________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૩૫
મારું રૂપ આ કાળમાં પણ જોઈ શકે.”
ગુરુ મહારાજે કહ્યું કે, “તમારું રૂપ જોઈને કોઈ મુનિઓ તપના અને ચારિત્રના પ્રભાવથી તેવું રૂપ મળવાનું નિયાણું કરી બેસે ને વિરાધક થાય.” ત્યારે ઇન્દ્ર પોતે ત્યાં આવ્યાની પ્રતીતિ માટે ચોરાશી સ્તંભવાળા ઉપાશ્રયનું મૂળ બારણું જે દિશામાં હતું, ત્યાંથી ફેરવીને બીજી દિશામાં કરી દીધું ને પોતે ગયા.
મુનિઓ આવ્યા અને ઇન્દ્રના આગમની વાત કરી. તેની ખાતરી માટે ફેરવાયેલું બારણું બતાવ્યું. તેથી સૌ હર્ષ પામ્યા.
૪૬. કાલિકાચાર્ય (૩)-મગધ દેશમાં આવેલા ધારાવાસનગરના વજસિંહનામે રાજાના સુરસુંદરી નામે પત્નીને કાલક અને સરસ્વતી નામે બે બાળકો હતાં. કાલક કુમાર એક વાર ઘોડા પર બેસીને રાજકુમારો સાથે વનમાં આનંદ કરવા નીકળી પડેલા. તેવામાં ગણધર નામના સૂરિની દેશના સાંભળી તેમને સંયમ લેવાની ઈચ્છા થઈ. માતાપિતાની સંમતિ મેળવી બહેન સાથે દીક્ષા લીધી અને અનુક્રમે આચાર્યપદ પામ્યા.
એક વખત ગુરુ મહારાજ ઉજજયિનીની બહાર રહ્યા હતા. ત્યાં પ્રવર્તિની પદ વિભૂષિત સરસ્વતી સાધ્વીજી ગુરુને વંદન કરી શહેરમાં જતા હતા. તેવામાં તે શહેરનો રાજા ગર્દભિલ તે વખતે ફરવા નીકળેલો, તેણે રાજકુમારી સાધ્વીનું અદ્ભુત રૂપ જોઈ તેને પોતાના અંતઃપુરમાં મોકલાવી દીધા. ગુરુએ રાજાને સમજાવવા સંઘને તેની પાસે મોકલ્યો. સંઘે રાજાની ફરજ સમજાવી, સાધ્વીજીને છોડી દેવા કહ્યું. રાજાએ માન્યું નહીં. ગુરુએ જાતે આવીને રાજાને સમજાવ્યું કે, “એ સાધ્વી મારા સંસારીપણાનાં બહેન છે અને રાજાની તપસ્વીઓને મદદ કરવાની ફરજ છે.” પણ ગર્દભિલ એકનો બે ન થયો.
આચાર્યશ્રીએ સંઘ સાથે વિચાર્યું કે, “સમર્થ વ્યક્તિ હર ભોગે શાસન ઉપરનું વિઘ્ન દૂર ન કરે તો તેને પારાંચિત પ્રાયશ્ચિત્ત લાગે છે. મહામુનિ પુલાક લબિના બળથી દેવ, ગુરુ અને ધર્મ ખાતર ચક્રવર્તીના મોટા લશ્કરનો પણ ભૂકો ઉડાવી દે છે.” એમ કહી વેશ સાધુઓને સોંપી, સંઘને કેટલીક મહત્ત્વની ભલામણ કરી, શક રાજાઓના મલેચ્છ દેશમાં ગયા. ત્યાંના રાજાને પ્રસન્ન કરી તેની પાસેથી અવસરે મદદ કરવાનું વચન લીધું.
એક દિવસે સાધનસિંહ નામના શકોમાંના એક રાજાએ કચોળું અને છરી સાથે મોકલ્યા. તે જોઈ રાજાનું મોં પડી ગયું. આચાર્યશ્રીએ તેનું કારણ પૂછયું. રાજાએ કહ્યું કે, “અમારા છ— રાજામાંનો એક એ છે. અમારે રાજ્ય યોગ્ય પુત્ર થાય એટલે તે આ પ્રમાણે કચોળું અને છરી મોકલે. એટલે અમારું માથું કાપી દેવું પડે.”
આચાર્યશ્રીએ કહ્યું કે, “ઉજયિની નગરીમાં ધળું ગામ છે, મારી સાથે આવો તો તમને ત્યાંનું રાજ્ય અપાવું. એટલે તમો આ કષ્ટમાંથી બચો.” રાજાએ સ્વીકાર્યું. અને આચાર્ય સાથે ચાલ્યા, રસ્તામાં વર્ષા ઋતુને લીધે સોરઠ દેશમાં ઉદૂક પર્વત પાસે પડાવ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org