SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણસૂત્રો પણ અદ્ભુત છે ! આપ કોણ છો ? હું આપને પગે લાગું છું. કૃપા કરીને આપનું ખરું સ્વરૂપ હવે તો જણાવો. [એમ કહી તેને પગે પડી વીનવવા લાગી.] ૩૪૩ મૂળદેવ :- [મોંમાંથી વામની ગુટિકા કાઢીને મૂળ સ્વરૂપમાં ઊભો રહી.] તમારો બહુ આગ્રહ છે, તો મારે તેને વશ થયા વિના ચાલતું નથી. દેવદત્તા :- દેવને પણ ભુલાવે તેવું લાવણ્યસાગરની છોળો ઉછાળતું આવું અદ્ભુત રૂપ આપ શા માટે છુપાવો છો ? ખરેખર, મારા અહોભાગ્ય ! સુંદર પુરુષની સુંદરતાની અવધિ હું જોવા પામી. દેવ ! મારા પર કૃપા કરો. હવે હું આપને સ્નાન કરાવું ! મૂળદેવ :- મારી પણ તમારી કળા જાણવાની ઇચ્છા તો છે જ. દેવદત્તા :- [વિવિધ પ્રકારે સ્નાન કરાવે છે.] મૂળદેવ :- તમારીયે પ્રતિભાશકિત અદ્ભુત છે, નવનવા પ્રકારથી સ્નાન તો ઘણી વખત કર્યું છે. પરંતુ તમારા હસ્તકૌશળથી તેમાં જે રસસંચારનો અનુભવ થાય છે, તે તો અદ્ભુત જ છે. દેવદત્તા :- [દેવદુષ્ય વસ્ત્રો લાવી] લો. હવે શરીર લૂછી, આપ આ વસ્ત્રો પહેરી વિલેપનાદિથી સજ્જ થઇ ભોજનશાળામાં પધારો. હું ત્યાં સજ્જ છું. [જાય છે.] મૂળદેવ :- આ આવ્યો સમજે. [તૈયાર થઈને જાય છે.] માધવી :- પધારો આ રસ્તે. [બન્નેય જાય છે.] દેવદત્તા :- પધારો: બિરાજે આ આસને. આ સર્વ અલ્પ રસસામગ્રીમાંથી આપને જે રુચિકર હોય, તેનો ઉપયોગ કરી કૃતાર્થ કરશો. મૂળરાજ :- મારે તમારા આગ્રહને વશ થવું પડ્યું છે. મને સ્વસ્થાને જવાને ઘણું મોડું થયું છે. દેવદત્તા :- આપને હવે કયાંય પણ જવાનું નથી. જવા દઈશ પણ નહીં. આપના વિના મારી એક ક્ષણ પણ વીતે તેમ નથી. માટે જવાનું તો નામ જ ન લેશો. મૂળદેવ :- પરદેશી અને વળી મારા જેવા નિર્ધન સાથે આપે આટલી બધી માયા બાંધવી ન જોઈએ. દેવદત્તા :- ગુણી પુરુષોના સૌ સ્વદેશ જ છે. સર્વગુણધનસમૃદ્ધ આપને નિર્ધન કોણ કહે ? અહીંથી ન જવાનું વચન આપો. આપના પરિચયથી હું કૃતાર્થ થઈ છું. મૂળદેવ :- તમારો પરિચય પણ મને એટલો જ સુખકર નીવડ્યો છે. પરંતુ ભાગ્ય-ચક્ર કેમ ફરે, તે તો આપણા હાથની વાત નથી. દેવદત્તા :- એ બધું ઠીક. પરંતુ, અહીંથી ન જવાનું વચન આપો. મૂળરાજ :- ભલે, એમ કરીશું. માધવી :- [ઉતાવળથી આવીને] નાટ્યપ્રયોગના આરંભનો સમય સૂચવવા રાજભવનમાંથી રાજદૂત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy