________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
“તેઓએ જૈન ધર્મની દીક્ષા લીધી છે અને હાલમાં પાટલીપુત્રમાં ધર્મોપદેશ આપે છે.’’ એ ઉપરથી બાળક અમને સ્થંડિલ ભૂમિ જતાં રસ્તામાં મળ્યો અને તેને દીક્ષા આપી. ટૂંકું આયુષ્ય વિચારી આ દશ વૈકાલિક સૂત્ર રચવામાં આવ્યું. આ સાંભળી શ્રી યશોભદ્રસૂરિ વગેરે મુનિરાજાઓએ વિજ્ઞપ્તિ કરી કે, ‘“હે પ્રભો ! અમને પહેલાં આ વાત કેમ ન કરી ?’’
""
આચાર્ય મહારાજે ખુલાસો કર્યો કે, “જો તેમ કરવામાં આવ્યું હોત, તો મુનિઓની વેયાવચ્ચ તે કરી શકત નહીં જ, કેમ કે, મુનિઓ તેને તેમ કરવા દેત નહીં. અને ટૂંકા વખતમાં તેને સંયમની આરાધના થાત નહીં.''
333
મનક્ માટે રચેલા ‘‘દશ વૈકાલિક સૂત્રની હવે જરૂર નથી.'' એમ ધારી તે સૂત્રને આગમોમાં પ્રક્ષેપાવી અંતર્ગત કરવા લાગ્યા. ત્યારે શ્રી યશોભદ્ર સૂરિ વગેરે મુનિઓએ તેમ ન કરવા વિજ્ઞપ્તિ કરી એટલે ભાવિકાળના અલ્પ બુદ્ધિવાળા મુનિઓ માટે તે એમને એમ રહેવા દીધું.
૪૪. કાલિકાચાર્ય (૧ લા) - તુરમણ નગરીમાં જીતશત્રુ રાજા હતા. ત્યાં કાલિક નામે બ્રાહ્મણે ધર્મ પામી દીક્ષા લીધી. ભદ્રા નામની તેની બેનનો પુત્ર દત્ત નામે હતો. તે ઘણો સ્વચ્છંદી હતો. પરંતુ તેની ચાલાકીથી તેને રાજમાં નોકરી મળી. ત્યાંથી પ્રધાન થયો. અને પછી રાજાને કાઢી મૂકી પોતે જ રાજા થઈ બેઠો અને મોટા યજ્ઞો કરવા લાગ્યો.
કાલિકાચાર્ય વિહાર કરતાં તે નગરીમાં પધાર્યા. દત્તે જઈને યજ્ઞનું ફળ પૂછ્યું. આચાર્ય મહારાજે-નરક ગતિ-રૂપ ફળ જણાવ્યું. અને “તેની ખાતરી એ કે આજથી ૭મે દિવસે તારા મુખમાં વિષ્ટા પડશે. અને તું સાતમી નરકે જઈશ કેમકે યજ્ઞ હિંસામય છે, અને તેથી નરક જ મળે.’” દત્ત ક્રોધે ભરાયો અને મારવા તૈયાર થયો. આચાર્ય અડગ રહ્યા. મકકમપણે પોતાનો અભિપ્રાય જણાવતા રહ્યા. દત્તે વિચાર કર્યો કે, ‘‘અત્યારે આચાર્યને કબજે રાખું અને આઠમે દિવસે તેની વાત છે.” એમ વિચારી પોતે સાત દિવસ મહેલમાં જ ભરાઈ રહ્યો. બહાર નીકળ્યો જ નહીં. સાતમો અને આઠમો દિવસ જાણી, તે ફુલાતો ફુલાતો બહાર નીકળ્યો, પરંતુ ખરી રીતે તે સાતમો દિવસ હોવાથી રાજ્યના અધિકારીઓ અશુચિ દૂર ફેંકાવી રસ્તાઓ સાફ કરાવતા હતા અને રસ્તામાં ફૂલ પથરાવતા હતા. તેવામાં ફૂલનો કંડીઓ લાવનાર એક માળીને મળોત્સર્ગની હાજત થઈ આવી, તેથી ભીડમાંથી બહાર ન નીકળતાં યુકિતપૂર્વક રસ્તામાં જ મળોત્સર્ગ કરી, તે પર પોતાના જ કરંડિયાનાં ફૂલોનો ઢગલો કરી વાળ્યો.
દત્ત ઘોડા પર બેસીને ઠાઠમાઠથી ફરવા નીકળ્યો, તેવામાં ઘોડાનો પગ પેલી વિષ્ટા ઉપર પડવાથી તેનો છાંટો દત્તના મોંમાં પડ્યો; ને આચાર્યના વચનની ખાતરી થઈ દત્ત મહેલે પાછો ફર્યો. પણ જિતશત્રુ રાજાના ભકત પ્રજાજનોએ ગુપ્ત વેષે ત્યાં હાજર રાખેલા તે રાજાએ પોતાના માણસો પાસે દત્તને પકડાવ્યો, કે એક રાજસેવકે તેના ઉપર શસ્ત્રનો ઘા કર્યો. તે મૃત્યુ પામી સાતમી નરકે ગયો. અને જિતશત્રુ રાજાએ આચાર્ય મહારાજની સેવા કરી જૈન ધર્મ અંગીકાર કર્યો.
૪૫. કાલિકાચાર્ય (બીજા)-શ્રીપુરના પ્રજાપાળ રાજાને કાલિક નામે પુત્ર થયો અને તેણે યોગ્ય વયે દીક્ષા લીધી. તેને ભાનુમતી નામે બહેન હતી. તેને ભરૂચના રાજા જિતારિ સાથે પરણાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org