________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
૨ જો રાજપુરુષ :- જવા દો. એ મંત્રેલી હાથણીનો ત્યાં જવામાં જરૂર કાંઈ પણ અર્થ હશે જ. ચાલો, આપણે પણ પાછળ પાછળ જઈએ. [મંત્રીને શણગારેલી હાથણી બગીચામાં ચંપકના ઝાડ તરફ ચાલી જાય છે. રાજ્યના પ્રધાનપુરુષો અને શહેરના આગેવાનો તથા અન્ય શહેરીઓ તેની પાછળ પાછળ વાજિંત્રો સાથે ચાલ્યા જાય છે.]
હાથણી :- [ચંપક વૃક્ષ નીચે સૂતેલા પુરુષ તરફ જોઈ આનંદ બૃહિત કર્યું. સૂંઢમાં રહેલો મંગળ કળશ ઊંચો કર્યો અને તેના ઉપર ઢોળ્યો.]
૩૪૯
સૂતેલો પુરુષ :- [ચમકી ઊઠી] અરે ! આ શું ? મારા પર પાણી કયાંથી ?
રાજમંત્રી :- [પાસે જઈ પ્રમાણ કરી] ભાગ્યનિધાન ! આ બેનાતટ નગરના અપુત્ર રાજાના પંચત્વથી આપ દિવ્ય પ્રયોગથી રાજા તરીકે પસંદ કરવામાં આવ્યા છો. પધારો સર્વ અભિષેક-સામગ્રી તૈયાર છે.
પુરુષ :- [ઊઠીને] અહો ! સઘળી સામગ્રી અહીં હાજર જ છે ?
મંત્રી :- હાજી. [દરેક સામગ્રી આપે છે. પુરુષ રાજ્યને ઉચિત સર્વ વિભૂષણ સામગ્રીથી સજ્જ થઈ હાથણી ઉપર આરૂઢ થાય છે. માથે છત્ર ધરાય છે. બાજુએ ચામર ઢોળાય છે, હાથણી આગળ ચાલે છે.]
બંદીલોકો :- જય ! જય ! મહારાજાધિરાજનો જય !
[સૌ રાજધાનીમાં આવ્યા ને પુરુષને સિંહાસનાધિષ્ઠિત કરી સૌએ પ્રણામ કર્યાં. પુરુષે રાજવહીવટ તપાસી લીધો અને મંત્રી સામે જોઈ.]
પુરુષ :- એક ચતુર દૂતને હાજર કરો. જે ઉજ્જયિનીના રાજમંદિરમાં જલદી જઈ પહોંચે અને ઇષ્ટકાર્ય સિદ્ધ કરી લાવે.
મંત્રી :- મહારાજ ! તે હાજર જ છે. [દૂતને હાજર કરે છે.]
પુરુષ :- [દૂતને] તું જા જલદી ઉજ્જયિની. ત્યાંના રાજરાજેશ્વર જિતશત્રુ મહારાજાને કહેજે કે, ‘‘બેનાતટનગરના હાલ તુરતમાં જ રાજા થયેલા આપના પ્રીતિપાત્ર મૂળદેવ મહારાજા વિજ્ઞપ્તિ કરે છે કે, “દેવદત્તાને તુરત જ અમારા તરફ મોકલો.’’
દૂત :- જેવી આજ્ઞા. [કહીને જાય છે.]
Jain Education International
આકાશવાણી :- “મૂળદેવકુમાર વિક્રમરાજ જેવા સર્વ કળાનિધાન છે, માટે હવેથી તેને વિક્રમરાજ તરીકે દરેકે સંબોધવા. અને જે કોઈ તેની આજ્ઞા માનશે નહીં તેનો વિનાશ થશે.’’
મંત્રી વગેરે :- દિવ્યવાણી અમારે સર્વથા પ્રમાણ છે.
પ્રતિહારી :- હવે રાજ્યાભિષેકની સભા સમાપ્ત કરવામાં આવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org