________________
પંચ પ્રતિક્રમણ સૂત્રો
૩૪૫
એક સભ્ય :- હું પાટલીપુત્રનો રાજ સેવક વિમણસિંહ નામે દ્વારપાળ છું. કાર્યવશાત અત્રે આવી
ચડ્યો છું. મારી વિજ્ઞપ્તિ એ છે કે, આ વીણા વગાડનાર મહાશય અમારા શહેરના ભૂષણ રૂપ નરપુંગવ સર્વ કળા વિશારદ ધૂર્ત શિરોમણિ જગપ્રસિદ્ધ રાજકુમાર મૂળદેવ
હોવાનું મારું અનુમાન છે જેની આજે બીજી જેડી નથી. રાજા :- શું એઓ પ્રસિદ્ધ મૂળદેવ કુમાર છે? જે તેમ હોય, તો અમારી પણ લાંબા વખતથી તેમને
મળવાની ઉત્કંઠા છે. [મૂળદેવ તરફ] મહાશય ! જે આપ તે પુરુષશ્રેષ્ઠ હો, તો આશા રાખીએ
છીએ કે, આપ આપનું મૂળ સ્વરૂપે પ્રગટ કરશો. મૂળદેવ :- આપ શ્રીમાના આગ્રહને વશ થવું પડશે. [કહી, મુખમાંથી વામની ગુટિકા કાઢી નાંખી
વાદળામાંથી ચંદ્રમાં બહાર નીકળી આવે તેમ તેનું મૂળ સ્વરૂપ ખુલ્લું થયું.] સભા :- [સર્વાગ સંપૂર્ણ દેદીપ્યમાન કાન્તિનું સરોવર અને લાવણ્યનો ઊછળતો સાગર જોઈ ચકિત
થઈ ગઈ] વાહ ! આવા પણ પુરુષો જગતમાં પાકે છે ? રાજા :- કુમારચેઝ તમારે આમ છૂપા રહેવાનું શું કારણ છે ? આ રાજ્ય તમારે તમારું જ સમજવાનું
છે. [કહી તાંબૂલવાહિની પાસેથી તાંબૂલ લઈ મૂળદેવને આપવા હાથ લંબાવ્યો.] મૂળદેવ :- આપની છત્રછાયામાં સર્વ રીતે સુખી છું. [કહી તાંબૂલ લેવા હાથ લાંબો કરી લીધું,
ને પ્રણામ કરી, સ્વોચિત આસને બેઠો.] રાજા :- દેવદત્તા ! તું પણ આવા સુભગ પુરુષના સંયોગથી તારી કળા-ચાતુરીને કૃતાર્થ કરજે. દેવદત્તા :- આપના જેવા મહાન પુરુષોની અમી નજરનું એ સુફળ છે. ૧ લો વૈતાલિક :- થાન્ત રવિ સ્વગૃહે પધારે. ૨ જો વૈતાલિક :- જોઈ પ્રસન્ન મુખ ચન્દ્ર, પ્રફુલ હાસ્ય નિશા મુખે ઝરે. પ્રતિહારી :- જાણી સમય સંધ્યા તણો નૃપ અવંતી સભા સમાપ્ત કરે.
[સૌ જાય છે.]
(૩) દેવદત્તા - રાજકુમાર ! તમારા સહવાસનો આનંદ કોઈ અપૂર્વ છે. મૂળદેવ :- તારા જેવી કળાનિપુણ નારીનો યોગ પણ દુર્લભ જ છે તો ? દેવદત્તા - એવું કાંઈ નથી. પરંતુ એક વિજ્ઞપ્તિ માટે અનુજ્ઞા માંગું છું. મૂળદેવ :- અનુજ્ઞા માગવાની કશી જરૂર નથી. ખુશીથી જણાવો. દેવદત્તા :- સર્વકળા સંપન્ન પૂર્ણિમાના ચંદ્ર સમાન આપને ઘુતરાહુ ગ્રહણ કરે છે, ત્યારે મારા હૃદય
આકાશમાં અનેરી ઘેરી શ્યામ છાયા છવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org