________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૨૯
આવો ઉપદેશ આગળ કદી સાંભળ્યો નથી.” રાજા જૈન થયો. માતા અને બહેને પણ દીક્ષા લીધી. સોમદેવ પિતાએ વૈરાગ્ય પામી, ચારિત્ર લીધું પણ શરત એ કરી કે, “મારા પરિચિત પ્રદેશમાં મારાથી તમારી જેમ રહી શકાશે નહીં. મને બે વસ્ત્ર, કુંડી, છત્રી, જેડા અને જનોઈ રાખવાની છૂટ આપો, તો દીક્ષા લઉં.” ગુરુએ દીર્ઘ વિચાર કરી છૂટ આપી પણ ખરી.
એકવખત પોતે જિનેશ્વર પ્રભુનાં દર્શન કરવા ગયા, તે વખતે શ્રાવકોનાં નાનાં બાળકોને શિખવાડ્યા પ્રમાણે તે બાળકોએ નીચે પ્રમાણે કર્યું :
બાળકો વસતિમાં જઈ દરેક મુનિને વંદન કરી અંદર અંદર વાતચીત કરવા લાગ્યા કે, “આવા સાધુને આપણાથી ન વંદાય.”
બીજે કહે, “કેમ ?” સાધુને લાયક તેનો વેષ કયાં છે?” આ સાંભળી સોમદેવ મુનિ બોલી ઊઠ્યા કે – “શું હું સાધુ નથી ?” “તમો ગૃહસ્થને લાયકનાં ઉપકરણો રાખો, ને સાધુ શી રીતે કહેવાઓ ?” તેથી ધોતિયા સિવાયની બધી વસ્તુઓ છોડી દીધી.
એક તપસ્વી સાધુ અનશન કરી મૃત્યુ પામ્યા. ત્યારે તેનું કલેવર વોસિરાવવા માટે આચાર્ય મહારાજે ધર્મોપદેશ આપ્યો કે,
“મૃત સાધુનું કલેવર ઉપાડીને વોસિરાવે, તેને ઘણું પુણ્ય થાય, અને મુકિત પામવા યોગ્ય ગણાય.” એ સાંભળી સોમદેવ મુનિ બોલ્યા કે, “એ કામ હું કરીશ.” ત્યારે ગુરુએ કહ્યું કે, “મૃત કલેવરને ઉપાડનારને વિનો આવે છે, તેથી ડગવાનું નહીં.”
ત્યારે તેમણે કહ્યું કે, “બિલકુલ નહીં ડગું.” મૃત કલેવર ઉપાડી મુનિ ચાલ્યા. ત્યારે શીખવી રાખેલા શ્રાવકનાં બાળકોએ ધોતિયું ખેંચી લીધું. એટલે ગુરુએ કહ્યું કે “અરે સાધુઓ ! એને એક વસ્ત્ર પહેરાવો.”
ત્યારે સોમદેવ મુનિએ કહ્યું કે, “હવે પહેરાવો તોયે શું ? જે અંગ ખુલ્લું થવાનું હતું તે થઈ ચૂકયું. હવે હું ચોલપટ્ટો પહેરીશ.”
આ બધું છતાં તેઓ શરમને લીધે ભિક્ષા લેવા જતા નહીં. ત્યારે ગુરુ મહારાજે ફરી યુક્તિ કરી. પોતે બહારગામ જિન પ્રભુનાં દર્શન કરવા નિમિત્તે ગયા અને સાધુઓને સૂચના કરી કે, “તમારે તેમને ગોચરી ન લાવી આપવી.”
બે ત્રણ દિવસના કડાકા થયા. ગુરુ આવ્યા અને સાધુઓને ઠપકો આપ્યો કે, કેમ ગોચરી ન આપી ?'
મુનિઓએ કહ્યું કે, “તે પોતાની મેળે કેમ લાવતા નથી ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org