SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ પંચ પ્રતિકમાણસૂત્રો તેના બલમિત્ર અને ભાનુમિત્ર નામના બે પુત્રો હતો. તેને બળભાનુ નામનો એક ભાણેજ હતો. તેણે ત્યાં પધારેલા કાલિકસૂરિનો ધમપદેશ સાંભળી દીક્ષા લીધી. અને ગંગાધર નામના બ્રાહ્મણને તે બાળ સાધુએ જ હરાવ્યો, તેથી તે ઈષ્ય રાખતો હતો. ફરીથી કાલિકસૂરિ ભરૂચમાં પધાર્યા, ત્યારે પેલા ગંગાધર પુરોહિતે-રાજાને સમજાવ્યું કે, “ગુરુ જે રસ્તે ચાલે તે રસ્તા પર ચાલવાથી લોકોને પાપ લાગે અને તેનો દોષ રાજાને માથે આવે.” રાજાએ કહ્યું કે, “શાંતિથી રહે તો ગુરુને જવાનું કેમ કહી શકાય ?” પુરોહિતે કહ્યું કે, “તેમને માટે શહેરમાં ઠામ ઠામ રસોઈ કરાવો અને તમારા માટે આ રસોઈ છે, એમ કહેવું. એટલે અનૈયાગીય આહાર મળતો ધારીને તેઓ પોતાની મેળે જ વિહાર કરી જશે.” રાજાએ આ યુતિ અજમાવી. આચાર્ય મહારાજ ભરૂચથી વિહાર કરી પૈમાં ચોમાસું રહ્યા. ત્યાંના શાલિવાહન રાજાના પૂછવાથી અને પાંચમને દિવસે ઈંદ્રમહોત્સવ હોવાથી ચોથની સંવત્સરી પ્રવર્તાવી, જે ગીતાર્થની આચરણા હોવાથી સકળ સંઘે તે પ્રમાણે સંવત્સરી પ્રતિક્રમણ કર્યું. એક વખતે આચાર્ય ઉજજયિનીમાં હતા. શિષ્યોનો પ્રમાદ છોડાવવા વહેલા ઊઠીને બીજે ગામ જ્યાં પોતાના સાગરચંદ્ર નામના આચાર્ય શિષ્ય હતા ત્યાં ગયા. સાધુઓને ગુરુના જવાથી ફાળ પડી, અને શય્યાતરના ઠપકાથી પ્રમાદ છોડી ચારિત્ર પાળવા લાગ્યા. આ તરફ ગુરને ઓળખ્યા વિના પણ વૃદ્ધ સાધુ જાણી સાગરચંદ્રસૂરિએ વિનય કર્યો. સાગરચંદ્રસૂરિએ પોતાના વ્યાખ્યાનની છટા વિષે અભિપ્રાય પૂછયો- ગુરુએ કહ્યું, “શ્રેષ્ઠ.” તેથી સાગરચંદ્ર આચાર્ય બહુ હર્ષ પામ્યા. ત્યાં ધર્મની જરૂરિયાતો ઉપર બનેયે વાદવિવાદ કર્યો. કાલિકાચાર્ય મહારાજે યુક્તિથી આત્માનું નિત્યત્વ અને ધર્મની જરૂરિયાત સાબિત કરી. થોડા દિવસે આચાર્ય પાછા આવ્યા. એક વખતે શિષ્યોને બોધ આપવા રેતીની કોથળી ભરી, તે ઠલવીને બીજી ભરી, ત્રીજ, એમ કરતાં રેતી બહુ થોડી રહી. તે ઉપરથી બોધ આપ્યો કે “શ્રી ગણધર ભગવંતો પાસેથી ઊતરતું શ્રુતજ્ઞાન આ રીતે ઓછું ઓછું આપણને મળ્યું છે. માટે જે મળ્યું છે, તેને સાવચેતીથી સાચવી રાખવાની જરૂર છે.” એક વખત આચાર્ય મહારાજ પેઠમાં ચોમાસું રહ્યા હતા. અને પહેલાં દેવલોકના ઈન્દ્ર મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીને નિગોદનું સ્વરૂપ પૂછયું, જિનેશ્વરદેવે તે સમજાવ્યું, ત્યારે ઇન્ને પૂછયું કે “ભારતમાં આવું સમજાવી શકે તેવા કોઈ અતિશય જ્ઞાની છે ?” પ્રભુએ કાલિકાચાર્યનું નામ આપ્યું તેમજ શત્રુંજય તીર્થનો મહિમા કહ્યો અને ભારતની પવિત્રતા વર્ણવી. ઇન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને આચાર્ય મહારાજ એકલા હતા ત્યારે પાસે આવ્યા, અને નિગોદનું સ્વરૂપ પૂછયું. આચાર્ય મહારાજાએ કહેલું સ્વરૂપ સાંભળી ઇન્દ્ર ચક્તિ થયા. ફરી ઇન્દ્ર કહ્યું કે –“હું વૃદ્ધ છું. મારી ઈચ્છા અનશન ગ્રહણ કરવાની છે. તો મારું આયુષ્ય કેટલું બાકી હશે ?” ગુરુ મહારાજે કહ્યું કે –“તમારું બે સાગરોપમ આયુષ્ય છે.” એટલે કે તેને પહેલા દેવલોકના ઈન્દ્ર તરીકે ઓળખી કાઢ્યા. એટલે ઇન્દ્ર પોતાનું મૂળ રૂપ પ્રગટ કર્યું અને કહ્યું કે, “આપના મુનિઓ બહાર ગયા છે. તે આવ્યા બાદ હું જઈશ જેથી તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001112
Book TitlePanch Pratikramana sutra with Meaning
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1997
Total Pages883
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Education, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy