________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૪૭
અકા :- [માં ચડાવી] તું તો તેના દોષ જ જોવાની. તેની ઉદારતા કેટલી બધી છે ? તેનો તો
જરા વિચાર કર. માધવી ! જા, એ શેરડી પરસાળમાં ઉતરાવી નાંખ. તમારે પરિજનને
પણ ખાવા થશે. દેવદત્તા - હા, હા, ઘણા દિવસ ચાલશે. [ખૂબ હસે છે.] માધવી :- લો, બા ! મૂળદેવ કુમાર તરફથી આ દાસી શેરડી લઈ આવેલ છે. દેવદત્તા :- ઉપર આવવા દે. દાસી :- [ઉપર આવીને, કપૂર છાટલા, ગાંઠા વિનાના, રસભર્યા, માપસર કાપેલા શેરડીના માંદળિયાથી
ભરેલી ચિત્રવિચિત્ર ભરત ભરેલા રૂમાલથી ઢાકેલી ચાંદીની થાળી આપે છે.] લો, આ મૂળદેવકુમારે
આપને માટે અલ્પ ભેટ મોકલી છે. દેવદત્તા :- [સહર્ષ] કુમારનો મહાન ઉપકાર. [કહી સ્વીકારે છે. દાસી જાય છે. માજી! લો, ચાખો,
આ પ્રસાદી. જોયું તેનું ઔચિત્ય જ્ઞાન ? અક્કા :- મને એવું ન ભાવે. તું તારે ખાજે. [ઊઠીને ચાલવા માંડે છે.] દેવદત્તા :- મા! બેસો, શા માટે જાઓ છો ? અકકા :- હું તારા જેવી નવરી નથી. પરંતુ તને કહી દઉં છું કે, તું એને છોડી દે, નહીંતર, હું તો છોડાવીશ જ. દેવદત્તા :- પણ મા !.. અક્કા:- પણ બણ કાંઈ નહિ [ચાલી જાય છે.] માધવી :- બા ! મૂળદેવકુમાર પધાર્યા. દેવદત્તા :- સારું થયું. મૂળદેવ :- [આવીને પલંગ ઉપર બેસે છે. કેમ દેવદત્તા! દેવદત્તા :- [પ્રણામ કરી] આપને જોઈને આનંદ. માધવી:- [આવીને] બા, અચળ શેઠ સાથે માજી આવે છે. દેવદના :- શું કામ હશે ? [મૂળદેવને આપ આ પલંગ નીચે સંતાઈ જાઓ. ખીચડીમાં આવેલો
કાંકરો કાઢ્યા પછી આપણે કલાવિનોદ અનુભવીશું. મૂળદેવ :- મારી પણ એ જ ઈચ્છા છે. જોઉ તો ખરો. શું થાય છે?
[પલંગ નીચે સંતાય છે.]
[અક્કો અચળશેઠ સાથે આવે છે.] દેવદત્તા :- પધારો, માજી ! પધારો, શેઠ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org