________________
૩૪૪
આવેલ છે, શો જવાબ આપું ?
દેવદત્તા :- તુરતમાં જ તૈયાર થઈને આવી પહોંચવાનો. માધવી :- ઠીક. [જાય છે.]
( ૨ )
રાજા :- દેવદત્તા ! હિંગુજી તબલચી નવા રાખ્યા કે શું ?
દેવદત્તા :- જી ! મહારાજ, આપને પોતાની કળા બતાવવાની ભાવનાથી એઓ મારી સાથે આપની હજૂરમાં હાજર થયા છે.
રાજા :- વાહ ! બહુ સારું, અમને પણ તે પ્રિય છે. તમારો પ્રયોગ શરૂ કરો. દેવદત્તા :- હાજી ! સર્વ સામગ્રી તૈયાર જ છે. [નૃત્યારંભ કરે છે.] મૂળદેવ :- [તબલચીનું કામ ઉપાડી લે છે.] [નૃત્ય આગળ વધે છે.] રાજા :- વાહ ! પરસ્પરની કળાને પરસ્પરનો કેવો ઓપ ચડી રહ્યો છે. મંત્રી :- દેવદત્તાનું આજનું નૃત્ય કોઈ અપૂર્વ છટાભર્યું જણાય છે. દેવદત્તા :- [નૃત્ય પૂર્ણ કરી] જય જય મહારાજ ! [કહી પ્રણામ કરે છે]
રાજા :- દેવદત્તા ! માંગ, ખુશીથી માંગ. તારે શું જોઈએ ?
દેવદત્તા :- આપનો એ પ્રસાદ હાલમાં આપની પાસે જ થાપણ તરીકે રાખી મૂકવા વિજ્ઞપ્તિ કરું છું.
રાજા :- જેવી તારી ઇચ્છા. શું તું બીજો પ્રયોગ આરંભવાની તૈયારી કરે છે ?
દેવદત્તા :- આપ શ્રીમન્ત રાજાધિરાજની આજ્ઞા હોય, તો અવશ્ય.
રાજા :- તારા પ્રયોગોએ અમારા ચિત્તને ખરેખર આજે તો વશ કરી લીધું છે.
દેવદત્તા :- [બીજો પ્રયોગ કરે છે.]
પંચ પ્રતિક્રમણસૂત્રો
મૂળદેવ :- [વીણા વગાડી, સભાને ડોલાવી રહે છે.]
દેવદત્તા :- [નૃત્યને અંતે] જય જય મહારાજાધિરાજ ! ઉજ્જયની પતિનો સદાયે જય થાઓ. [કહી પ્રણામ શરૂ કરે છે.]
રાજા :- [પ્રતિહારીને] લે, આ. અમારા અંગનાં સર્વ ઉત્તમ આભૂષણો બન્નેય કળાનિષ્ણાતોને વહેંચી આપો.
પ્રતિહારી :- જેવી રાજાધિરાજાની આજ્ઞા. [લઈ બન્નેયને આભૂષણો આપે છે]
એક સભ્ય :- [સભામાં આગળ આવી, રાજાને પ્રણામ કરી] શ્રીમાન્ અવંતી ભૂપાળ ! આ સેવકની
આ પ્રસંગે એક વિજ્ઞપ્તિ કરવાની ઇચ્છા છે.
રાજા :- આપ કોણ છો ? ને શી વિજ્ઞપ્તિ કરવાની છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org