________________
૩૩૦
પંચ પ્રતિક્રમણ સૂત્રો
ત્યારે સમજાવીને ગુરુએ પાસેનાં ઘરોમાંથી ગોચરી લેવા મોકલ્યા. શરમ છતાં ભૂખ અને ગુરુની શરમથી ગયા અને પાછલી જ બારીએથી પેઠા. સાથેના મુનિઓના સમજાવવાથી આશ્ચર્ય પામેલા ગૃહસ્થ સમજ્યા કે, “લક્ષ્મી પાછલે બારણેથી આવે, તો પણ સારી.” હર્ષ પામી મોદક વહોરાવ્યા. તે ગુરુને બતાવ્યા, ગુરુએ સમજાવીને બીજા સાધુઓને વહેંચી દેવરાવ્યા. ફરીથી તેમને તેઓને મોકલ્યા ત્યારે ખીર વહોરી લાવી પારણું કર્યું. પછી તો રોજ ગોચરી જવા લાગ્યા.
અહીં વિશેષ એ પણ હકીકત છે કે, તે મોદક ૩ર હતા. તે નિમિત્ત ઉપરથી “સોમદેવ મુનિને ૩૨ શિષ્યો થશે અને તેનો પરિવાર ખૂબ ફાલશે ફૂલશે.”
ત્યાર પછી આચાર્ય મહારાજ પાટલિપુત્ર ગયા અને ત્યાંના ચંદ્ર રાજાને પ્રતિબોધ આપ્યો. તે જૈન ધર્મ થયો. અનુક્રમે આચાર્ય મહારાજ સ્વર્ગે ગયા. [પાટલિપુત્રનો આ ચંદ્ર રાજા કોણ?]
૪૨. ઉદયન રાજર્ષિ: એક વખત પ્રભુ મહાવીર દેવ રાજગૃહી નગરીએ સમવસર્યા ત્યાં દેશના સાંભળવા આવેલા અભય કુમારે એક ઉત્કૃષ્ટ મુનીશ્વરને જોઈ તેમને વિષે પ્રભુને પૂછયું. ત્યારે પ્રભુએ કહ્યું કે, “એ છેલ્લા રાજર્ષિ છે. તેઓ સિંધુ સૌવીરદેશના વીતભય નગરના ઉદયન રાજા છે. તેમના પટ્ટરાણી ચેટક રાજાની પુત્રી, પ્રભાવતી હતાં.
એ શહેરમાં એક કુમાર નંદી નામની સ્ત્રીલોલુપ સોની રહેતો હતો. તે ઘણી સ્ત્રીઓ પરણ્યો હતો. છતાં બે દેવાંગનાઓને જોઈ તેઓને પરણવાનું મન કર્યું. ત્યારે તેઓએ કહ્યું કે, “અમો તો પંચ શેલ દ્વિીપમાં રહેનારી હાસા અને પ્રહાસા નામની દેવીઓ છીએ, તમારે અમારી જરૂર હોય તો ત્યાં આવીને અમારા પતિ થવું.”
પછી એક ઘરડા અનુભવી નાવિકે પોતાનાં બાળકો માટે ઈચ્છિત ધન મેળવીને તેને પંચ શૈલની પાસે લઈ ગયો અને કહ્યું કે, “કિનારે એક વડનું ઝાડ આવશે તેની નીચે આપણું વહાણ જાય કે તરત તેની વડવાઈ પકડી લેવી. અને તે વહાણ જરા આગળ જઈને ભમરીમાં પડીને નાશ પામશે. પછી વૃક્ષ ઉપર રાત્રે રહેલા ભારંડ પક્ષીઓના પગ પકડીને પંચ શૈલ દીપે જવાશે.” તેણે તે પ્રમાણે કર્યું. તેને હાસા પ્રહાસા મળી પણ ખરી. પણ કહ્યું કે, “આ શરીરે નહીં, તું અગ્નિમાં પડીને દેવ થઈ અમારો પતિ થા.” એમ કહી તેને પોતાને ઘેર મૂકયો. પેલો અગ્નિમાં પડી મર્યો, અને દેવ થઈ તેનો પતિ થયો.
હવે નાગિલ નામનો તેનો સોબતી વહાણ ભાંગવાથી તરીને બહાર આવી દીક્ષા લઈ ઘર્મ પાળી બારમા દેવલોકે દેવ થયો.
બારમા દેવલોકના ઈંદ્ર નંદીશ્વર દ્વીપની યાત્રા માટે નીકળ્યા. ત્યારે હાસા-પ્રહાસાના પતિને ગળે ઢોલ વળગવા લાગ્યો તેણે ઘણી વાર દૂર ધકેલ્યો; પણ તે છૂટ્યો નહીં. કેમકે, તે એ જાતિનો કિબીપિક દેવ થયો હતો. એ દેવો દેવ જાતિમાં અંત્યજ દેવો ગણાય છે. તેને વાદ્ય વગાડતો જોઈ પેલા નાગિલના જીવ દેવે તેને ઓળખ્યો, અને તેની સ્થિતિ પૂછી, ત્યારે તેણે “બહુ દુઃખી છું” એમ જણાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org