________________
પંચ પ્રતિકમાણસૂત્રો
૩૨૧
રાજગૃહીમાં ધનસાર્થવાહની ચિલાતીદાસીના પુત્રપણે યાદેવ બ્રાહ્મણ ઉત્પન્ન થયો, તેનું નામ ચિલાતીપુત્ર રાખ્યું. અને તે જ શેઠની સુભદ્રા સ્ત્રીની પુત્રીપણે તેની સ્ત્રી ઉત્પન્ન થઈ. તેનું નામ સુસીમાં રાખવામાં આવ્યું. સુસીમાને સાચવવા માટે પેલા દાસીપુત્રને નોકર રાખ્યો. જ્યારે જ્યારે એ છોકરી રડે, ત્યારે ત્યારે પેલો નોકર તેનાં સ્ત્રી ચિહન ઉપર હાથ મૂકે, એટલે તે છાની રહી જાય. આ દશ્ય જોઈ શેઠે તેને પોતાને ત્યાંથી કાઢી મૂક્યો.
ત્યાંથી છૂટીને તે અનુક્રમે સિંહગુહા નામની ભિલ્લ પલ્લીનો નાયક થયો. ત્યાં તેને સુસીમા યાદ આવવા લાગી. એટલે પોતાના ચાર નોકરોને સાથે લઈ પોતાના જ શેઠને ત્યાં ખાતર પાડવા ગયો. ઠરાવ એવો હતો કે, “જેને જે માલ હાથમાં આવે, તે તેનો. માત્ર સુસીમા ચિલાતીની.” ચોરો ઘરમાં પેઠા, ને શેઠ ભયના માર્યા પાંચ પુત્રો લઈને સંતાઈ ગયા. ચોરો હાથમાં આવ્યું તે લઈને નાઠા, ને ચિલાતીપુત્ર સુસીમાને લઈને ભાગ્યો. શેઠે બહાર નીકળી બુમરાણ મચાવ્યું, એટલે ચોકિયાતો આવી પહોંચ્યા ને સૌ તેની પાછળ પડ્યા. ચોરો ઘન મૂકીને નાસી ગયા અને ચિલાતીપુત્રે પણ સુસીમાનું માથું કાપી હાથમાં રાખી ધડ મૂકીને નાસવા માંડ્યું.
- શેઠે ધન તથા સુશીમાનું ધડ જોઈ ઘણા દુઃખી થઈ ઘેર આવી પ્રભુ મહાવીર સ્વામીની દેશના સાંભળી વૈરાગ્યવાસી થઈ દીક્ષા લીધી ને સ્વર્ગમાં ગયો.
આ તરફ કાઉસ્સગ્ગ ધ્યાને ઊભેલા એક મુનિરાજને ચિલાતીપુત્રે “ધર્મ કહો, નહીંતર આ પ્રમાણે તમારું માથું કાપી નાંખીશ” એ ધમકી આપી એટલે મુનિરાજ “ઉપશમ, વિવેક, સંવર” ત્રણ પદો કહીને આકાશમાં ચાલ્યા ગયા.
અહીં તે જ સ્થાને ઊભા રહીને તેણે એ ત્રણ પદનો વિચાર કરી અર્થ બેસાડ્યો. એટલે તેનો અર્થ સમજાયો, અને ત્યાં જ તેનો અમલ કર્યો. લોહીથી ખરડાયેલા શરીર ઉપર કીડીઓ ચડી અને શરીરને ચાળણી જેવું કરી નાંખ્યું. અઢી દિવસમાં મૃત્યુ પામીને ચિલાતીપુત્ર સ્વર્ગમાં ગયા. એવા ચિલાતીપુત્રને વંદન હો.
૩૮. યુગબાહુ-પાટલીપુત્રમાં વિક્રમબાહુ રાજાને મદરેખા રાણી હતી અને અતિસાગર મંત્રી હતો. રાણીને સંતાન વિના દુઃખી જાણી રાજાએ કુળદેવીની આરાધના કરી, છેવટે રાણીને યુગબાહુ નામે પુત્ર થયો, પૂર્વભવમાં તેને જ્ઞાનપંચમીની આરાધના કરી હતી. તેના પ્રભાવથી તે શાસ્ત્ર અને શાસ્ત્રકળામાં કુશળ થયો હતો. ભણાવનાર ઉપાધ્યાય અને તેને ત્યાં આવેલ મહેમાનની શાસ્ત્રકુશળ અને વ્રતકુશળની ઉત્તમતા વિષેની ચર્ચા પરથી મુનિરાજની પાસે ખુલાસો પૂછી-પોતે શાસ્ત્ર કુશળ તો હતો, ઉપરાંત વ્રતકુશલ થવા જ્ઞાનપંચમીની આરાધના છ માસ સુધી કરી.
એક વખતે ઘણો વરસાદ આવવાથી ગંગાનું પૂર શહેરને ડુબાવી દે, એવો ભય ઉત્પન્ન થયો. તેનું નિવારણ કરવા પિતાની આજ્ઞાથી કુમાર નદીને કિનારે ગયો, ને ત્યાં પિતાની આજ્ઞા પ્રમાણે પૂર રોકવાના ઉપાય તરીકે સોનાનું પૂતળું પૂજીને તેમાં નાંખ્યું. તેવામાં એક સ્ત્રીના રુદનનો અવાજ સાંભળવામાં આવ્યો. તેને બચાવવાનો જ્યાં કુમાર વિચાર કરે છે, તેવામાં તે રોતી જાય અને જળચર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org