________________
૩૪.
અચલશેઠ :- [પલંગ પર બેસી] કેમ દેવદત્તા ! આનંદમાં છો ને ? દેવદત્તા :- આપ આનંદમાં છો, અમે પણ આનંદમાં છીએ.
અચલશેઠ :- દેવદત્તા ! આજે મારી કુળદેવીએ સ્વપ્ન આપ્યું છે કે, ‘“વત્સ અચલ ! જો તું દેવદત્તાનું દીર્ઘ આયુષ્ય ઇચ્છતો હો, તો તારે તેના પલંગ પર બેસી વિધિપૂર્વક સ્નાન કરવું. માટે તારા દીર્ઘ આયુષ્યની ઇચ્છા રાખતા મને તું વિધિપૂર્વક નવરાવ.
દેવદત્તા :- અરે ! પલંગ પર બેસીને નવાતું હશે ? આ અમૂલ્ય વસ્ત્રોનું શું થાય ?
અચળશેઠ :- તું આટલી કૃપણ કયારની થઈ ? કોનો સંગ લાગ્યો ? તારા આયુષ્ય આગળ વસ્રોની શી કિંમત છે ?
અક્કા :- હા, હા, શેઠ ! આપનું કહેવું બરાબર છે. મારી દીકરીના સર્વ અપમંગળ નાશ પામો. આપ સુખેથી સ્નાન કરો. અલિ ! માધવી ! જા, લઈ આવ બધાં સ્નાન યોગ્ય સાધનો. માધવી :- લઈ આવું છું. [ગઈ, ને પાછી આવી.] લો, આ સર્વ સ્નાન-સામગ્રી. અચલશેઠ :- હાં લાવો. [નાહવા માંડે છે. નીચે સળવળાટ સાંભળી] અરે ! પલંગ નીચે શું ભરાયું છે ? [ઊભા થઈ લટકતો ઓછાડ ઊંચો કરી મૂળદેવકુમારને બહાર ખેંચી કાઢે છે.] વાહ રે ! કળાનિધાન ! અહીં શી કળા શીખવા પેઠા હતા ? વાહ ! તમારા દીદાર ! [હસે છે.]
પંચ પ્રતિક્રમણસૂત્રો
મૂળદેવ :- [પીઠી, આંબળાનું ચૂર્ણ અને મેલા પાણીથી ખરડાયેલા શરીરે ચાલવા માંડે છે.] અકા :- અરે ! એય ! અહીં શી થાપણ હતી ? ચાલ્યો જા. ફરી મુખ બતાવતો ના. અચળ :- ઉતાવળ મા કર. સુવર્ણ-રૂપમય તેના મુખનું તો દર્શન કરી લે.
-
દેવદત્તા :- [અપમાન સહન ન થતાં] તમારી દુષ્ટતાની હદ થઈ. બસ કરો, દુષ્ટો ! મહાપુરુષનું અપમાન ! [મૂળદેવને] પ્રિય કુમાર ! ક્ષમા કરો. એ દુષ્ટોને તેનું ફળ મળશે. આપ હાલમાં અહીંથી ચાલ્યા જાઓ.
મૂળદેવ :- હાલમાં અહીં આવવાની આશા ન રાખશો. આ અપમાન મારે માટે અસહ્ય છે. [એમ કહી તળાવને રસ્તે જાય છે.]
દેવદત્તા :- [ખિન્ન ચહેરે જોઈ રહે છે.]
[અક્કા અને અચળ હસતાં હસતાં ચાલ્યા જાય છે.]
( ૪ )
૧ લો રાજપુરુષ :- અરે ! પણ આ મંગળ હાથણી આમ બગીચામાં કયાં ચાલી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org