો, મંત્રીરાજ ! [આંગળીથી બતાવી] બિરાજો આ આસને. આપના મંત્રીશ્વર પદની પ્રાપ્તિ પછી રાજ્યમાં સુલેહ શાંતિ જોઈ મારી ઘણી ચિંતાનો ભાર ઓછો થઈ ગયો છે. ખરેખર, તમારાથી રાજ્ય મગરૂર છે. મંત્રીરાજ:- એ આપની મહાકૃપાનું પરિણામ છે. વિક્રમરાજ :- આપના એ કામથી ખુશ થઈ આજે મારી ઈચ્છા દરરોજ કરતાં મોટામાં મોટું ઇનામ આપવાની છે. [સેવકોને] જાઓ પેલા અલંકારો અને ઉત્તમ વસ્તુઓના થાળ હાજર કરો. સેવકો :- જી મહારાજ ! [કહી દોડી જઈ બધા થાળો હાજર કરે છે.] મંત્રીશ્વર :- [જોઈ રહે છે, ને વિચારમાં પડી જાય છે.] વિક્રમરાજ :- કેમ મંત્રીશ્વરજી ! આપ વિચારમાં પડી ગયા ? આ વસ્તુઓ કયાંય જોઈ છે ? તે પરથી કાંઈ પ્રિય સ્વજન યાદ આવે છે ? મંત્રીશ્વર :- ના, મહારાજ, એવું કશું નથી. આપની મારા ઉપરની દયાને કાંઈ મર્યાદા હશે કે નહીં ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy