________________
૩૨૮
પંચ પ્રતિક્રમણ સૂત્રો
વગેરે હકીકત સવિસ્તાર કહી. “દીક્ષા લીધા વિના દષ્ટિવાદ ભણી શકાતું નથી.” “તો આપો દીક્ષા.”
ગુરુએ દીક્ષા આપી. દીક્ષા લઈ ગુરુ મહારાજ સાથે વિચરતાં અગિયાર અંગોનો તો અભ્યાસ તેણે કરી લીધો. ત્યારે ગુરુ મહારાજાએ દષ્ટિવાદ ભણવા શ્રી વજસ્વામી પાસે જવા કહ્યું.
ત્યાંથી નીકળી મહાપુર નગર થઈ ઉજજ્યની નગરીમાં રહેલા ભદ્રગુપ્તાચાર્ય મહારાજને મળ્યા. ગુરુમહારાજ તેને ઓળખીને બહુ ખુશી થયા ને કહ્યું- “તું બ્રાહ્મણપણું છોડી સાધુ થયો, તે સારું કર્યું. હું તો વૃદ્ધ થયો છું. અને અનશન કરવાની ઈચ્છા રાખું છું. માટે મને નિર્ધામણા (અંતિમ આરાધના) કરાવ. ને પછી દષ્ટિવાદ શીખવા શ્રી વજસ્વામી પાસે જજે. ત્યાં તેમની પાસે દષ્ટિવાદ ભણજે. પરંતુ જુદી વસતિમાં ઊતરી જુદી જ ગોચરી કરજે, કેમ કે શ્રી વજસ્વામી સાથે જેટલા આહાર કરશે. તે દરેક તેમની સાથે અનશન વ્રત આદરશે. તેથી શાસનમાં કોઈ સમૃદ્ધ પુરુષ રહેવા ન પામે.”
આ તરફ શ્રી વજસ્વામી ભગવંતને સ્વપ્ન આવ્યું કે, “કોઈક માણસ આવીને મારી પાસેથી બધું દૂધ પી ગયો. ને થોડું બાકી રહ્યું.” તે સ્વપ્ન અને તેનો શાસ્ત્રાનુસારી અર્થ ગુરુ મહારાજે સવારમાં શિષ્યોને કહ્યો હતો કે, “આજે કોઈક આવીને મારી પાસેથી દશપૂર્વમાં કાંઈક ન્યૂન શીખી જશે.” તેવામાં જ આર્યરક્ષિત આવ્યા અને નિસીહિ કહી અંદર આવી આચાર્ય ભગવંતને વંદન કર્યું. આગમન પ્રયોજન પૂછતાં જણાવ્યું કે, “શ્રી ભદ્રગુપ્ત ગુરુમહારાજે આપની પાસે દષ્ટિવાદ શીખવા મોકલ્યો છે.”
શ્રી આચાર્ય ભગવંતે તેમને પૂર્વોની વિદ્યા શીખવવા માંડી. આર્યરક્ષિત મુનિ જુદા ઉપાશ્રયમાં ઊતરેલા હતા અને રોજ શીખી જતા હતા. નવપૂર્વ પૂરા થયા. અને દશમા પૂર્વનો કઠિન યમક શીખતા હતા, ત્યાં પિતાનો સંદેશો આવ્યો કે “અમો તમારા વિના દુઃખી છીએ, માટે આવીને અમને સંતોષ પમાડો.” એટલે તેમણે જલદી જલદી દશમું પૂર્વ શીખવવાની શરૂઆત કરી. તેવામાં નાનો ભાઈ કુલ્લુરક્ષિત તેડવા આવ્યો, અને કહ્યું કે, “હવે જલદી ચાલો. માતાપિતા તમને જેવાને ઉત્સુક છે, અને તમારી પાસે દીક્ષા લેવાની ઈચ્છા બીજા પણ ઘણા સંબંધીઓની છે.”
આ ઉપરથી તેણે પોતાના નાના ભાઈને તો ત્યાં જ દીક્ષા આપી અને જવાની ઉતાવળને લીધે આચાર્ય ભગવંતને પૂછ્યું કે, “હે પ્રભો ! હવે કેટલું બાકી છે ?''
ગુરુ મહારાજે કહ્યું કે, “વત્સ ! દશમું પૂર્વ તો સમુદ્ર સમાન છે. તેનું બિંદુ માત્ર તું શીખ્યો છે. હજુ તો ઘણું બાકી છે.”
આ ઉપરથી આર્ય રક્ષિત મુનિએ વિચાર્યું કે, “સાડા નવ પૂર્વથી વધારે ભણવાનું મારા નસીબમાં નથી. કેમકે, સાડા નવ શેરડીના સાંઠાના નિમિત્તે પ્રથમથી જ એ સૂચના આપેલી છે.”
શ્રી વજસ્વામી મહારાજે તેમને આચાર્યપદ આપ્યું. અને ત્યાંથી નીકળી દશપુર આવ્યા. રાજાએ મહોત્સવ કર્યો. અમૃતમય ઉપદેશ સાંભળી, સૌ આનંદમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે, “અહો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org