SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ પંચ પ્રતિક્રમણ સૂત્રો મૂળદેવ - દેવદત્તા! કર્મની ગતિ જ ન્યારી છે. તારા જેવી કળા-નિધાન નારીના નસીબમાં કુળવતીના કુળને બદલે વૈશિકકુળ જડાયું છે. શું એ અમારી હદયભૂમિને ધરતીકંપ સમાન નથી? દેવદત્તા :- મહારાજ ! હું સર્વથા નિરુપાય છું. મારા સર્વ પ્રયત્નો કુલવતીને ઉચિત જીવન-સૌભાગ્ય પ્રાપ્ત કરવાના છે, પણ તે તો આજે મનોરથ રૂપે જ છે. પરંતુ આપ જે ધારો તો અમારા હૃદયને આનંદપ્રકાશમાં ઝીલતાં કરી શકો તેમ છો. માધવી :- [જલદી આવીને] બા! મા આવે છે. મૂળદેવ :- [મનમાં] આ શાકિનીનું આ વખતે અત્રે શું કામ હતું? વિદત્તાને હવે હું મારા નિવાસ તરફ જાઉં છું. દેવદત્તા :- ભલે સિધાવો. પરંતુ વહેલા દર્શન થાય તેવો પ્રયાસ કરશો. મૂળદેવ :- હા, અવકાશે તેમ કરીશું. [જાય છે.] દેવદત્તા :- માધવીને મા કયાં છે ? માધવી :- આ આવ્યાં. [અકકા આવે છે.] દેવદના :- પ્રણામ માજી ! અકા :- આનંદમાં છોને દીકરી ! દેવદત્તા :- આપના જેવા હિતચિંતક હોય ત્યાં આનંદની અવધિ શી હોય? અકકા :- કયાં ગયો પેલો નિર્ધન શિરોમણિ પરદેશી રખડતો રામ? દેવદત્તા :- માજી ! આપ કોને વિષે આમ રોષાગાર વર્ષાવો છો? અકા :- પેલા તારા મૂળિયા વિપે. બીજા કોના વિષે ? પાઈ આપવી નહીં, ને ઊલટું ઘર ખોદવું. દીકરી ! મીઠા મોણ અચળ શેઠને બદલે આ ઝાંઝવાના જળથી ભરેલા રણમાં તું કયાં અથડાવા લાગી ? છોડી દે એને, છોડી દે. સમુદ્રમાં પથ્થરના વહાણ સરખા એને છોડી દે. દેવદત્તા - માજી ! આપની ધન-લોલુપતા આપને એમ બોલવા દે, એ સ્વાભાવિક છે. અને મારી ગુણલબ્ધતા એ ઝાંઝવાના જળ(2)ની પાછળ મને દોડાવે, એ પણ સ્વાભાવિક છે. અક્કા :- બહુ દોઢડાહી થઈ ગઈ જણાય છે. કર, ત્યારે બન્નેયની પરીક્ષા. દેવદત્તા - પરીક્ષા કરો કે ન કરે. મારા અભિપ્રાયમાં જરાયે ફેર પડવાનો નથી. માધવીને) માધવી ! જા, બન્નેયને કહે કે, “દેવદત્તાને શેરડી ખાવાની ઈચ્છા થઈ છે, માટે મોકલો.” માધવી :- આ ચાલી (જઈને પાછી આવી) માજી ! અચળ શેઠે મોકલેલું શેરડીનું આ ગાડું કયાં ઉતરાવવું છે ? દેવદત્તા :- અરે ! પણ ગાડું શેરડીને શું કરવાની હતી ? શું હું હાથણી-બાથણી છું? કેવો મૂર્ણ ? [ખૂબ હસે છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy